Translate

Friday, September 9, 2016

50 મિડ-કેપ શેરોમાં એક વર્ષમાં 100%થી વધુ વળતર

દેશનું શેરબજાર મોંઘું નથી અને વ્યાજદર નીચા રહેશે ત્યાં સુધી તે ઊંચા વેલ્યુએશન સાથે ટ્રેડ થઈ શકે છે. પરંતુ જો તમે રોકાણની તક શોધતા હોવ તો સ્મોલ-કેપ શેરો વધુ સારું વળતર ઓફર કરી શકે છે, એમ ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઇન્વેસ્ટમેન્ટ્સના એક્ઝિક્યુટિવ ચેરમેન માર્ક મોબિયસે જણાવ્યું હતું.

ઇટીને આપેલા ઇન્ટરવ્યૂમાં મોબિયસે જણાવ્યું હતું કે, ભારતના સ્મોલ-કેપ ક્ષેત્રમાં સંખ્યાબંધ સારા શેરો છે. ભારતમાં લાર્જ-કેપ શેરો કરતાં સ્મોલ-કેપ શેરોની સંખ્યા વધુ છે. વિકલ્પો અનેક છે અને તેઓ કન્ઝ્યુમર ક્ષેત્રમાં વધુ સારો બિઝનેસ ઓફર કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્મોલ-કેપ શેરોનું વેલ્યુએશન ચિંતાજનક નથી, કારણ કે વ્યાજદર નીચા છે.

બીએસઇના સ્મોલ-કેપ ઇન્ડેક્સમાં એક વર્ષમાં આશરે 23 ટકાનો ઉછાળો આવ્યો છે. આની સામે સેન્સેક્સમાં 16 ટકા તેજી આવી છે. બજારમાં મોમેન્ટમની સાથે સ્મોલ-કેપ ઇન્ડેક્સ 12,853ના બાવન સપ્તાહના નવા ઊંચા સ્તરે સ્પર્શ્યો છે.

બીએસઇ સ્મોલ-કેપ ઇન્ડેક્સમાં સામેલ આશરે ૫૦થી વધુ શેરોમાં રોકાણકારોની સંપત્તિ આશરે એક વર્ષમાં બમણી થઈ છે. ઉદાહરણ તરીકે પીએસ આઇટી ઇન્ફ્રાના શેરમાં એક વર્ષમાં 833 ટકા, ટાટા મેટાલિક્સમાં 383 ટકા, સુદર્શન કેમિકલ્સમાં 321 ટકા અને મણપ્પુરમ્ ફાઇનાન્સના શેરમાં 297 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે.

ઐતિહાસિક વેલ્યુએશનની સરખામણમાં મોંઘા લાગે તેવા સંખ્યાબંધ શેરો છે, પરંતુ રોકાણકારોએ વૃદ્ધિની સંભાવના પર વધુ ભાર મૂકવો જોઈએ. લાર્જ-કેપ કંપનીઓ કરતાં સ્મોલ-કેપ કંપનીઓમાં વૃદ્ધિની સંભાવના ઘણી ઊંચી છે. જો દેશના અર્થતંત્રમાં ધારણા મુજબ વૃદ્ધિ જોવા મળશે તો સ્મોલ-કેપ શેરોમાં તેજી ચાલુ રહી શકે છે. જો આર્થિક રિકવરીની સાથે કંપનીઓના નફાને પણ વેગ મળશે તો તેજી પણ વધુ મજબૂત બની શકે છે.

જોકે વચગાળાના કરેક્શનની શક્યતાને નકારી શકાય નહીં. લાંબા ગાળાના રોકાણકારોએ ક્વોલિટી શેરો ખરીદવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. કંપનીઓ ઊંચી વૃદ્ધિ દર્શાવવા લાગે છે ત્યારે સંસ્થાકીય રોકાણકારોની તેમના પર નજર જાય છે. તેનાથી શેરની તેજીને વધુ વેગ મળે છે.

સેમકો સિક્યોરિટીઝના સીઇઓ જિમિત મોદીએ જણાવ્યું હતું કે સ્મોલ-કેપ શેરો પર સંસ્થાકીય રોકાણકારોની નજર ન પડી હોય તેવા આપણને સંખ્યાબંધ કિસ્સા જોવા મળે છે. જોકે તેમાં વૃદ્ધિનો પ્રારંભ થાય ત્યારે સંસ્થાકીય ખરીદદારોના આકર્ષણમાં વધારો થાય છે.

મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં તીવ્ર તેજી બાદ ઘણા નિષ્ણાતો માને છે કે ટૂંક સમયમાં થોડું કરેક્શન આવી શકે છે, પરંતુ લાંબા ગાળાનો ટ્રેન્ડ અકબંધ છે. રોકાણકારોએ માત્ર મોમેન્ટમને આધારે શેરમાં મૂવમેન્ટ દર્શાવતી હોય તેવી કંપનીઓની જગ્યાએ ગ્રોથ કંપનીઓના શેરો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports