Translate

Monday, September 19, 2016

ફ્યુચર ગ્રુપ હેરિટેજ ફૂડનો રિટેલ બિઝનેસ ખરીદવાની તૈયારીમાં

હેરિટેજ ફૂડના રિટેલ બિઝનેસને હસ્તગત કરવા માટે ફ્યુચર ગ્રૂપ વાટાઘાટના અગ્રીમ તબક્કામાં છે. આ સોદાથી કિશોર બિયાની હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગલુરુ જેવા દક્ષિણ ભારતના મુખ્ય શહેરોમાં 100 કરતાં વધારે ગ્રોસરી આઉટલેટ્સના નેટવર્કનો કબજો મેળવી શકશે તેમ ઘટનાક્રમથી માહિતગાર લોકોએ જણાવ્યું હતું.

આ સોદો થશે તો તે કિશોર બિયાનીની ચોથી ખરીદી હશે, ખાસ કરીને ગ્રોસરી રિટેલ સેગમેન્ટમાં. 2012થી અત્યાર સુધીમાં કરવામાં આવેલી અન્ય ખરીદીઓમાં ભારતી રિટેલના ઈઝીડે નેટવર્ક, નવી દિલ્હી સ્થિત બિગ એપલ અને હૈદરાબાદ સ્થિત નીલગીરીસ સુપરમાર્કેટ ચેઈનના સોદાનો સમાવેશ થાય છે.

સૂત્રે જણાવ્યું હતું કે, હેરિટેજ ફ્રેશને કેવી રીતે ફ્યુચર જૂથમાં મર્જ કરવામાં આવશે તથા સોદામાં રોકડ ઉપરાંત શેર સ્વેપનો સમાવેશ કરવામાં આવશે કે કેમ તે અંગેના સોદાની રૂપરેખા હજુ દોરાઈ રહી છે.

શુક્રવારે આ સંદર્ભમાં મોકલવામાં આવેલા ઈમેલનો હેરિટેજ ફૂડ્ઝ તરફથી કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો. ફ્યુચર જૂથના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ અટકળો પર કોઈ ટિપ્પણી આપતાં નથી.

હૈદરાબાદ સ્થિત હેરિટેજ ફૂડ્ઝ બે મુખ્ય ડિવિઝન ઓપરેટ કરે છે, જેમાં ડેરી તથા રિટેલનો સમાવેશ થાય છે તથા તેને બેકરી તથા એનિમલ ફિડ્ઝ સહિતના નાના બિઝનેસમાં રસ છે. તેના સમગ્રતયા બિઝનેસમાં રિટેલ બિઝનેસનો હિસ્સો આશરે એક ચતુર્થાંશ છે જેનું વેચાણ રૂ.583 કરોડ છે જે પાછલા નાણાકીય વર્ષ દરમિયાન 18 ટકા ઊંચકાયું હતું. કંપની 115 કરતાં વધારે હેરિટેજ ફ્રેશ સ્ટોર્સ ઓપરેટ કરે છે જેનું કદ સરેરાશ 2,500 સ્ક્વેર ફીટ છે તથા દક્ષિણના ત્રણ શહેરોમાં દર મહિને 20 લાખ કરતાં વધારે લોકોને સર્વિસ આપે છે.

રૂ.2,381કરોડના હેરિટેજ જૂથની સ્થાપના 1992માં આંધ્ર પ્રદેશના હાલના મુખ્ય મંત્રી એન ચંદ્રાબાબુ નાઈડુએ કરી હતી. હેરિટેજ ફ્રેશ ખાતે રિટેલ અને બેકરી માટેના સીઓઓ ધરમેન્દર માતાઈએ ઈટીને પાછલા મહિને જણાવ્યું હતું કે, તેના રિટેલ બિઝનેસ માટે વ્યુહાત્મક ભાગીદારની કે રોકાણકારની શોધ કરવા માટે તેને સલાહ આપવા કંપનીએ KPMGની મદદ લીધી છે.

આ સોદો બિયાની માટે બાઉન્સ બેક સાબિત થઈ શકે જેમને 2012માં વધતી જતી ઋણની સ્થિતીથી છૂટકારો મેળવવા માટે પોતાની પેન્ટાલૂન ડિપાર્ટમેન્ટ સ્ટોર ચેઈન આદિત્ય બિરલા જૂથને વેચવાની ફરજ પડી હતી. રૂ.8,000 કરોડના ઋણના કારણે પાંચ વર્ષ અગાઉ બિયાની ફાઈનાન્સિયલ સર્વિસિસ અને ઓફિસ પ્રોડક્ટ રિટેલિંગ જેવા નોન-કોર બિઝનેસીસમાંથી પણ બહાર નીકળી ગયાં હતાં. હવે ઋણની સ્થિતિ હલ કરી શકાય તેવા સ્તરે છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports