Translate

Monday, September 19, 2016

શિક્ષણ જ્યારે કોમોડિટી બનશે ત્યારે નિષ્ફળતા હકીકત બનશે

હજારો વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોમાં જંગી શિક્ષણ ફી ચૂકવે છે, પણ તેમના સ્વપ્ન ત્યારે તૂટે છે જ્યારે તેમને આટલી જંગી ફી ચૂકવવા છતાં પણ મળેલી મૂલ્યવિહિન ડિગ્રી સારી નોકરી મેળવી આપવામાં નિષ્ફળ જાય છે. આ અંગે એક ઉદાહરણ લઈએ તો એક ગુસ્સે થયેલા માબાપ ઉચ્ચ શિક્ષણના વિશાળ ખાનગી એકમમાં ડિરેક્ટર પર ગુસ્સે થઈ બરાડી રહ્યા હતા. તેનું કારણ એ હતું કે ડિરેક્ટરની ડેસ્ક પર પડેલી તેમના પુત્રની શીટમાં ગ્રેડ ઓછા હતા અને તેઓ જાણવા માગતા હતા કે ગ્રેડ શા માટે ઓછા છે.

ડિરેક્ટરે તેમને સમજાવવાનો પ્રારંભ કર્યો કે વિદ્યાર્થીએ કદાચ વધારે આકરી મહેનત કરી હશે, પણ તેના ગ્રેડમા ક્રૂરતાપૂર્વક ઘટાડો કરવામાં આવ્યો. શું આપણે ફી ન ચૂકવવી જોઈએ? તમે ગ્રેડ સાથે છેડછાડ કરવાની હિંમત જ કેવી રીતે કરી?માબાપ ગુસ્સે હતા, પણ ડિરેક્ટર તેમને આશ્વાસન આપી રહ્યો હતો. વાસ્તવમાં આ બાબત બીજું કશું નહીં પણ શિક્ષણના કોમોડિટાઇઝેશન અને માર્કેટાઇઝેશનનું વરવુ સ્વરૂપ છે.

બજારના પરિબળો હંમેશા બધી માનવીય મુશ્કેલીઓનો જવાબ શોધી શકતા નથી. પણ બજારની યંત્રણા આપણા જીવનમાં એટલી હદ સુધી ઘૂસી ગઈ છે કે આપણે હવે મૂલ્યો અને તેની અસરો અંગે સવાલ ઉઠાવતા નથી. શૈક્ષણિક સંસ્થાઓને કંપનીઓની જેમ ચલાવવામાં આવી રહી છે, તેને ટકાવવા માટે અને નફો કરતી રાખવા માટે મેનેજમેન્ટ ટેકનિક અપનાવવામાં આવે છે.

થિયરીની રીતે જોઈએ તો બજારના પરિબળો સંસાધન, નાવીન્યતા, સ્પર્ધાત્મકતા દ્વારા ઉદ્યોગને વધારે કાર્યક્ષમ બનાવે છે અને તે આ રીતે ગ્રાહકની જરૂરિયાત સાથે સુસંગત થાય છે. પણ વિદ્યાર્થી અને માબાપને ગ્રાહકમાં પરિવર્તીત કરવાથી નાટકીય રીતે શિક્ષણ સેવાના બદલે એક કોમોડિટી બની જાય છે અને પછી તો ઇન્સ્ટિટ્યુશન પણ તે જ રીતે સ્થપાય છે અને તેનું સંચાલન થાય છે.

પ્રથમ તો બજારે પ્રોડક્ટ કે સેવાને વ્યાખ્યાયિત કરવી પડે છે. શિક્ષણને રાષ્ટ્ર ઘડતરના મહત્વના અંગ તરીકે જોવામાં આવે છે. તેના દ્વારા સર્જનાત્મકતા, નાવીન્યતા, નેતાગીરી અને ગંભીર વિચારને પ્રોત્સાહન મળે છે. તેના લીધે તેના નોકરી પૂરી પાડતા કોમોડિટી તરીકેના મૂલ્યમાં ઘટાડો થાય છે. વિદ્યાર્થીઓ ગુણવત્તા માટે એનરોલ કરે છે અને આથી તેઓ ડિગ્રી, સ્ટેમ્પ, માર્કશીટ કે ક્વોલિફિકેશન ઇચ્છે છે.

તેઓ તેમની ચૂકવાતી ફીના લીધે તેની અપેક્ષિત વ્યાખ્યાની નજીક પહોંચી ગયા છે. તેના લીધે ડિગ્રીની ભાવિ આવક સંભાવનાની તુલનાએ તેનું વર્તમાન મૂલ્ય ઘટી ગયું છે. મશરૂમની જેમ ફૂટી નીકળેલી મેડિકલ કોલેજો અને એન્જિનિયરિંગ કોલેજો બજારમાંથી આ પ્રકારની "ગુણવત્તા"ની માંગ કરે છે. આ બધામાં છેવટે અંતે નોકરી મળે તે જ જોવામાં આવે છે.

બીજું શિક્ષણના કોમોડિટાઇઝેશનના લીધે પર્ફોર્મન્સના સ્ટાન્ડર્ડનો પ્રસાર થાય છે. શૈક્ષણિક સંસ્થાઓ આ પ્રકારના માપદંડનો ઉપયોગ પાસ પર્સન્ટેજ, પ્લેસમેન્ટ ટ્રેક રેકોર્ડ, લીગ ટેબલ્સમાં રેન્કિંગ અને એકબીજા સાથે સ્પર્ધા કરવા સ્ટુડન્ટ એપ્રુવલ રેટિંગ્સ તરીકે કરે છે. આ માપદંડોના લીધે શિક્ષકો અને વહીવટકર્તાઓની આંતરિક કામગીરીમાં પણ સુધારો થાય છે. જે ટૂંક સમયમાં સંસ્થાની સમીક્ષા કરવા માટે અત્યંત સાંકડી રીતે વ્યાખ્યાયિત ધારાધોરણ બની જાય છે. અહીં કેટલીક મર્યાદાઓ છે.

ત્રીજામાં માબાપ અને વિદ્યાર્થીને ગ્રાહક ગણવાના લીધે એકના બીજા સાથેના સંબંધ સંરક્ષણાત્મક અભિગમવાળા અને ખુશામદ કરનારા બની જાય છે. આ પ્રકારના પરિવર્તનના લીધે વિદ્યાર્થી-શિક્ષક પરના સંબંધો પરના વ્યાપક શૈક્ષણિક સંશોધકે ચિંતાજનક ટ્રેન્ડ્સના સંકેતો આપ્યા છે: ગ્રેડ ચુસ્તતાપૂર્વક આપવામાં આવતા નથી.

શિક્ષક પણ વિદ્યાર્થીના રેટિંગની નજર હેઠળ કામ કરે છે, પરીક્ષાઓ સરળ છે, અભ્યાસક્રમ પણ આકરો નથી, ભલામણો સુગરકોટેડ છે અને વિદ્યાર્થીની જરા પણ ટીકા કરવામાં આવતી નથી. આમ પ્રારંભમાં ગુસ્સે થયેલા માબાપ જે રીતે ડિરેક્ટરને મળ્યા તે દર્શાવે છે કે ગ્રાહક તેણે ચૂકવેલી ફી પેટે સેવા માંગી રહ્યો છે.

ચોથું શિક્ષણના બજારના નફાકારક હેતુઓવાળી અને વહીવટી કૌશલ્યોવાળી કંપનીઓને આકર્ષી છે. અત્યાર સુધી શિક્ષણને કોમોડિટી તરીકે ગણાતું ન હતું અને તેમા ઊંચા પ્રવેશ અવરોધો હતા. ભારતમાં ઊંચી ફી વસૂલતી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ ફૂટી નીકળી છે, જેઓ ઊંચી ફી વસૂલી મૂલ્યવગરની ડિગ્રી આપે છે.

વાસ્તવમાં આ પ્રકારની મૂલ્ય વગરની ડિગ્રી મેળવવાના બદલે માબાપે તેના અંગે માહિતગાર થવું જોઈએ. ઘણા યુવાનોએ આ પ્રકારની ડિગ્રીના પગલે બીજા સાહસોમાં ઝંપલાવ્યું છે. કેટલાક ઉદ્યોગ સાહસિકો બન્યા છે. એન્જિનિયરો ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળી ગયા છે, સોફ્ટવેર પ્રોફેશનલોએ મ્યુઝિક અને આર્ટ પર પસંદગી ઉતારી છે. મારા યુવા મિત્રએ પર્વતીય વિસ્તારમાં બેડ અને બ્રેકફાસ્ટ હોટેલ સ્થાપી છે. આમ આ એક નવી શરૂઆત છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports