ન્યૂયોર્ક:સામાન્ય રીતે કોઈ અભિનેતાને આજ સુધી કરાઈ નહીં હોય તેવી
ઓફર બ્રિટિશ અભિનેતા ડેનિયલ ક્રેગને કરવામાં આવી છે. જેમ્સ બોન્ડ સિરિઝની
ફિલ્મમાં એજન્ટ 007 તરીકે પાછા ફરવા માટે ક્રેગને અધધધ 1,000 કરોડ(156 કરોડ
ડોલર)ની ઓફર કરવામાં આવી છે. રેડાર ઓનલાઈન નામની એક પોર્ટલમાં પ્રસિધ્ધ
થયેલા અહેવાલ પ્રમાણે, ક્રેગને આ માટે મહિનાઓ સુધી મનાવાયો છે અને તે પછી
અંતે આ ડીલ સોની સ્ટુડિયો કંપની પાકી કરી શકી છે.
'જેમ્સ બોન્ડ સિરિઝની ફિલ્મમાં કોઈ યુવાન લાગે તેવો અને આકરો ચહેરો ધરાવનાર અભિનેતા સ્ટુડિયોને જોઈતો હતો અને તે માટે ક્રેગ બેસ્ટ હતો,'તેમ રેડાર ઓનલાઈનના રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે બોન્ડ સિરિઝની ફિલ્મ માટે ક્રેગને ગુમાવવો કંપનીને પાલવે તેમ નથી.
નવો ચહેરો લેવાથી ફ્રેન્ચાઈઝીને નુકસાન જાય તેમ છે. ક્રેગ લોગાન લકી નામની ફિલ્મ અને પ્યોરિટી નામની ટીવી સિરિયલ એમ બંને માટે ઓફર સ્વીકારીને સૌથી જિનિયસ એક્ટર સાબિત થયો છે તેમ રિપોર્ટમાં લખાયું છે.
એક તબક્કે સોની તેના આગામી બોન્ડ વેન્ચર માટે ટોમ હિડલટનને લેવા માટે તૈયાર થઈ ગઈ હતી પણ ટેલર સ્વીફ્ટ સાથે ટોમના અફેરની ચર્ચાઓ વધી જતાં તેને પડતો મૂકી દેવાયો હતો. તે ઉપરાંત, જેમી બેલ, એડિયન ટર્નર અને ઈદ્રીસ એલ્બાના નામની વિચારણા પણ થઈ હતી.
જોકે, સોનીએ હવે ક્રેગ માટે મત્તું મારી દીધું છે કેમકે, એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં બોન્ડ સિરિઝની જે કોઈ ફિલ્મો થઈ છે તેમાં તેને ચમકાવતી ફિલ્મો વધુ પ્રભાવક બની છે. ક્રેગનું સ્થાન અત્યારે કોઈ લઈ શકે તેમ નથી

No comments:
Post a Comment