Translate

Friday, September 9, 2016

ધાણાના ઓગસ્ટ ફ્યુચર્સમાં 1,080 ટનના ડિલિવરી ડિફોલ્ટ

મુંબઈ:પ્રીમિયર એગ્રીકલ્ચર બજાર NCDEX ધાણાના બગડેલા સ્ટોક જમા કરાવીને કિંમતમાં વધારાનો લાભ મેળવવા માટે કાર્ટેલ કરવામાં આવી હોવાના બજારના આક્ષેપના સંદર્ભમાં તપાસ કરશે, તેમ એક્સ્ચેન્જના એક અધિકારીએ જણાવ્યું હતું. તેણે ઇટીને જણાવ્યું હતું કે, 19 ઓગસ્ટે એક્સ્પાયર થયેલા ધાણાના કોન્ટ્રાક્ટમાં 1,080 ટન ધાણાની ડિલિવરી ડિફોલ્ટ થઈ છે. તેના પરિણામે 6,880 ટનની ફાળવણી સામે 5,800 ટન ધાણાની ડિલિવરી થઈ હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2016માં એક્સ્પાયરીમાં 1,080 MTની ડિલિવરી ડિફોલ્ટ જોવાઈ હતી કેમ કે સેલર્સ પાસે મંજૂર કરવામાં આવેલા વેરહાઉસિસમાં ડિલિવરી થઈ શકે તેવો કોઈ સ્ટોક ન હતો.

ઓગસ્ટ કોન્ટ્રાક્ટ જૂનની 13 તારીખે ક્વિન્ટલ દીઠ (100 કિલો) રૂ.6,899ની નીચી સપાટીથી 24.5 ટકા ઊછળ્યો હતો તથા બીજી ઓગસ્ટે રૂ.8,587ની ઊંચી સપાટીએ હતો તેમ બ્લૂમબર્ગના ડેટા જણાવે છે. કોન્ટ્રાક્ટ રૂ.8,433 પર સેટલ થયો હતો. બજારના સહભાગીઓ આક્ષેપ કરે છે કે ઊંચી કિંમતને ખિસ્સામાં મૂકવા માટે કાર્ટેલ દ્વારા હલકી ગુણવત્તાના ધાણાને પાસ ઓફ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

ખરીદી કરનારા ચોક્કસ માર્કેટ પાર્ટિસિપન્ટ્સ આક્ષેપ કરે છે કે આ કાર્ટેલ અગાઉ વર્ષો પહેલાં મરીમાં સક્રિય હતી તેણે ગુજરાત તથા રાજસ્થાનના એક્સ્ચેન્જ દ્વારા મંજૂરી મેળવેલા વેરહાઉસિસમાં નબળી ગુણવત્તાના ધાણા જમા કરાવ્યા હતા. તેના પરિણામે NCDEXએ કોટા, રામગંજમંડી અને ગોંડલમાં વેરહાઉસિસમાં જમા થઈ રહેલા ગૂડ્ઝને ચેક કરવા માટે એક સ્વતંત્ર સર્વેયરની નિમણૂક કરી રહ્યું છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, એક્સ્ચેન્જએ એક સ્વતંત્ર સર્વેયરની નિયુક્તિ કરી છે કે જેના સમાવેશક પરિણામની હજુ રાહ જોવાય છે. સેબીએ પણ ફરિયાદના આધારે તથા વેરહાઉસિસમાં નબળી ગુણવત્તાના ધાણા જમા કરવામાં આવી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે તપાસ શરૂ કરી છે. વેરહાઉસિસમાં સેબીએ તમામ ધાણાની ચકાસણી કરી છે.

NCDEXએ ઇટીને પણ જણાવ્યું હતું કે, એક્સ્ચેન્જ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્વતંત્ર સર્વેયિંગમાં મંજૂરી મેળવેલા વેરહાઉસિસમાં કોટનસીડ ઓઈલકેક સ્ટોકમાં કોઈ નબળી ગુણવત્તા જોવાઈ નથી. રાઇસબ્રાન સાથે ચેડાં થયાં હોવાના ભયના કારણે કરવામાં આવેલ ક્વોલિટી ઓડિટ બાદ કોન્ટ્રાક્ટમાં જણાવ્યા પ્રમાણેની ગુણવત્તા એનસીડેક્સ દ્વારા મંજૂરી મેળવેલ વેરહાઉસિસ ખાતે ડિપોઝિટ થયેલા કોટન સીડ ઓઇલકેકના સ્ટોકની ગુણવત્તા જોવા મળી હતી.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports