રોકાણકારોએ ઓક્ટોબરમાં
મ્યુચ્યુઅલ ફંડોની વિવિધ સ્કીમ્સમાં આશરે રૂ.1.55 લાખ કરોડ રોક્યા હતા. આમ,
સતત ચાર માસથી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણપ્રવાહ આવતો રહ્યો છે. શેરબજારોમાં
ચાલતી તેજીનો લાભ લેવા રોકાણકારો સક્રિય બન્યા જણાય છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસે ઉપલબ્ધ તાજા
આંકડા અનુસાર, રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડોની સ્કીમ્સમાં રૂ.1.55 લાખ
કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. તે અગાઉ સપ્ટેમ્બરમાં તેમણે રૂ.30,517
કરોડ રોક્યા હતા.
રોકાણકારોએ ઓગસ્ટ અને જુલાઇમાં અનુક્રમે રૂ.1 લાખ કરોડ અને રૂ.1.13 લાખ કરોડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં ઠાલવ્યા હતા. તેની પહેલા જૂનમાં રોકાણકારોએ રૂ.59,726 કરોડ ઉપાડી લીધા હતા. આમ, જૂન પછી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ વધી રહ્યું છે.
કુલ મળીને મ્યુચ્યુઅલ ફંડોએ ઓક્ટોબરમાં રૂ.63.21 લાખ કરોડ રોકાણ તરીકે મેળવ્યા હતા, તેમાં રૂ.61.67 લાખ કરોડનું રીડેમ્પ્શન આવ્યું હતું. એટલે રોકાણકારોએ આટલી રકમ ઉપાડી લીધી હતી. તેથી મ્યુચ્યુઅલ ફંડોની સ્કીમ્સમાં રૂ.1.54,958 કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું હતું.

બજારના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, રોકાણકારોએ મોટા ભાગે લિક્વિડ કે મની માર્કેટ કેટેગરીમાં રોકાણ કર્યું છે.
એકંદરે જોઇએ તો, ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ઓક્ટોબરના ગાળા દરમિયાન મ્યુચ્યુઅલ ફંડોએ રૂ.4.5 લાખ કરોડનું ચોખ્ખું રોકાણ પ્રાપ્ત કર્યું હતું જ્યારે સમગ્ર 2013-14માં તેમણે રૂ.53,783 કરોડ એકત્ર કર્યા હતા.
મ્યુચ્યુઅલ ફંડ એક એવી રોકાણ યોજના છે કે રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરીને શેરો, બોન્ડ્સ, મની માર્કેટના સાધનો અને અન્ય એસેટ્સમાં રોકાણ કરે છે.
હાલમાં 1,800થી વધારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ છે, જેમાં 1,252 ડેટ કેટેગરીના છે, જ્યારે 339 ઇક્વિટી સેગમેન્ટના છે.

No comments:
Post a Comment