Monday, August 29, 2016

બેન્ક સ્ટાફને વીમા પોલિસીના વેચાણ પર ઇન્સેન્ટિવ્સ બંધ કરવાનો પ્રસ્તાવ

Image result for bancassuranceવીમા નિયમનકર્તા IRDAએ બેન્કો દ્વારા વીમાના મિસ-સેલિંગ સામે કડક વલણ અપનાવ્યું છે. વીમા કંપનીઓ હવે બેન્ક સ્ટાફને ઇન્શ્યોરન્સ પોલિસીના વેચાણ બદલ ઇન્સેન્ટિવ્સ, જંકેટ કે અન્ય પ્રોત્સાહન નહીં આપી શકે એવી શક્યતા છે. IRDAએ વીમા પોલિસીના ખોટા વેચાણને અટકાવવા આવો પ્રસ્તાવ મૂક્યો છે. નિયમનકર્તા આગામી સમયમાં એજન્સી અને બેન્કો માટે કમિશનનું અલગ માળખું તૈયાર કરશે.

IRDAના સભ્ય નિલેશ સાઠેએ જણાવ્યું હતું કે, અમે એજન્સી અને બેન્કએશ્યોરન્સ માટે અલગ માળખું તૈયાર કરીશું. જેમાં એજન્સીને 35 ટકા કમિશન અને 7 ટકા ઇન્સેન્ટિવની મંજૂરી અપાશે. બેન્કો માટેનું કમિશન 35 ટકા રહેશે, પણ તેમને કોઈ ઇન્સેન્ટિવ નહીં આપી શકાય. કમિશનની વહેંચણી પ્રોડક્ટના પ્રકાર અને મુદતના આધારે કરાશે.

સાઠેએ કહ્યું હતું કે, અમારે એજન્ટ્સને તેમના પ્રયાસોનું વળતર આપવું જરૂરી છે. એજન્ટ ઘણા લોકોને મળે ત્યારે એક પોલિસી વેચાય છે. જેની તુલનામાં બેન્કો દ્વારા પ્રયાસ બહુ ઓછા હોય છે.

જોકે, એકંદર કમિશનમાં ઘટાડો કરાયો છે. વીમા કંપનીઓ પહેલા વર્ષે 40 ટકા જેટલું ઊંચું ચૂકવતી હતી. બીજા વર્ષે 7.5 ટકા અને ત્યાર પછીનાં વર્ષોમાં કમિશનનો આંકડો 5 ટકા રહેતો. સામાન્ય રીતે કમિશન 35 ટકાની મર્યાદા સુધી પહોંચે ત્યાં સુધી તેનું પ્રમાણ પોલિસીની મુદત કરતાં ત્રણ ગણું હોય છે. Image result for bancassuranceઇન્શ્યોરન્સ એક્ટમાં સુધારા પછી IRDAને કમિશન રેટના માળખામાં ફેરફારની સત્તા મળી છે. ઇન્ડિયાફર્સ્ટ લાઇફ ઇન્શ્યોરન્સના એમડી આર એમ વિશાખાએ જણાવ્યું હતું કે, કોર્પોરેટ એજન્ટ્સ સંસ્થાકીય ખર્ચ પણ કરે છે, જે વ્યક્તિગત એજન્ટ્સ દ્વારા બિઝનેસ મેળવવા કરાતા ખર્ચ ઉપરાંતનો હોય છે. કોર્પોરેટ એજન્ટ અને વ્યક્તિગત એજન્ટના કમિશન વચ્ચે તફાવતના સૂચનમાં દરેક ચેનલને લાગુ પડતા ખાસ પડકારને ધ્યાનમાં લેતો નથી.

IRDAના તાજેતરના વાર્ષિક અહેવાલ પ્રમાણે કમિશન એક્સ્પેન્સ રેશિયો 2014-15માં અગાઉના વર્ષના 6.63 ટકાથી ઘટીને 5.93 ટકા થયો છે. એકંદરે રિન્યુઅલ પ્રીમિયમના કિસ્સામાં કમિશન ખર્ચ વધ્યો છે, પણ સિંગલ પ્રીમિયમ અને રેગ્યુલર પ્રીમિયમ પ્રોડક્ટ્સના કમિશનમાં ઘટાડો નોંધાયો છે. IDBI ફેડરલ લાઇફ ઇન્શ્યોરન્સના એમડી વિઘ્નેશ શહાણેએ જણાવ્યું હતું કે, વીમા ઉદ્યોગ માટે પોલિસી લેપ્સ થવાનો પ્રશ્ન ઘણો મોટો હોવાથી IRDAએ કોર્પોરેટ અને અન્ય એજન્ટ્સના સાતત્યને મહત્ત્વ આપવું જોઈએ.

No comments:

Post a Comment