
સરોગસી બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. જેમાં કેન્દ્રીય કેબિનેટે
સરોગસી (રેગ્યુલેશન) બિલ 2016 સંસદમાં રજૂ કરવાને મંજૂરી આપી દીધી છે. આ
બિલને કારણે ધંધાદારી સરોગસી બંધ થશે. અનૈતિક રીતે સરોગસી થતી હોવાથી ભારત
હબ બની રહ્યું હતું. આવા અનેક દાખલા ધ્યાને આવ્યા હતા.

એટલે આ પ્રકારનું બિલ જરૂરી હતું. જેના કારણે ડોક્ટરોમાં નિરાશા વ્યાપી
જવા પામી છે. કારણકે એક બાળક સરોગસીથી પેદા કરતા ડોક્ટરોને જે અઢળક કમાણી
થતી હતી તે હવે બંધ થઇ જશે.
આણંદના વૈશ્વિક સ્તરે જાણીતા આઇવીએફ નિષ્ણાત
ડોક્ટર નયના પટેલ ના મતે આ બિલ યોગ્ય ન હોવાનું જણાવવામાં આવ્યું છે. અને
તેના કારણે જરુરિયાતમંદને આવક બંધ થશે તેવું તેમનું માનવું છે.
No comments:
Post a Comment