Monday, August 29, 2016

બેન્કો ખોટો ઇન્શ્યોરન્સ પ્લાન વેચશે તો દંડ ભરવો પડશે

Image result for bancassurance missellingબેન્કો દ્વારા ગ્રાહકોને ખોટી સલાહ આપીને વેચવામાં ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ સામે ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Irdai)એ લાલ આંખ કરી છે.

હવે બેન્કોને કોઈ પણ પ્રકારનાં મિસ-સેલિંગ માટે જવાબદાર ગણવામાં આવશે અને દંડ પણ ફટકારવામાં આવશે. બેન્કો દ્વારા થતું મિસ-સેલિંગ એક મોટી સમસ્યા છે. નવેમ્બર ૨૦૧૫માં economictimes.com દ્વારા કરવામાં આવેલા ઓનલાઇન સરવેમાં જાળવા મળ્યું હતું કે, બેન્કો દ્વારા દર પાંચમાંથી ત્રણ ગ્રાહકને ખોટી ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ વેચવામાં આવી હતી. સરવેમાં ભાગ લેનારા 1,313 લોકોમાંથી 36 ટકાએ સ્વીકાર્યું હતું કે, બેન્કો સાથેના વ્યવહારમાં આવું મિસ-સેલિંગ તેમના માટે ખૂબ મોટો માથાનો દુખાવો છે.

નવા રોકાણકારો અને ધરખમ આવક ધરાવતા રોકાણકારો સામે સૌથી વધુ જોખમ છે. બેન્કના સ્ટાફ માટે તેમના ગ્રાહકોના ખાતામાં કેટલી રકમ છે તે જાણવું સરળ છે અને ખાતામાં ધરખમ બેલેન્સ ધરાવતા ગ્રાહકો તેમનો પહેલો 'શિકાર' બને છે. સરવે પછી જાણવા મળ્યું હતું કે, 30થી ઓછી વયના અને મહિને રૂ.1.5 લાખથી વધારે કમાતા ગ્રાહકોને વારંવાર લક્ષ્યાંક બનાવવામાં આવે છે.

અન્ય એક સરવેમાં ગ્રાહક બનીને ET વેલ્થના સ્ટાફે વિવિધ બેન્કોનો સંપર્ક સાધ્યો હતો અને નાણાકીય સલાહ માંગી હતી. મોટા ભાગની બેન્કોએ ET વેલ્થના સ્ટાફને પરંપરાગત એન્ડોમેન્ટ અથવા મનીબેક પોલિસી ખરીદવાની સલાહ આપી હતી.

આવા પ્લાનમાં ખૂબ ઓછું વળતર મળતું હોવા છતાં અને પૂરતું વીમા કવચ પણ મળતું ન હોવા છતાં બેન્કોએ ખોટી સલાહ આપી હતી. આવા મિસ-સેલિંગની વધતી ફરિયાદોથી ગુસ્સે થયેલી Irdaiએ હવે બેન્કોને તેમના દ્વારા વેચાતી ઈન્શ્યોરન્સ પોલિસી માટે જવાબદાર ગણવાનો નિર્ણય લીધો છે.
Image result for bancassurance misselling

No comments:

Post a Comment