Market Ticker

Translate

Thursday, February 10, 2011

ADAGના શેરહોલ્ડર્સે 11,500 કરોડ રૂપિયા ગુમાવ્યા

અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપની છ કંપનીના 1.1 કરોડ કરતાં વધુ રોકાણકારોએ ઓછામાં ઓછા રૂ. 11,500

કરોડ ગુમાવ્યા હતા.


ટેલિકોમ કંપનીઓ માટે સ્પેક્ટ્રમ ફાળવણીની તપાસનો રેલો આ ગ્રૂપ સુધી આવી શકે તેવી બજારમાં અફવાને કારણે ગ્રૂપ કંપનીઓના શેરના ભાવમાં જોરદાર ઘટાડો થયો હતો. જોકે એડીએજીએ જણાવ્યું હતું કે ' દુષ્ટહેતુ ધરાવતા કોર્પોરેટ હરીફો ' દ્વારા આ અફવા ફેલાવવામાં આવી છે અને સેબીએ તેની તપાસ કરવી જોઈએ.

સીબીઆઇની તપાસની ચાલી રહી છે ત્યારે ડીલિંગ રૂપ મંત્રણામાં કોર્પોરેટ ગવર્નન્સનો છવાયેલો રહ્યો હતો. રિલાયન્સ એડીએજીએ સિક્યોરિટી કાયદાના ભંગના આરોપનો સ્વીકાર કે ઇનકાર કર્યા વગર સેબી સાથે તેનું સેટલમેન્ટ કર્યું હતું.

ઇન્વેસ્ટમેન્ટ એડ્વાઇઝરી કંપની ક્રિસના સ્થાપક ડિરેક્ટર અરુણ કેજરીવાલે જણાવ્યું હતું કે , કેટલીક ગ્રૂપ કંપનીઓના કોર્પોરેટ ગવર્નન્સ સંબંધિત અફવાનું બજારમાં પૂર આવ્યું હતું , તેથી રોકાણકારો ગૂંચવણમાં મુકાઈ ગયા હતા.

નબળા બજારથી આ નકારાત્મક સેન્ટિમેન્ટ વધુ તીવ્ર બન્યું હતું. '' ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં સીબીઆઇએ મંગળવારે એટિસલાટ ડીબી ટેલિકોમ ઇન્ડિયાના વાઇસ ચેરમેન શાહિદ બાલવાની ધરપકડ કરી હતી.

તમામ એડીએજી શેરના ભાવમાં 10 ટકાથી વધુ ઘટાડો થયો હતો. રિલાયન્સ ઇન્ફ્રા 19 ટકા , રિલાયન્સ મીડિયાવક્સ 17 ટકા , આરકોમ અને રિલાયન્સ કેપિટલ 16 ટકા , રિલાયન્સ પાવર 12 ટકા અને રિલાયન્સ બ્રોડકાસ્ટ 10 ટકા તૂટ્યો હતો. કેટલાક શેરમાં ટ્રેડિંગ વોલ્યુમ અગાઉના સપ્તાહની સરેરાશ કરતાં દસ ગણું થયું હતું.

ભારતીય શેરબજાર માટે FII નિર્ણાયક

ભારતીય શેરબજારો મોટા ભાગે વિદેશી રોકાણકારો પર જ નિર્ભર રહ્યાં છે અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મર્યાદિત ભૂમિકા છતાં FII બજારનો ટ્રેન્ડ નક્કી કરે છે.

ડિસેમ્બર ક્વાર્ટરમાં એડ્વાન્સ ટેક્સમાં 18 ટકા મજબૂત વૃદ્ધિ જોવા મળી તે પછી કેલેન્ડર વર્ષ 2011 માટે ઊંચી અપેક્ષા બંધાઈ હતી , પરંતુ જાન્યુઆરીમાં ઊંચો ફુગાવો અને તેના પરિણામે કંપનીઓની કામગીરીના નફામાં ઘટાડો થયો અને સરકારના સ્તરે સુધારા પ્રક્રિયા લગભગ અટકી ગઈ. આ બધાની સંયુક્ત અસર બજાર પર થવાથી તે તીવ્રતાથી તૂટ્યું અને ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ કોઈ રાહત જણાતી નથી.

હવે ભારત માટે તાજેતરમાં વ્યક્ત કરવામાં આવેલા કેટલાક અભિપ્રાયો પર નજર નાખીએ.
મોર્ગન સ્ટેન્લીઃ તાજેતરમાં 89 ફંડ મેનેજરોનો સરવે કરવામાં આવ્યો તેમાં ચોથા ભાગના માને છે કે ભારત 2011 માં ઊભરતાં બજારોમાં વધુ સારો દેખાવ કરશે

Monday, February 7, 2011

દાયકાનાં ટોપ-25 MFsમાં ભારતનાં આઠ ફંડ્સનો સમાવેશ

મુંબઈ : એસબીઆઇ મેગ્નમ કોન્ટ્રા , એચડીએફસી ઇક્વિટી અને રિલાયન્સ ગ્રોથ સહિત

આઠ ભારતીય ફંડ્સે છેલ્લા દાયકાનાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાં વિશ્વનાં 25 ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં સ્થાન મેળવ્યું છે એવી માહિતી ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ મોર્નિંગસ્ટારે આપી છે.


અર્થતંત્રની ઝડપી વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારના કુલ મૂલ્યમાં 10 ગણા વધારાનો આ ફંડ્સને લાભ મળ્યો છે. જેને કારણે આ ફંડ્સ રોકાણકારોને ઉત્કૃષ્ટ વળતર આપવામાં સફળ રહ્યાં છે.

આઠ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સે છેલ્લા દાયકામાં ચક્રવૃદ્ધિ ધોરણે 31 ટકાથી 38 ટકાની રેન્જમાં વૃદ્ધિ દર્શાવી છે. સેન્સેક્સે 10 વર્ષમાં 17.8 ટકાના ચક્રવૃદ્ધિ દરે વળતર આપ્યું છે. આ ગાળામાં રશિયાના આરટીએસે 28.6 ટકા અને ઇન્ડોનેશિયાના જેએસએક્સ કમ્પોઝિટે 24.4 ટકાનું વળતર આપ્યું છે.

મોર્નિંગસ્ટારે જણાવ્યું હતું કે , 15 વર્ષમાં ભારતની 12 ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાં વિશ્વનાં ટોચનાં 25 ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સમાં સ્થાન મેળવ્યું છે.

મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ ધ્રુવ રાજ ચેટરજીએ કહ્યું હતું કે , રશિયા અને ઇન્ડોનેશિયાનાં શેરબજારે છેલ્લાં 10-15 વર્ષમાં આપણા કરતાં સારી કામગીરી દર્શાવી છે. જોકે , અન્ય દેશો પાસે વળતર હાંસલ કરવા ભંડોળ નહીં હોવાથી ટોચનાં 25 ફંડ્સની યાદીમાં ભારતીય ઇક્વિટી ફંડ્સે મોટી સંખ્યામાં સ્થાન મેળવ્યું છે.

ભારતીય શેરબજારનું કુલ કેપિટલાઇઝેશન ડિસેમ્બર 2010 માં ગયા દાયકના પ્રારંભના 148 અબજ ડોલરથી વધીને 1.6 ટ્રિલિયન ડોલરે પહોંચ્યું છે. જોકે , છેલ્લાં પાંચ વર્ષમાં અથવા વર્ષ 2010 માં કોઈ ભારતીય ફંડે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ફંડ્સની યાદીમાં સ્થાન મેળવ્યું નથી.

છેલ્લાં પાંચ વર્ષમાં ટોપ- 25 ફંડ્સની યાદીમાં ચીન કેન્દ્રી ફંડ્સનું પ્રભુત્વ રહ્યું છે. સેન્સેક્સે ડિસેમ્બર 2010 માં પૂરા થયેલા પાંચ વર્ષમાં 16.9 ટકા અને વર્ષ 2010 માં 17.4 ટકાનું વળતર આપ્યું છે.

ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ડિસેમ્બર 2010 માં પૂરાં થયેલાં પાંચ વર્ષમાં 19.3 ટકા વધ્યો છે. જ્યારે વર્ષ 2010 માં તેમાં 14.3 ટકાનો ઘટાડો નોંધાયો છે.

એશિયામાં વર્ષ 2010 માં સૌથી ખરાબ પ્રદર્શન કરનારાં બજારોમાં ચીન મોખરે રહ્યું છે. ચીનનો શાંઘાઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ આ ગાળામાં 14 ટકાથી વધુ ઘટ્યો છે. ઉલ્લેખનીય છે કે , વર્ષ 2009 માં તેમાં 80 ટકાનો વધારો જોવા મળ્યો હતો એવી માહિતી મોર્નિંગસ્ટારે આપી હતી.

મોર્નિંગસ્ટારના અહેવાલમાં જણાવ્યા અનુસાર '' ચુસ્ત નાણાનીતિ , એસેટ બબલ પર અંકુશ માટે સરકારે લીધેલાં પગલાં (જેમાં રિયલ એસ્ટેટ માર્કેટ પર નિયંત્રણ) અને મોટી સંખ્યામાં આઇપીઓને કારણે થયેલા કેપિટલ ડાઇવર્ઝનની સૂચકાંક પર અસર પડી છે. સમગ્ર વર્ષમાં ચીનના અર્થતંત્રએ વૃદ્ધિ દર્શાવી હોવા છતાં શેરબજારમાં ઘટાડો નોંધાયો છે.

નવા રોકાણકારો માટેની સોનેરી સલાહો

શેરબજારમાં નવા રોકાણકાર છો? બજારમાં રોકાણ શરૂ કરતાં અગાઉ કઈ બાબતોનો ખ્યાલ રાખવો તે અંગે ઇટીઆઇજી તમને કેટલીક મહત્ત્વની ટિપ્સ આપી રહ્યું છે. હંમેશા એવું જોવા મળે છે કે નવા રોકાણકારો નાણાંથી આકર્ષાઈને શેરબજારમાં રોકાણ શરૂ કરે છે. મોટા ભાગના કિસ્સામાં તેઓ કંપનીના શેરના ભાવમાં વધ-ઘટ પાછળના તર્કને અવગણતા હોય છે. શેરબજારમાં જેઓ પ્રવેશે છે તે તમામ લોકો ચોખ્ખા નફા સાથે જ તેમાંથી બહાર નીકળે છે તેવું નથી. આનાથી ઊલટું બજારમાં પ્રવેશવું સરળ છે અને રોકાણ કરવું અને સતત નફો રળવો તેટલું જ અઘરું છે.

શેરબજારમાં નવા પ્રવેશકો માટે નીચે શું કરવું અને શું ના કરવું જોઈએ તે માટેનાં કેટલાંક સૂચનો આપ્યાં છે. બજારમાં કોઈ યોગાનુયોગ નથી હોતો. જો તમારો હેતુ ટૂંકા ગાળામાં મોટી કમાણી કરવાનો હોય તો અન્ય કોઈ પરિબળો કરતાં નસીબદાર હોવું જરૂરી બની રહે છે. આ માટે તમારે નુકસાન કરવાની તૈયારી પણ રાખવી જરૂરી છે કેમ કે ટૂંકા ગાળામાં શેરના ભાવમાં મોટી વધ-ઘટ જોવા મળતી હોય છે. જેનું કોઈ દેખીતું કારણ પણ જોવામાં આવતું નથી હોતું. જો તમે કંપની વિશે કોઈ સ્પષ્ટ અભિપ્રાય ધરાવતા ના હોવ તો ઇક્વિટીમાં રોકાણ કરવાનું ટાળો. યોગ્ય યોજના તૈયાર કરીને જ શેરોમાં રોકાણની શરૂઆત કરો. નાણાં રોકો તે અગાઉ કંપનીની નાણાકીય કામગીરી અને તેના બિઝનેસનો અભ્યાસ કરો.

ટોપ-10માંથી 5નાં માર્કેટકેપમાં 40k કરોડનું ધોવાણ

વિતેલાં સપ્તાહ દરમિયાન ટોચની 10 માંથી 5 કંપનીના માર્કેટકેપમાં 40,695.4

કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. જાહેર હસ્તકની કંપની
NTPC એ સૌથી વધુ નુકસાન સહન કરવું પડ્યું હતું.

NTPC નું માર્કેટકેપ 12,409.41 કરોડ રૂપિયાના ઘટાડા સાથે 1,45,738.51 કરોડ રૂપિયા થયું હતું.

FMCG કંપની ITC નું માર્કેટકેપ 11,884.95 કરોડ રૂપિયા ઘટીને 1,18,000.58 કરોડ રૂપિયા થયું હતું.

આઈટી ક્ષેત્રની બે અગ્રણી કંપનીઓ TCS અને ઈન્ફોસિસ ટેકનોલોજીસના માર્કેટકેપમાં સંયુક્તપણે 14,042.49 કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. આ સાથે TCS નું માર્કેટકેપ 2,24,706.13 કરોડ જ્યારે ઈન્ફોસિસનું માર્કેટકેપ 1,74,897.05 કરોડ રૂપિયા નોંધાયું હતું.

ખાનગી ક્ષેત્રની ICICI બેન્કના માર્કેટકેપમાં 2,358.51 કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. આ સાથે તેનું માર્કેટકેપ ઘટીને 1,14,465.96 કરોડ રૂપિયા નોંધાયું હતું.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન માર્કેટકેપમાં વધારો નોંધાવનાર કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેમજ જાહેર ક્ષેત્રની કંપની ONGC એ સારી વૃદ્ધિ નોંધાવી હતી.

ONGC નું માર્કેટકેપ 11,699.62 કરોડ રૂપિયા વધીને 2,54,589.7 કરોડ રૂપિયા નોંધાયું હતું જ્યારે ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટકેપ 1,636.53 કરોડ રૂપિયાના ઉછાળા સાથે 3,00,956.95 કરોડ રૂપિયાની સપાટીએ પહોંચ્યું હતું.

સરકાર હસ્તકની કંપની કોલ ઈન્ડિયાએ સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન તેના માર્કેટકેપમાં 2431.8 કરોડ રૂપિયાનો વધારો જોવાયો હતો. કંપનીનું માર્કેટકેપ વધીને 1,94,543.89 કરોડ રૂપિયા થયું હતું.

દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું માર્કેટકેપ 1,787.49 કરોડ રૂપિયા વધીને 1,68,062.8 કરોડ રૂપિયા નોંધાયું હતું.

આ ઉપરાંત ટોચની ટેલિકોમ કંપની ભારતી એરટેલનું માર્કેટકેપ 1,784.83 કરોડ રૂપિયાના વધારા સાથે 1,26,001.71 કરોડ રૂપિયા નોંધાયું હતું.

વિતેલાં સપ્તાહ દરમિયાન મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 2.1 ટકા ગગડીને 18,008.15 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

Sunday, February 6, 2011

શેરબજારમાં ઘટાડો આગળ વધી શકે છે

ભારતીય શેરબજાર આ સપ્તાહમાં પણ ગબડવાનું ચાલુ રાખે એવી શક્યતા છે. કારણ કે વધતા જતા ફુગાવાની ચિંતા અને ઇજિપ્તમાં ચાલુ

રહેલી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે રોકાણકારો તેમના રોકાણમાં ઘટાડો કરે એવી શક્યતા છે એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.


બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જનો મુખ્ય શેર નિર્દેશાંક સેન્સેક્સ જાન્યુઆરી માસમાં 10.6 ટકા ગબડ્યો હતો અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ તેનો ઘટાડો ચાલુ રહ્યો હતો. ગયા શુક્રવારે સેન્સેક્સ 441 પોઇન્ટ ઘટીને બંધ રહ્યો હતો.

મોતીલાલ ઓસ્વાલ સિક્યોરિટીઝના એસોસિયેટ ડિરેક્ટર , ઇક્વિટીઝ એન્ડ ડેરિવેટિવ્ઝ , મનીષ શાહે જણાવ્યું હતું કે , વડાપ્રધાન મનમોહને જણાવ્યું હતું કે વૃદ્ધિના વેગમાન સામે ફુગાવો ' ગંભીર ખતરો ' ઊભો કરી રહ્યો છે એવું નિવેદન આપ્યું તેથી રોકાણકારોના માનસને આંચકો લાગ્યો હતો.

Insurance policies in demat form soon

Insurance policies in dematerialized form could soon be a reality with the Insurance Regulatory and Development Authority constituting a panel to look into electronic policies.

According to insurance companies, the issue of policies in demat form will significantly bring down costs and improve efficiency. It would also make online purchase of insurance plans much easier and benefit life as well as non-life companies. In life companies policies such a move would enable policies to be held in demat form just like mutual funds and other securities. In the non-life industry, it would facilitate trade by allowing shippers use electronic letters of credit.

The working group constituted by IRDA is headed by A Giridhar who will be the chairman of the working group. From the life industry, it will have Sandeep Bakhshi, MD, ICICI Prudential Life, Jayant Dua, MD, Birla Sun Life, V Phillip, CEO, Bajaj Allianz Life, Amitabh Choudhary, HDFC Standard Life. Garuav Garg, MD, Tata AIG Life Insurance is the sole non-life member. The group will also have representatives from the two depositories CDSL and NSDL.

"We had submitted a proposal where companies could be allowed to issue policies in electronic form with the consent of the customer. Considering that the cost of dispatching each policy ranges between Rs 40 to Rs 50 the industry will be able to reduce costs substantially if this were allowed" said SB Mathur, chief executive of Life Insurance Council. He said that while earlier an insurance policy was legally required as evidence of contract the Information Technology Act of 2000 had paved the way for issue of documents in electronic form.

While the industry is eyeing electronic policies in the form of statements through email, the IRDA wants to consider a complete overhaul of the back end as well. This would involve transferring the entire database of policyholders to a central depository such as NSDL or CDSL. However, some of the companies are reluctant to share their databases as they feel that it would increase costs and not serve much of a purpose since policies are not traded.

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports