Market Ticker

Translate

Wednesday, June 3, 2015

જયપુરમાં શરૂ થઈ મેટ્રો, મહિલા ડ્રાઈવરે દોડાવી ટ્રેન

શરૂઆતમાં મેટ્રો નવ સ્ટેશન્સને કવર કરશે.રાજસ્થાનનું જયપુર શહેર વિશ્વના ચૂનંદા શહેરોમાં સામેલ થઇ ગયું, જ્યાં મેટ્રો ટ્રેન ચાલે છે. રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે સિંધિયા દ્વારા બુધવારે બપોરે મેટ્રો ટ્રેનને લીલીઝંડી દેખાડવામાં આવી.  અહીંની મેટ્રો અન્ય શહેરોની મેટ્રોની તુલનામાં કેટલીક ખાસિયત ધરાવે છે. તેમાં એક ખાસિયત છે કે મેટ્રોનું સંચાલન મહિલાઓના હાથમાં છે. 
 રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરારાજે સિંધિયાએ જયપુરમાં માનસરોવર મેટ્રો સ્ટેશન પર લીલીઝંડી દેખાડી હતી. ખુદ તેઓ પણ આ મેટ્રો ટ્રેનમાં સવાર થયા હતા. આ સાથે જ જયપુરનું નામ પણ વિશ્વના એ શહેરોમાં સામેલ થઈ ગયું છે, જ્યાં મેટ્રોની સુવિધા છે. બુધવારે બપોરે બે વાગ્યાથી આ સેવાને જાહેર જનતા માટે ખુલી મુકવામાં આવશે. 
 
સૌથી ગતિસભર રીતે પૂર્ણ થયો પ્રોજેક્ટ
 
અનેક ડેડલાઈન મીસ થવા છતાં જયપુર મેટ્રો સર્વિસને દેશમાં સૌથી ઝડપથી પૂર્ણ થયેલો મેટ્રો રેલ પ્રોજેક્ટ માનવામાં આવે છે. તેને રેકોર્ડ ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યો છે. 
 
સ્કૂટર નહીં ચલાવનારી ટ્રેન ચલાવશે 
 
જયપુર મેટ્રોની ઓપરેટિંગ ટીમના 24 સભ્યો પૈકી 6 મહિલાઓ છે. તેમાંની એક ઝુંઝુનુ જિલ્લાના ખેતડીની રહેવાસી કુસુમ કંવરના અનુસાર મને વાતનું ગર્વ છે કે મેટ્રોના સંચાલનમાં હું ભાગીદાર બની છું. મારા પપ્પા વાતે ગર્વ અનુભવી રહ્યા છે કે જે દીકરીને તેઓ બાઇક ચલાવવાનો ઇનકાર કરતા હતા તે હવે જયપુરમાં મેટ્રો ચલાવશે. 
 
કુસુમની સાથી મોનિકા મિત્તલે જણાવ્યું હતું કે, મારું બેન્ક પીઓમાં સિલેક્શન થયું હતું પણ મેટ્રો ઓપરેટર બનવાથી જે ખુશી થઇ તેને વર્ણવી શકાય તેમ નથી. સામાન્ય રીતે લોકોને મહિલાઓના ડ્રાઇવિંગ પર ઓછો વિશ્વાસ રહે છે પણ મારા માટે સેફ્ટી સૌથી વધારે મહત્વપૂર્ણ છે. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે પહોંચાડવા મારું લક્ષ્ય છે.આ મહિલાઓમાંથી અમુકને પરિવારજનોએ તેમના ગામમાં વાહન પણ ચલાવવા દીધું ન હતું. હવે તેઓ જાહેર પરિવહનનું એક એવું માધ્યમ સંભાળશે જે આગામી સમયમાં જાહેર પરિવહનની દશા અને દિશા બદલી નાખશે. 
 દર એક મિનિટના અંતરે ટ્રેન મળશે.PHOTOS: જયપુરમાં શરૂ થઈ મેટ્રો, મહિલા ડ્રાઈવરે દોડાવી ટ્રેન
મેટ્રોની મુખ્ય બાબતો અને લાભો 
 
*9.63 કિલોમીટરનું અંતર 23 મિનિટમાં પૂર્ણ થશે. 
*માનસરોવર, આતિશ માર્કેટ, વિવેક વિહાર, શ્યામનગર, સોઢાલા, સિવિલ લાઈન્સ, જયપુર જંકશન, સિંધી કેમ્પ, ચાંપોલ એમ નવ સ્ટેશન્સ રસ્તામાં આવશે. 
*ત્રીસ સેકન્ડથી લઈને બે મિનિટના સ્ટોપેજ રહેશે 
*રૂ. 5,10, અને 15ની ટિકિટ રહેશે
*દર દસ મિનિટના અંતરે ટ્રેન મળશે 
*દસ ટ્રેનો આખા દિવસમાં 131 રાઉન્ડ ટ્રીપ લેશે. 
*દરેક ટ્રેનમાં ચાર કોચ હશે 
*સવારે 6.45 કલાકથી રાત્રે નવ કલાક સુધી સેવા ચાલુ રહેશે
*એક ટ્રેનમાં 1100 મુસાફરો સવારી કરી શકશે 
*એક દિવસમા 1.20 લાખ મુસાફરો સવારી કરી શકશે 
*નવ કિલોમીટરના માર્ગ પર ચોથા ભાગનો ટ્રાફિક ઘટી જવાની શક્યતા છે. 
*બે હજાર જેટલી મેટ્રોની નજીકની કોલોનિઝને નવા ફીડર માર્ગો ખુલતા લાભ થશે. 
*પર્યટકોની સંખ્યામાં પાંચથી દસ ટકાનો વધારો થવાની શક્યતા છે
*જયપુરમાં દર વર્ષે પંદર લાખ મુસાફરો આવે છે. 

મારુતિએ 27.6 Kmpl માઈલેજ આપતી Celerio ડીઝલ કાર લોન્ચ કરી

મારુતિએ 27.6 Kmpl માઈલેજ આપતી Celerio ડીઝલ કાર લોન્ચ કરીદેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તેની કાર મારુતિ સેલેરિયોનું ડીઝલ વર્ઝન લોન્ચ કર્યું છે. 800 સીસી ડીઝલ એન્જિનની સાથે કંપનીની આ પહેલી કાર છે. કંપનીનો દાવો છે કે મારુતિ સેલેરિયોનું ડીઝલ વર્ઝન 27.62 કિલોમીટર પ્રતિ કલાક માઈલેજ આપશે.
નવું ડીઝલ એન્જિન 800cc  કેટેગરીમાં સૌથી નાનું એન્જિન છે. આ એન્જિન મારુતિએ જાતે ડિઝાઈન કર્યું છે, પરંતુ તેને ફિયાટ સાથે મળીને તૈયાર કરાયું છે. નાની કાર ખરીદવા માંગતા લોકો માટે આ એક મોટું આકર્ષણ હશે.
 
શું છે વિશેષતા

> એન્જિનમાં 800 સીસીના ટ્વિન સિલિન્ડર છે. જે 50 બીએચપીનો પાવર જનરેટ કરે છે. આ એન્જિનના કારણે તે દેશની સૌથી વધુ ઈંધણ એફિશિયન્ટ કાર બની ગઈ છે.  
> સેલેરિયો ઝેડએક્સઆઈ એએમટી બોડી કલર હેન્ડલ્સ સાથે આવશે.
 >  તેમાં વિંગ મિરર અને રિયર વિન્ડો વાયપર પણ લાગેલા હશે.
> આ ઉપરાંત કી-લેસ એન્ટ્રી, સ્ટીયરિંગ પર ઓડિયો કન્ટ્રોલ, ટેમ્પરેચર ડિસ્પ્લે જેવા ફિચર્સ પણ હશે. ।
> મારુતિ સેલેરિયોના આ મોડલમાં એબીએસ તથા પેસેન્જર એરબેગ નહીં હોય.
 
4 મોડલમાં આવશે મારુતિ સેલેરિયો ડીઝલ
 
કંપનીના જણાવ્યા મુજબ, સેલેરિયો ડીઝલને 4 વેરિયન્ટમાં લોન્ચ કરાશે. જેમાં એલએક્સઆઈ, વીએક્સઆઈ, ઝેડએક્સઆઈ અને ઝેડએક્સઆઈ(ઓ)નો સમાવેશ થાય છે. આ ચારેયની કિંમત 4.30 લાખ રૂપિયાથી લઈને 5.50 લાખ રૂપિયા હશે.
 
કોની સાથે ટક્કર
 
સેલેરિયો ડીઝલની ટક્કર શેવરલે બીટી ડીઝલ, હ્યુન્ડાઈ આઈ 10 ગ્રાન્ડ અને ટાટાની હેચબેક કારો સાથે થશે.
 
ઓટોમેટિક વર્ઝન પણ લોન્ચ થશે
 
કંપની ડીઝલ એન્જિનમાં ઓટોમેટિક વર્ઝન પણ રજૂ કરશે. કંપની ઓટોમેટિક વર્ઝન ક્યારે લોન્ચ કરશે તે કહેવું હાલ મુશ્કેલ છે પરંતુ પોસાય તેવા ભાવમાં ઓટોમેટિક કાર ખૂબ લોકપ્રિય સાબિત થઈ શકે છે.
 
સૌથી સસ્તી કાર હશે
 
ડીઝલ સેલેરિયો કાર સેગમેન્ટમાં ભારતમાં અત્યાર સુધીની સૌથી સસ્તી ડીઝલ કાર છે.

Tuesday, June 2, 2015

15 જૂનથી દેશભરમાં ફ્રી રોમિંગની સુવિધા

હવે દેશમાં મોબાઈલ સેવા રોમિંગ ફ્રી થશે. કેન્દ્રીય દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદે આ અંગે આજે જાહેરાત કરી છે.

roming

નવી દિલ્હી, તા. 2 જૂન

તેમણે કહ્યુ છે કે 15 જૂનથી સમગ્ર દેશમાં આ સેવા લાગૂ કરવામાં આવશે. જો કે હાલ આ સેવા ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ના નેટવર્ક પર શરૂ થશે. રવિશંકર પ્રસાદે એનડીએ સરકારના એક વર્ષ પૂર્ણ થવા પર આ અંગેની જાહેરાત કરી છે.

જમ્મૂ કાશ્મીરમાં મોબાઈલ ટાવરો પર સતત થઈ રહેલા હુમલાઓને જોતા કેન્દ્રીય મંત્રીએ કહ્યુ છે કે ટાવરોની સુરક્ષા વધરાવામાં આવશે. આ ઉપરાંત તેમણે મહત્વપૂર્ણ પર્યટક સ્થળો પર સેહલાણીએને સુવિધાઓ આપવાની વાત પણ કરી હતી. તેમણે કહ્યુ છે કે આવનારા બે વર્ષમાં પ્રવાસન સ્થળો પર વાઈ-ફાઈ સુવિધા અપાશે.દૂર સંચાર મંત્રીએ એમ પણ કહ્યુ કે સ્પેક્ટ્રમ શેરિંગ અને ટ્રેડિંગ પોલીસી આ મહીને કેબીનેટ પાસે જશે. તેમણે કહ્યુ છે કે આશા છે કે જુલાઈ કે ઓગસ્ટ સુધી પોસ્ટ વિભાગને પેમેન્ટ બેંક લાઈસન્સ મળી જશે.

બીએસએનએલે ગયા મહિને પોતાની લેન્ડલાઈન સેવાના ઠપ્પ થઈ રહેલા બિઝનેસને સુધારવા માટે રાતે ફ્રી કોલિંગની સુવિધા શરૂ કરી છે. 1 મેથી પ્રભાવીત થયેલી આ સ્કીમ હેઠળ બીએસએનએસે દેશના કોઈ પણ ઓપરેટર (મોબાઈલ ફોન સહિત)ને રાતે 9 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ફ્રી કોલિંગની સુવિધા આપી છે.

RIL-પાયોનિયર JVએ EFSને $2.15 અબજમાં વેચી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેની શેલ ગેસની સંયુક્ત સાહસ ભાગીદાર પાયોનિયર નેચરલ રિસોર્સિસ કંપનીએ ઇએફએસ મિડસ્ટ્રીમનું એન્ટરપ્રાઇઝ પ્રોડક્ટ્સ 
પાર્ટનર્સને 2.15 અબજ ડોલરમાં વેચાણ કરવા કરાર કર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઇએફએસ મિડસ્ટ્રીમમાં રિલાયન્સનું મૂડીરોકાણ 30 કરોડ ડોલર છે. સોદો નોંધપાત્ર પ્રીમિયમે થયો છે. રિલાયન્સ ઇએફએસના વેચાણમાંથી મળેલા ભંડોળનો ઉપયોગ શેલ ગેસ પોર્ટફોલિયોના વધુ વિસ્તરણ અને ઋણની ચુકવણી માટે કરશે. 

રિલાયન્સ હોલ્ડિંગ યુએસએના પ્રેસિડન્ટ અને સીઇઓ વોલ્ટર વાન દિ વિવેરે જણાવ્યું હતું કે, "ઇએફએસનું વેચાણ અમારા શેરધારકોના મૂલ્યમાં નોંધપાત્ર વૃદ્ધિની તક આપશે. અમે એન્ટરપ્રાઇઝ સાથે લાંબા ગાળાના સંબંધથી ખુશ છીએ. એન્ટરપ્રાઇઝ ઉત્તર અમેરિકાની અગ્રણી ઇન્ટિગ્રેટેડ મિડસ્ટ્રીમ ઊર્જા કંપનીઓમાં સામેલ છે." રિલાયન્સે ત્રણ સંયુક્ત સાહસ દ્વારા અમેરિકામાં શેલ ગેસ બિઝનેસમાં 8.1 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. 

એન્ટરપ્રાઇઝ પ્રોડક્ટ પાર્ટનર્સ એક્વિઝિશન માટે બે હપતામાં રકમ ચૂકવશે. 2015ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ડીલ પૂરી થવાના સમયે 1.15 અબજ ડોલર ચૂકવાશે. જ્યારે ડીલ ક્લોઝ થયાના 12 મહિના પછી એક અબજ ડોલરનું પેમેન્ટ કરાશે. નીચા વોલ્યુમ અને રિયલાઇઝેશનમાં નોંધપાત્ર ઘટાડાને લીધે રિલાયન્સના શેલ ગેસ બિઝનેસની આવક અને નફામાં ઘટાડો નોંધાયો છે. 

કંપનીએ અમેરિકા ખાતેના ત્રણ શેલ ગેસ સંયુક્ત સાહસમાં મૂડીખર્ચ ઘટાડ્યો છે. એસેટ્સનું વેચાણ કંપનીને તરલતાની સ્થિતિ હળવી કરવામાં મદદ કરશે.

BSE સેન્સેક્સમાં 661 પોઈન્ટનું તોતિંગ ગાબડું

:RBIની સમીક્ષા બેઠકમાં આગામી દિવસોમાં ચોમાસાની સ્થિતિને લઈને વ્યાજદરમાં વધુ ઘટાડા અંગે અનિશ્ચિતતા જણાતા બજારમાં વેચવાલીનું ઘોડાપૂર જોવા મળ્યું હતું અને રેટ સેન્સિટિવ શેરો સહિત સાર્વત્રિક વેચવાલીથી સેન્સેક્સ 661 પોઈન્ટ અથવા 2.37 ટકા તૂટ્યો હતો.

RBIએ રેપો રેટમાં અપેક્ષા પ્રમાણે 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો જે, બજારની અપેક્ષાએ ખરો ઉતર્યો ન હતો. હવે રેટમાં વધુ ઘટાડાનો નિર્ણય કરતાં પહેલાં ફુગાવાની સ્થિતિ, વૈશ્વિક બજારોની વોલેટિલિટીની રૂપિયા પર થતી અસર વગેરે જેવા મેક્રોઈકોનોમિક ડેટાની સ્થિતિ ચકાસવામાં આવશે, તેમ મધ્યસ્થ બેન્કે જણાવ્યું હતું.

આજે દિવસ દરમિયાન મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ઉપરમાં 27902.53 અને નીચામાં 27158.35 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 688.54 પોઈન્ટ ગગડીને 27,155.95 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8,445.35 અને 8,226.25 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 196.95 પોઈન્ટ ગગડીને 8236.45 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.22 ટકા અને 2.06 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE રિયલ્ટી ઈન્ડેક્સ 3.83 ટકા, BSE બેન્કેક્સ 3.46 ટકા, BSE FMCG ઈન્ડેક્સ 2.83 ટકા, BSE ઓટો ઈન્ડેક્સ 2.08 ટકા અને BSE IT ઈન્ડેક્સ 1.42 ટકા ઘટ્યા હતા.

ભવ્ય નજારો : 1000 કરોડની સંપત્તિના માલિક 25 કરોડ ખર્ચી સંન્યાસી બન્યાં

દિલ્હીના જાણીતા ઉદ્યોગપતિ ભંવરલાલ દોશીએ અબજો રૂપિયાનું સામ્રાજ્ય અને વિલાસ છોડીને અમદાવાદમાં રવિવારના રોજ દીક્ષાદાનેશ્વરી આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી છે. મંડાર નિવાસી બિઝનેસમેન ભંવરલાલ દોશી હવે મુનિરાજ ભવ્યરત્નવિજયજી મહારાજ સાહેબ તરીકે ઓળખાશે. શહેરના એઇએસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા દીક્ષા મહોત્સવમાં 1 લાખથી વધુ જૈન શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
 
મને ઓઘો મળ્યો મારા ભવનો ફેરો ટળ્યો
 
આ એક અનોખો દીક્ષા સમારંભ હતો. મૂળ રાજસ્થાનના અબજોપતિ ઉદ્યોગપતિ ભંવરલાલ દોશીએ દીક્ષા લીધી. આ સમારંભની ભવ્યતા એવી હતી કે તેના માટે રૂ.25 કરોડ ખર્ચાઈ ગયા. તેનો થીમ જહાજનો રખાયો હતો. મંડપ જહાજ જેવો, સેવક જહાજના કેપ્ટનની ભૂમિકામાં હતા. તેનું કારણ એ હતું કે ભવસાગર પાર કરવા સંયમરૂપી જહાજ જરૂરી છે.

ભવ્ય નજારો: સંયમ જહાજ માટે ખાસ નાવિકોનો ડ્રેસ કોડ

ઉદ્યોગપતિ ભંવરલાલ દોશીનો દીક્ષા સમારોહ રવિવારે અમદાવાદ એજ્યુકેશન ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમટી પડ્યા હતા. દીક્ષા જ્યારે સ્થળે વિશાળ સંયમ જહાજ બનાવવામાં આવ્યું હતું.ભવ્ય નજારો : 1000 કરોડની સંપત્તિના માલિક 25 કરોડ ખર્ચી સંન્યાસી બન્યાં
 
9 ચો. ફૂટના મંડપમાં એક લાખ લોકો ઉમટી પડ્યા
262 બસો, 25 સુરક્ષા એજન્સી, 30 આયોજન સમિતિ
1000 સાધુ અને વ્યવસ્થા માટે દોઢ હજાર સ્વયંસેવક
15 કરોડ રૂપિયા દાન, 2.41 કરોડમાં દોશીનું નામકરણ
15  કરોડ કુલ ઉછામણીના ઉપજ્યા
3.61  કરોડ વિજય તિલક
2.41  કરોડ નામકરણ
1  હજાર સાધુ-સાધ્વી
1  લાખ શ્રાવકો ઉપસ્થિત
65  હજાર લોકોએ ભોજન લીઘુ
25  કરોડ મહોત્સવ ખર્ચ
દેવો સે બડા જૈન મુનિ કા માન: ભંવરલાલની દીક્ષા બાદ ફરતી થઈ તસવીરો

દેવો સે બડા જૈન મુનિ કા માન: ભંવરલાલની દીક્ષા બાદ ફરતી થઈ તસવીરો

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે આજે વહેલી સવારે 1 લાખથી વધુ લોકોની ઉપસ્થિતિમાં મુમુક્ષુ ભંવરલાલ દોશીએ દીક્ષાદાનેશ્વરી આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં સંયમ જીવન સ્વીકાર્યુ હતુ. લક્ષાધિપતિ ભંવરલાલે પોતાના સંસારી જીવનની સાથોસાથ તમામ ધનદૌલતનો ત્યાગ કરી દીધો હતો. માથાના વાળ પણ ત્યાગી દીધા હતા અને ભંવરલાલમાંથી ભવ્યરત્નવીજયજી બન્યા હતા.
 
ભંવરલાલની દીક્ષા બાદ જૈન સમાજમાં વોટ્સએપ ભવ્યરત્નવીજયજી મહારાજ સાહેબના યશોગાન કરતી કેટલીક તસવીરો ફરતી થઈ હતી. જેમાં સંયમજીવન સ્વીકારવા બદલ ભંવરલાલની ભારોભાર પ્રસંશા છલકતી હતી.

મુંબઈમાં બને છે વિશ્વની સૌથી ઊંચી રહેણાંક ઇમારત: 1450 ફૂટની ઊંચાઈ, 117 માળ

- મુંબઇના વર્લીમાં બની રહી ધ વર્લ્ડ વન ટાવર: પ્રોજેક્ટમાં થશે 2000 કરોડ રૂપિયા ખર્ચ 
- ફ્લેટ ખરીદનારને મળશે પ્રાઇવેટ જેટ / રોલ્સ રોયની સુવિધા

પ્રોજેક્ટ 17 એકરમાં હાથ ધરાઇ રહ્યો છે. તેને બનાવવામાં 2000 કરોડ રૂપિયા ખર્ચ થશે. ઇમારતનો પ્રથમ ફ્લોર જમીનથી 75 મીટરની ઊંચાઇએ બનાવવામાં આવ્યો છે.ફ્લેટ્સનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ જોર્જિયો અરમાનીએ કર્યું છે. તે જિમ , ક્લબ હાઉસ ,સ્પા , ક્રિક્રેટ પીચ પણ ધરાવે છે. ઇમારત 2016 - 17માં બનીને તૈયાર થઇ જશે. લોધા ગ્રુપ તેની વેબસાઈટ પર લખે છે,"કલ્પના કરો કે તમે ખાનગી જેટમાંથી ઉતરો અને રોલ્સ રોયસમાં ઘરે પહોંચો. ત્યારે એક બટલર તમારી દરેક જરૂરિયાતને પૂર્ણ કરવા તૈયાર હોય. ઘરે પરત ફરવાના અનુભવને નવો અહેસાસ મળશે. જે અતુલ્ય હશે. આથી જ તેનું નામ સિજન્ટ ફ્લોર રાખ્યું છે. વર્લ્ડ ટાવર્સના દરેક ટાવરમાં અલગ જ ફેસિલિટી હશે."
 ‘ ધ વર્લ્ડ વન ટાવર ’
 
- ‘ ધ વર્લ્ડ વન ટાવર ’ ની ખાસિયતો
- 1450 ફૂટની ઊંચાઈ
- 117  માળ ઇમારતમાં
- 300 ફ્લેટ હશે
- 8 કરોડ રૂિપયા આરંભિક કિંમત
 
ત્રણ ટાવર્સનો સમુહ

વર્લ્ડ ટાવર વન એ મૂળતઃ ત્રણે ટાવરનો સમુહ છે. જે વક્રાકાર છે. વર્લ્ડ વન એ વિશ્વનો સૌથી મોટો રહેણાક ટાવર છે. જ્યારે વર્લ્ડ વ્યુ તથા વર્લ્ડ ક્રેસ્ટ નામના ટાવર્સ એ કંપનીના મતે 'મુંબઈની આભને આંબતી મહત્વકાંક્ષાઓ'ના પ્રતિક છે. ટાવર્સના નિર્માણ માટે લોખંડ સિમેન્ટ ઉપરાંત કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 
 
રિસેપ્શન લોબી પણ અરમાની/કાસા દ્વારા ડિઝાઈન કરવામા આવી છે. લોધા ગ્રુપનો દાવો છે કે, અગાઉ ક્યારેય ન જોવામાં ન આવ્યું હોય તેવું વોટર આર્ટ વર્લ્ડ ટાવર વનમાં જોવા મળશે. લોધાગ્રુપના પ્રોજેક્ટ્સ મુંબઈ, થાણે, દહીંસર, પુના અને હૈદરાબાદમાં ચાલી રહ્યા છે.
‘ ધ વર્લ્ડ વન ટાવર ’‘ ધ વર્લ્ડ વન ટાવર ’
- કયા માળે કેવું મકાન
 
81 માળથી ઉપર
ડુપ્લેક્સ વર્લ્ડ મેન્શન , તેના વિષે હાલમાં જાણકારી અપાઇ નથી.
 
41 થી 80 માળ
વર્લ્ડ વિલા (ખાનગી પુલ સાથે) - 7000 વર્ગફૂટ.અરમાનીએ પૂરું ડિઝાનિંગ કર્યું છે.
 
1 થી 40 માળ
3 બીએચકે ફ્લેટ - 2800 વર્ગફૂટ, 4 બીએચકે ફ્લેટ - 3400 વર્ગફૂટ. અહીં માત્ર અરમાની દ્વારા ડિઝાઇન થયેલ  ફર્નિચર મળશે.
 
6 માળના પોડિયમ અને કાર પાર્કિંગ

- વિશ્વના બીજા ટાવરો અને તેમની ઉંચાઈ
 
પેટ્રન ટાવર, મલેશિયા
1483 ફૂટ
 
શાંઘાઇ સેન્ટર, શાંઘાઇ
1614 ફૂટ
 
બૂર્જ ખલીફા,દુબઇ
2716 ફૂટ

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports