- મુંબઇના વર્લીમાં બની રહી ધ વર્લ્ડ વન ટાવર: પ્રોજેક્ટમાં થશે 2000 કરોડ રૂપિયા ખર્ચ
- ફ્લેટ ખરીદનારને મળશે પ્રાઇવેટ જેટ / રોલ્સ રોયની સુવિધા
પ્રોજેક્ટ 17 એકરમાં હાથ ધરાઇ રહ્યો છે. તેને બનાવવામાં 2000 કરોડ રૂપિયા ખર્ચ થશે. ઇમારતનો પ્રથમ ફ્લોર જમીનથી 75 મીટરની ઊંચાઇએ બનાવવામાં આવ્યો છે.ફ્લેટ્સનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ જોર્જિયો અરમાનીએ કર્યું છે. તે જિમ , ક્લબ હાઉસ ,સ્પા , ક્રિક્રેટ પીચ પણ ધરાવે છે. ઇમારત 2016 - 17માં બનીને તૈયાર થઇ જશે. લોધા ગ્રુપ તેની વેબસાઈટ પર લખે છે,"કલ્પના કરો કે તમે ખાનગી જેટમાંથી ઉતરો અને રોલ્સ રોયસમાં ઘરે પહોંચો. ત્યારે એક બટલર તમારી દરેક જરૂરિયાતને પૂર્ણ કરવા તૈયાર હોય. ઘરે પરત ફરવાના અનુભવને નવો અહેસાસ મળશે. જે અતુલ્ય હશે. આથી જ તેનું નામ સિજન્ટ ફ્લોર રાખ્યું છે. વર્લ્ડ ટાવર્સના દરેક ટાવરમાં અલગ જ ફેસિલિટી હશે."
- ‘ ધ વર્લ્ડ વન ટાવર ’ ની ખાસિયતો
- 1450 ફૂટની ઊંચાઈ
- 117 માળ ઇમારતમાં
- 300 ફ્લેટ હશે
- 8 કરોડ રૂિપયા આરંભિક કિંમત
ત્રણ ટાવર્સનો સમુહ
વર્લ્ડ ટાવર વન એ મૂળતઃ ત્રણે ટાવરનો સમુહ છે. જે વક્રાકાર છે. વર્લ્ડ વન એ વિશ્વનો સૌથી મોટો રહેણાક ટાવર છે. જ્યારે વર્લ્ડ વ્યુ તથા વર્લ્ડ ક્રેસ્ટ નામના ટાવર્સ એ કંપનીના મતે 'મુંબઈની આભને આંબતી મહત્વકાંક્ષાઓ'ના પ્રતિક છે. ટાવર્સના નિર્માણ માટે લોખંડ સિમેન્ટ ઉપરાંત કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
રિસેપ્શન લોબી પણ અરમાની/કાસા દ્વારા ડિઝાઈન કરવામા આવી છે. લોધા ગ્રુપનો દાવો છે કે, અગાઉ ક્યારેય ન જોવામાં ન આવ્યું હોય તેવું વોટર આર્ટ વર્લ્ડ ટાવર વનમાં જોવા મળશે. લોધાગ્રુપના પ્રોજેક્ટ્સ મુંબઈ, થાણે, દહીંસર, પુના અને હૈદરાબાદમાં ચાલી રહ્યા છે.
- કયા માળે કેવું મકાન
81 માળથી ઉપર
ડુપ્લેક્સ વર્લ્ડ મેન્શન , તેના વિષે હાલમાં જાણકારી અપાઇ નથી.
ડુપ્લેક્સ વર્લ્ડ મેન્શન , તેના વિષે હાલમાં જાણકારી અપાઇ નથી.
41 થી 80 માળ
વર્લ્ડ વિલા (ખાનગી પુલ સાથે) - 7000 વર્ગફૂટ.અરમાનીએ પૂરું ડિઝાનિંગ કર્યું છે.
વર્લ્ડ વિલા (ખાનગી પુલ સાથે) - 7000 વર્ગફૂટ.અરમાનીએ પૂરું ડિઝાનિંગ કર્યું છે.
1 થી 40 માળ
3 બીએચકે ફ્લેટ - 2800 વર્ગફૂટ, 4 બીએચકે ફ્લેટ - 3400 વર્ગફૂટ. અહીં માત્ર અરમાની દ્વારા ડિઝાઇન થયેલ ફર્નિચર મળશે.
3 બીએચકે ફ્લેટ - 2800 વર્ગફૂટ, 4 બીએચકે ફ્લેટ - 3400 વર્ગફૂટ. અહીં માત્ર અરમાની દ્વારા ડિઝાઇન થયેલ ફર્નિચર મળશે.
6 માળના પોડિયમ અને કાર પાર્કિંગ
- વિશ્વના બીજા ટાવરો અને તેમની ઉંચાઈ
પેટ્રન ટાવર, મલેશિયા
1483 ફૂટ
શાંઘાઇ સેન્ટર, શાંઘાઇ
1614 ફૂટ
1614 ફૂટ
બૂર્જ ખલીફા,દુબઇ
2716 ફૂટ
2716 ફૂટ
No comments:
Post a Comment