મૌલી દવે
2007માં યોજાયેલા સારેગામાપા ચેલેન્જમાં પોતાની ગાયકી પ્રતિભાથી એક ગુજરાતી યુવતીએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના વિવિધ રાજ્યો અને વિદેશોમાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોના દિલ જીતી લીધા હતા. તેની ગાવાની સ્ટાઇલ અને અવાજના કારણે તેને ભારતીય શકીરાનો ટેગ આપવામાં આવ્યો અને તે આ જ નામથી વધારે લોકપ્રિય બની. આ સિંગર અન્ય કોઇ નહીં પરંતુ જેટલો મધુર તેનો અવાજ છે એટલી જ સુંદર મૌલી દવે.
મૌલીનો જન્મ અમદાવાદમાં હેંમત અને દિપ્તી દવે પરિવારમાં 3 જૂનના રોજ થયો. તે માત્ર 10 મહિનાની હતી ત્યારથી જ તેણે ગાવાની શરૂઆત કરી દીધી હતી અને તેના સગાસંબધીઓ તેને પુમ-પુમ કહીને બોલાવતા હતા, માત્ર 10 મહિનાની હતી ત્યારે જ લોકો તેનું સાચું નામ ભૂલી ગયા હતા અને તેને આ હુલામણા નામથી બોલાવતા હતા. મૌલી જ્યારે બે વર્ષની હતી ત્યારે તેના માતા પિતા અમેરિકા સ્થાયી થવા જતા રહ્યાં હતા. યુએસના હોસ્ટન, ટેક્સાસમાં તેના માતા દિપ્તી દવેએ એ તમામ બાબતો મૌલીને શીખવી જેના કારણે મૌલીને જીવનમાં ક્યારેય બીજા પર નિર્ભર રહેવું ના પડે.
જેના કારણે મૌલી સ્પોર્ટ્સ, માર્શલ આર્ટ્સ, ક્લાસિકલ ડાન્સ, ક્લાસિકલ મ્યુઝીક, ઇન્સ્ટ્રુમેન્ટ, ફાઇન આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ જેવા વિવિધ ક્ષેત્રનું જ્ઞાન મેળવી શકી. તેની માતાનું માનવું હતું કે મૌલી માટે એક નહીં અનેક ક્ષેત્રના દરવાજા ખુલ્લા હોવા જોઇએ અને તે વિવિધ તકોનો લાભ લઇ શકતી હોવી જોઇએ.
અમદાવાદમાં શીખ્યું ક્લાસિકલ મ્યુઝિક
મૌલીના માતાએ તેને અને તેના ભાઇ ઓમકારને દાદીમા સાથે રહેવા માટે અમદાવાદ મોકલ્યા હતા, અમદાવાદમાં 1995થી 2000 સુધી મૌલી રહી હતી, જ્યાં તેણે દિવ્યાંગ ઠાકુર પાસે ભારતીય ક્લાસિકલ મ્યુઝીક શીખ્યું. તેમજ 12 વર્ષની ઉમરે તેણે કુચીપુડી નૃત્ય શીખવાની શરૂઆત કરી હતી અને ડિપ્લોમા મેળવ્યું હતું. આ સાથે જ તેણે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષા શીખવાની પણ શરૂઆત કરી હતી. 2000માં તે યુએસ પરત ફરી હતી, જ્યાં તેણે નાની ઇવેન્ટમાં 12 વર્ષની ઉમરે પ્રોફેશનલ સિંગિંગ પર્ફોર્મન્સ શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેણે ભરતનાટ્યમ, ઓડિસી અને હિપ હોપ ડાન્સ સ્ટાઇલ પણ શીખી છે.2007માં યુએસમાં જીતી મિસ ટીન ઇન્ડિયા ટેક્સાસ પેજન્ટ
મૌલી મિસ ટીન ઇન્ડિયા ટેક્સાસ પેજન્ટમાં ભાગ લેવા નહોતી ઇચ્છતી પરંતુ તેના માતાએ તેને ઘણી સમજાવી હતી, જેના કારણે મૌલીએ 2007માં આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો, એટલું જ નહીં પરંતુ તે આ ઇવેન્ટ પણ જીતી હતી.
2007માં સારેગામાપા ચેલેન્જમાં લીધો ભાગ
જે વર્ષે મિસ ટીન ઇન્ડિયા ટેક્સાસ પેજન્ટમાં ભાગ લીધો હતો એ જ વર્ષે તેણે ભારતના સિંગિંગ કાર્યક્રમ સારેગામાપામાં ભાગ લીધો હતો, પ્રારંભથી જ તેણે જજો અને દર્શકોનું દીલ જીતી લીધું હતું, બધાને લાગતુ હતું યુએસથી આવેલી આ છોકરી લાંબુ ખેંચી નહીં શકે પરંતુ તેણે પોતાની ગાયકીથી બધાને ચોંકાવી દીધા હતા. આ સ્પર્ધામાં તે ફાઇન્લિસ્ટ સુધી પહોંચી હતી. આ શો દરમિયાન તેણે ગાયેલા ‘મૈયા મૈયા’ સોંગે ઘણી પ્રસિદ્ધિ અપાવી હતી અને તેને ભારતીય શકીરાના નામથી સંબોધવામાં આવી. આ ઉપરાંત તેણે અન્ય કેટલીક ટીવી શ્રેણી અને શોમાં પણ ભાગ લીધો છે, તેમજ ટીવીએસ સ્કૂટી જેવી વિવિધ જાહેરખબરોમાં પોતાનો અવાજ આપ્યો છે.

ગૌરવંતી ગુજરાત એવોર્ડ
મૌલીએ 2010માં યોજાયેલા ગૌરવંતી ગુજરાત એવોર્ડ દરમિયાન તેને અપકમિંગ સિંગરની ટ્રોફીથી નવાજવામાં આવી હતી અને બે વિવિધ એવોર્ડ માટે તેને નોમિનેટ પણ કરવામાં આવી હતી. 2010માં તેને જય વીરુ ફિલ્મ માટે ગાયેલા આગરે કા ઘાઘરા સોંગ માટે અપકમિંગ ડેબુડન્ટ સિંગરની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી

No comments:
Post a Comment