વોશિંગ્ટનઃ ન્યૂજર્સીની કોર્ટે આજે સંદીપકુમાર પટેલ નામના વ્યક્તિને ભારતમાંથી લોકોને ગેરકાયદે અમેરિકામાં ઘૂસડાવના આરોપમાં 30 મહિનાની જેલની સજા ફટકારી છે. તે સિવાય કોર્ટે સંદીપકુમાર પટેલને 50000 ડોલરનો (અંદાજે 32 લાખ રૂ.) દંડ અને ઇન્ટરનલ રેવન્યૂ સર્વિસ (IRS)માં 423,452 ડોલર (અંદાજે 2.71 કરોડ રૂ.) જમા કરવાનો આદેશ આપ્યો છે.
એડિસનના રહેવાસી પટેલને ગત વર્ષે આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર, વર્ષ 2001થી 2009 દરમિયાન આઠ વર્ષના ગાળામાં પટેલે ભારતીય નાગરિકોના ખોટી રીતે H1B વિઝા મેળવ્યા. તેણે વિઝા માટે ખોટો દાવો કર્યો હતો કે, તે ન્યૂજર્સીની વિવિધ કંપનીઓમાં ટેક્નિકલ ફિલ્ડ્સમાં લોકોને નોકરી આપશે. આવી રીતે સંદીપે લોકોને અમેરિકામાં ઘૂસાડ્યા.
ખોટી રીતે મેળવેલા વિઝા પર અમેરિકામાં ઘૂસવા બદલ લોકો જરૂરી સર્ટિફિકેટ મેળવવા પટેલને મોટી લાખો રૂપિયા ચૂકવતા હતા. પોતાની સ્કીમને છુપાવવા માટે પટેલે પેરોલ ચેક્સ અને પેરોલ ફોર્મ્સ પણ ઇશ્યૂ કર્યા હતા.
અમેરિકામાં પટેલ થકી ઘૂસેલા લોકોએ તેની પાસેથી પેરોલ ચેક લઇને પાછા તેને જ આપી દેવાના. તે સિવાય કંપનીના નામે જે ટેક્સનો ખર્ચ થતો તે પણ સંદીપ પટેલ ઘૂસણખોરી કરનારા લોકો પાસેથી જ વસૂલ કરતો હતો.
તે સિવાય લોકોના વિઝા એક્સ્ટેન્ડ કરવા માટે પણ સંદીપ કુમાર જે ખોટા ડોક્યુમેન્ટ્સ કોર્ટમાં રજૂ કરતો હતો તેનો તમામ ખર્ચ તે લોકો પાસેથી જ વસૂલતો હતો.
પટેલે ઇન્કમ ટેક્સ રિટર્નમાં પોતાના પેરોલમાં ખર્ચ વધુ પડતો દર્શાવતા તે IRSની નજરે ચડ્યો હતો. તેણે ચાર વર્ષમાં પેરોલમાં 1.4 મિલિયન ડોલરનો (અંદાજે 8.96 કરોડ રૂ.) ખર્ચ દર્શાવ્યો હતો. આથી તે વર્ષોમાં પેરોલમાં ખોટો ખર્ચ દર્શાવવા બદલ તેને 400000 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.
No comments:
Post a Comment