વેરાવળ: વિશ્વ વિખ્યાત એવા દેશના બાર જયોર્તિલીંગમાંના પ્રથમ એવા સોમનાથ મંદિર ખાતે છેલ્લા બે દિવસથી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં દર્શાનાર્થે આવતા બિન હિન્દુ દર્શાનાર્થીઓને ટ્રસ્ટની મંજુર બાદ જ મંદિરમાં પ્રવેશ આપવમાં આવશે તેવા સુચના બોર્ડો પ્રવેશ દ્વાર પર લગાવાતા દેશ વિદેશથી દર્શનાર્થે આવતા ભાવીકોમાં કુતુહલ સર્જાયું છે. સોમનાથ મંદિરમાં હવે માત્ર હિન્દુઓને જ પ્રવેશ મળશે, તેવી સૂચનાનું બોર્ડ મંદિર પરિસરમાં મારવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં મારવામાં આવેલા બોર્ડમાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે બિન હિન્દુઓએ મંદિરમાં પ્રવેશવા માટે ઓફિસમાંથી મંજૂરી લેવી પડશે.
- મંદિર પરિસરમાં લગાવવામાં આવી નોટીસ
- મંદિર પરિસરમાં લગાવવામાં આવી નોટીસ
- દર્શન કરવા માટે ઓફિસમાંથી લેવી પડશે મંજૂરી
- સોમનાથ મંદિરમાં બિન હિન્દુઓને પ્રવેશ માટે પ્રતિબંધની સુચનાનું બોર્ડ લગાવવામાં આવ્યું
- સોમનાથ મંદિરમાં બિન હિન્દુઓને પ્રવેશ માટે પ્રતિબંધની સુચનાનું બોર્ડ લગાવવામાં આવ્યું
જો કે ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાનાં જણાવ્યા મુજબ સોમનાથ મંદિર હિન્દુ સમાજની આસ્થાનું કેન્દ્ર છે અને દરેક હિન્દુ મંદિરો પર આ પ્રકારના બોર્ડ લગાવવામાં આવેલા છે જેથી સોમનાથ મંદિર ખાતે પણ આ બોર્ડ લગાવવામાં આવ્યા છે : વિજયસિંહ ચાવડા, જનરલ મેનેજર, સોમનાથ ટ્રસ્ટ
અત્રે નોંઘનીય છે કે, સોમનાથ મંદિર ટૂસ્ટના ટ્રસ્ટી પદે દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી બીરાજમાન છે અને બીનસાંપ્રદાયીક દેશમાં સોમનાથ મંદિર ખાતે દેશ વિદેશના લાખો ભાવીકો દર્શનાર્થે આવે છે ત્યારે એકાએક સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના બોર્ડ લગાવાતા દર્શાનાર્થે આવતા ભાવકો આ બોર્ડ વાંચી અચરજ પામી રહ્યા છે.
No comments:
Post a Comment