Market Ticker

Translate

Thursday, February 2, 2012

મારુતિએ લોન્ચ કરી નવી સસ્તી ડિઝાયર

મારુતિ સુઝુકીએ તેની એન્ટ્રી લેવલની સેડાન કાર ડિઝાયરના એક નાના વેરિએન્ટને આજે લોન્ચ કર્યું હતું. આ કારની કિંમત
4.79 લાખ થી 7.09 લાખ રૂપિયાની રેન્જમાં છે. ડિઝાયરનું આ નવું મોડલ પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને વિકલ્પોમાં ઉપલબ્ધ બનશે.

આ કારની લંબાઈ 4 મીટરથી ઓછી છે અને તેને કારણે તેના પર 10 ટકા એક્સાઈઝ ડ્યૂટી ઓછી લાગશે.

નવી ડિઝાયરનું પેટ્રોલ મોડલ 1200 સીસીના એન્જિન જ્યારે ડિઝવ વેરિએન્ટમાં 1300 સીસીનું એન્જિન છે. પેટ્રોલ કારમાં ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળશે.

મારુતિ સુઝુકી ઈન્ડિયાના મેનેજિંગ એક્ઝિક્યુટિવ ઓફિસર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) મયંક પરીકે જણાવ્યું હતું કે કંપની તેના વેન્ડરોએ નવી ડિઝાયર પર 230 કરોડ રૂપિયાથી વધુનુ મૂડીરોકાણ કર્યું છે. નવું મોડલ જૂના મોડલની સરખામણીમાં 25000 થી 30,000 રૂપિયા જેટલું સસ્તું છે.

કંપનીએ નવી ડિઝાયરના પેટ્રોલ એન્જિન વેરિએન્ટની કિંમત 4.79 લાખ રૂપિયાથી 6.54 લાખ રૂપિયાની વચ્ચે રાખી છે જ્યારે ડીઝલ મોડલની કિંમત 5.80 લાખથી 7.09 લાખ રૂપિયાની રેન્જમાં રાખી છે. પહેલાથી બજારમાં મોજૂદ ડિઝાયરની કિંમત 4.94 લાખથી 7.29 લાખની રેન્જમાં ચાલી રહી છે. નવી ડિઝાયરનું ઉત્પાદન કંપનીના માનેસર પ્લાન્ટમાં કરવામાં આવશે.

જાન્યુઆરીમાં FIIએ ભારતમાં 26 હજાર કરોડ રૂપિયા ઠાલવ્યા

વિદેશી રોકાણકારોએ જાન્યુઆરી 2012 માં ભારતના બજારમાં આશરે રૂ. 26,000 કરોડ ( 5.08 અબજ
ડોલર)નું રોકાણ કર્યું છે , જે 16 મહિનામાં સૌથી વધુ ચોખ્ખું માસિક રોકાણ છે. ફુગાવાના દરમાં ઘટાડો અને આકર્ષક વેલ્યુએશનને કારણે રોકાણ પ્રવાહને વેગ મળ્યો હતો.

બજારની નિયમનકારી સંસ્થા સેબીના ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ જાન્યુઆરી 2012 માં ભારતના શેરબજાર અને દેવા બજારમાં કુલ રૂ. 76,548 કરોડની ખરીદી કરી હતી , જ્યારે કુલ વેચાણ રૂ. 50,219 કરોડનું કર્યું હતું. તેનાથી ચોખ્ખો રોકાણ પ્રવાહ રૂ. 26,329 કરોડ થયો હતો.

Tuesday, January 24, 2012

NRIs સાથે નોટ રિક્વાયર્ડ ઈન્ડિયન્સ જેવો વ્યવહાર

મુકેશ પટેલ

બ્રિટનમાં સ્થાયી થયેલા નોન-રેસિડેન્ટ ઈન્ડિયન (NRI) ઈન્દુભાઈ અમીનને 2009-10 માટે ભારતમાંના તેમના નોન-રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટની બેન્ક ડિપોઝીટ્સ પર વ્યાજની 3 લાખની આવક થાય છે. તો તેને 1.60 લાખની વ્યક્તિગત આવકવેરા મુક્તિ મર્યાદા અને 80C હેઠળ 1 લાખના ડીડક્શનને બાદ કરતાં તેમને 10 ટકાના પ્રથમ સ્લેબ પ્રમાણે 40,000ની ઈફેક્ટિવ ટેક્સેબલ ઈન્કમ પર 4,000નો આવકવેરો ભરવો પડે છે.

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports