Friday, December 10, 2010

SEBIએ ગુજરાતની છ સહિત સાત કંપની પર પ્રતિબંધ મૂક્યો

બજાર નિયમનકાર સંસ્થા SEBI બુધવારે ગુજરાત સ્થિત કંપની અને મહારાષ્ટ્ર સ્થિત એક કંપનીને રોકાણકારોની તકરાર નિવારવામાં


નિષ્ફળ રહેવા બદલ જામીનગીરી બજારમાં કામકાજ કરતાં અટકાવી છે.

કંપનીઓમાં ઈશ્વર મેડિકલ સર્વિસિસ , નિયોન રેઝિન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ , ઇન્ડો અમેરિકન ઓપ્ટિક્સ , ભુવન ત્રિપુરા ઇન્ડસ્ટ્રીઝ , આકાર લેમિનેટર્સ , શિકાગો સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ અને હિન્દુસ્તાન ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ્સનો સમાવેશ થાય છે.

સેબીએ ઈશ્વર મેડિકલ સર્વિસિને બાદ કરતાં કંપનીઓના કેટલાક ડિરેક્ટરો પર પણ બજારમાં કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. 24 સપ્ટેમ્બર 2008 ના અંતે ઈશ્વર મેડિકલ સામે રોકાણકારોની 143 ફરિયાદો પેન્ડિંગ હતી. તેવી રીતે સેબીને નિયોન રેઝિન્સ સામે પણ કેટલાંક રોકાણકારોની ફરિયાદ મળી હતી.

સેબીએ જણાવ્યું હતું કે , સેબી નિયોન રેઝિન્સ અને તેના ડિરેક્ટર્સ - શેખર જૈન , રશ્મિ ઓઝા , હરીશ અગ્રવાલ , સંજય જૈન , સંદીપ મિત્તલ , વી એસ રાઠોડ અને જી પી સુરેખાને જામીનગીરી બજારમાં કામકાજ કરતા અટકાવે છે અને તેમના પર જામીનગીરી વેચવા , ખરીદવા કે અન્ય સોદા કરવાનો પ્રતિબંધ મૂકે છે.

સેબીએ ઇન્ડો અમેરિકન ઓપ્ટિક્સ લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ યશવંતરાય ધીરુભાઈ દેસાઈ , બીના અમિત શાહને જામીનગીરી બજારમાં કામ કરતાં અટકાવ્યાં છે. તેમની સામે જામીનગીરી બજારમાં ખરીદ , વેચાણ કે અન્ય સોદા કરવા સામે પણ પ્રતિબંધ મૂક્યો છે.

સેબીએ ભુવન ત્રિપુરા ઇન્ડસ્ટ્રીઝ અને તેના ડિરેક્ટર વૈષ્ણવ ત્રિભુવન નયનકુમાર પર પણ પ્રતિબંધ મૂક્યો છે. તેવી રીતે આકાર લેમિનેટર્સ અને તેના ડિરેક્ટર્સ હિતેષ રવીન્દ્ર શાહ , વિનોદભાઈ તારાચંદ શેઠ અને હસમુખભાઈ તારાચંદ શેઠને બજારમાં કામકાજ કરતા અટકાવ્યા છે.

ઉપરાંત શિકાગો સોફ્ટવેર અને તેના ડિરેક્ટર અરવિંદભાઈ વી શાહ , મંજુલાબેન ડી દેસાઈ , ધીરુભાઈ આર દેસાઈ , હિન્દુસ્તાન ઇન્ડસ્ટ્રીઝ અને તેના ડિરેક્ટર્સ ડી ડબલ્યુ કોકબિલ , ભાગુભાઈ પટેલ પર પ્રતિબંધ મૂક્યો છે.

No comments:

Post a Comment