Tuesday, December 21, 2010

નિલેકણી ભારતીયોને વિશિષ્ટ નંબર આપશે : સ્માર્ટ કાર્ડ નહીં


નંદન નિલેકણીની અધ્યક્ષતામાં રચાયેલી યુનિક આઇડેન્ટિટી માટેની નેશનલ ઓથોરિટી તમામ ભારતીયોને વિશેષ નંબર આપવાનો લક્ષ્યાંક ધરાવે છે, સ્માર્ટ કાર્ડ નહીં.

વિવિધ મંત્રાલય તેમના હેતુ માટે આ નંબરનો ઉપયોગ કરી બાયોમેટ્રિક કાર્ડ ઇશ્યૂ કરવાનું પસંદ કરે એ વાત જુદી છે. જોકે, નિલેકણીની ટીમ તમામ નાગરિકોને વિશેષ નંબર આપવા પર ધ્યાન કેનિ્દ્રત કરશે અને અન્ય લોકો તેમના હેતુ માટે જરૂરી કાર્ડ ઇશ્યૂ કરવાનું કામ કરશે.
UID નંબર વિશે તમે જાણવા ઇચ્છો તે તમામ વિગતો
સરકાર દેશના દરેક નાગરિકને એક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવાની પ્રક્રિયામાં જોર શોરથી જોડાઇ ગઇ છે. સરકારની યોજના અનુસાર 2011 સુધીમાં તમામ નાગરિકોને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર આપવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે સરકારે ઇન્ફોસિસના ચેરમેન નંદન નિલેકણીની પસંદગી કરી છે.

એટલે કે આ નવા ઓર્ગેનાઇઝેશનના ચીફ નંદન નિલેકણી છે. નંદન હવે ઇન્ફોસિસના કૉ-ચેરમેન નથી પણ કેબિનેટ મિનિસ્ટરના દરજ્જાનો હોદ્દો ધરાવે છે. આગળ એક પછી એક જાણીએ કે યુનિક આઇડેન્ટિટી શું છે ?, તે કેવી રીતે કામ કરશે ? વગેરે વગેરે...

ગૂગલ અર્થને ભારતનો જવાબ...ભુવન


જો ગૂગલ અર્થ કામ ન કરે તો વિકલ્પ શોધવાની કોઈ જરૂર નથી...કારણ કે હવે ગૂગલ અર્થને ભારતનો જવાબ...ભુવનના રૂપમાં મળી ગયો છે. જીહાં, ગૂગલ અર્થની જેમ જ હવે ઈસરોએ ભુવનનું લોન્ચિંગ કર્યું છે. પીએમઓના રાજ્યકક્ષાના પ્રધાન પૃથ્વીરાજ ચૌહાણે જીઓ પોર્ટલ ભુવન (3D મેપિંગ ટ્રલ )નું બીટા વર્જન www.bhuvan.nrsc.gov.in લોન્ચ કર્યું હતું.

ઈસરો તરફથી ભુવન એક ક્રાંતિકારી મેપિંગ એપ્લિકેશન છે. ઈસરોના દાવા પ્રમાણે ભુવન ગૂગલ અર્થની સરખામણીમાં સારા રેઝલ્યુશન વાળી ઈમેજીસ સામે લાવશે.

ઇન્ફ્રા ક્ષેત્રે વીમા કંપનીઓ રોકાણ કરી શક્શે

સૂચિત 11 અબજ ડોલરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળને જોરદાર વેગ મળ્યો છે કેમ કે વીમા નિયમનકારે વીમા કંપનીઓને આ ભંડોળમાં રોકાણ કરવાની મંજૂરી આપી છે.

આયોજન પંચના અંદાજ અનુસાર બારમી યોજના દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે એક ટ્રિલિયન ડોલરની જરૂર પડશે કે જેમાંની મોટા ભાગની રકમ ખાનગી ક્ષેત્રમાંથી આવી રહી છે.

ચર્ચા સાથે સંકળાયેલા એક સરકારી અધિકારીએ ઇટીને જણાવ્યું હતું કે ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી અથવા ઇરડાએ સૂચિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં રોકાણ કરવા વીમા કંપનીઓને મંજૂરી આપવા માટે નિયમોમાં સુધારો કરવાની સહમતી આપી હતી.

વીમા નિયમનકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સમગ્રતયા રોકાણ કરવાની મંજૂરીના ભાગરૂપે ઇન્ફ્રા ફંડમાં રોકાણ કરવાની સહમતી આપી છે. આના કારણે વીમા કંપનીઓ મહત્તમ માત્રામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોકાણ કરી શકશે.

વીમા કંપનીઓ તેમના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોના 15 ટકા સુધીની રકમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સામાજિક ક્ષેત્રે રોકાણ માટે ફાળવી શકશે. પરંતુ હાલના નિયમો તેમને ફક્ત એએએ અથવા એએ ક્રેડિટ રેટિંગ ધરાવતા ડેટ પેપરમાં જ રોકાણ કરવાની મંજૂરી આપે છે.

આ નિયંત્રણનો અર્થ એ થયો કે વાસ્તવિક ફાળવણી ઘણી નીચી છે. નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ તાજેતરમાં મળેલી પાર્લામેન્ટરી કન્સલ્ટેટિવ કમિટીની બેઠકમાં કહ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે જરૂરી ભંડોળમાં 30 ટકાનો ગાળો પડી શકે તથા આ ક્ષેત્રને ભંડોળ પૂરું પાડવા વીમા તથા પેન્શન ફંડની જંગી રકમને વચ્ચે લાવવાનું આહ્વાન કર્યું હતું.

એક અગ્રણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ કંપનીમાં કામ કરતા અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે , વીમા કંપનીઓ લાંબા ગાળાનું રોકાણ કરવા માટે યોગ્ય સ્થળ શોધી રહી છે તથા આવાં ફંડ 9-11 ટકાની વચ્ચેનું સારું વળતર આપે છે.

પરંતુ આયોજન પંચ દ્વારા આગળ ધપાવવામાં આવેલા ફંડને નાણામંત્રાલય સહિત મોટા ભાગનાં મંત્રાલયો તરફથી આવકાર મળ્યો નથી .

તેનાથી વિપરીત નાણામંત્રાલયે એવી ભલામણ કરી છે કે એક મોટા ફંડના સ્થાને અનેક ફંડની રચના કરવી જોઈએ તથા આવા ફંડ માટે માળખું નક્કી કરવાની ચર્ચા પણ યોજી રહ્યું છે .

જે પદ્ધતિ નક્કી કરવામાં આવે તે પરંતુ ઇરડાનું પગલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સ્થપાયેલા કોઈ પણ ફંડને લાંબા ગાળાની બચત ઉપલબ્ધ કરાવશે . આ ઇન્ફ્રા ફંડ પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને ડેટ ઉપલબ્ધ કરાવશે .

બેન્કો પોતાની અસ્કામતો તથા જવાબદારીઓની અસમાનતાના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની જરૂરિયાતને પૂર્ણ કરી શકતી નથી . કારણ કે તેમની પાસે રહેલું થાપણોનું ભંડોળ તેમણે સામાન્ય રીતે 3-5 વર્ષમાં પરત કરવાનું હોય છે.

Saturday, December 18, 2010

ONGCમાં શેર વિભાજન, ડિવિડન્ડ અને બોનસ

ઊર્જાનું શોધકાર્ય કરતી ભારતની સૌથી મોટી કંપની , ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશને સ્પેશિયલ ડિવિડન્ડ , બોનસ શેર

અને શેર વિભાજનને મંજૂરી આપી છે. સરકાર માર્ચમાં કંપનીમાંથી તેનો હિસ્સો વેચવા વિચારી રહી છે તે અગાઉ કંપનીએ જાહેરાત કરી હતી.

સરકારી માલિકીની ઓએનજીસી રૂ. 10 ની મૂળ કિંમતના શેર પર રૂ. 32 નું મધ્ય વર્ષનું ડિવિડન્ડ આપશે , શેરધારકો પાસેના પ્રત્યેક શેર દીઠ એક શેર વિના મૂલ્યે આપશે અને દરેક શેરનું બે ભાગમાં વિભાજન કરશે , એમ બીએસઇને મોકલેલા એક નિવેદનમાં કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું.

સરકાર હોસ્પિટલો , બંદરો અને વીજ મથકો બાંધવા ઓએનજીસીમાં તેનો 5 ટકા હિસ્સો વેચીને નાણાં એકત્ર કરવાની છે. ઓએનજીસીના શેર વેચાણમાં આશરે 3.1 અબજ ડોલર એકત્ર થવાની સંભાવના છે , જે સરકારે 31 માર્ચના અંતે પૂરા થતા વર્ષમાં એસેટ વેચાણના નક્કી કરેલા લક્ષ્યાંકનો આશરે 35 ટકા હિસ્સો હશે.

જિયોજિત બીએનપી પારિબા ફાઇનાન્શિયલ સર્વિસિસના હેડ-રિસર્ચ એલેક્સ મેથ્યુઝે જણાવ્યું હતું કે , ડિવિડન્ડ હું અપેક્ષા રાખતો હતો તેનાથી વધુ છે. તેઓ શેર વેચાણમાં વધુ લોકોને આકર્ષવા વિના મૂલ્યે શેરો અને ડિવિડન્ડ આપી રહ્યા છે.

બીએસઇમાં ઓએનજીસીનો શેર 0.55 ટકા વધીને રૂ. 1,329.10 પર બંધ રહ્યો હતો.
કેન્દ્ર સરકારે ઓક્ટોબરમાં કોલ ઇન્ડિયાની આઇપીઓમાંથી રૂ. 15,200 કરોડ ( 3.3 અબજ ડોલર) એકઠા કર્યા હતા. પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને સરકારે નવેમ્બરમાં સાથે મળીને રૂ. 7,440 કરોડ એકઠા કર્યા હતા.

ઓએનજીસીના હિસ્સાના વેચાણની યોજના મધ્ય-ફેબ્રુઆરીને બદલે વિલંબમાં પડીને માર્ચમાં જઈ શકે છે. કારણ કે તેના ચેરમેન આર એસ શર્માએ 13 ડિસેમ્બરના રોજ જણાવ્યું હતું કે કંપનીએ તેની રિફાઇનરીઓને ઓઇલ વેચાણમાં કેટલું ડિસ્કાઉન્ટ આપવું પડે તે નક્કી કરી રહી છે.

ઓએનજીસીને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સહિતની રિફાઇનરીઓને નીચા ભાવે (ડિસ્કાઉન્ટમાં) ઓઇલ પૂરું પાડવાનું હોય છે , જેથી રિફાઇનરીઓને ફુગાવાને કાબૂમાં રાખવા નીચા ભાવે ઈંધણ વેચવામાં જે ખોટ થાય તેને ભરપાઈ કરી શકાય.

GDR રૂટનો ઉપયોગ કરી શેરના ભાવમાં વધારો કરાય છેઃ

બજારમાં અત્યંત ઓછી જાણીતી કંપનીઓ દ્વારા વિદેશની ઇક્વિટી જારી કરી કરવા સામે રોકાણકાર હિત સંરક્ષક જૂથે અવાજ ઉઠાવતા ચેતવણી આપી છે કે પ્રકારના ઓફરિંગનું ધ્યેય શેરના ભાવમાં વધારો કરવાનું લાગે છે.

પ્રકારની રીતરસમ અંગે જાણતા પણ ઓન રેકોર્ડ બોલવાની ઇચ્છા ધરાવતા કેટલાક બેન્કરો અને શેરદલાલોના જણાવ્યા મુજબ પ્રકારના સોદાઓમાં કંપનીઓ સ્થાનિક શેર ધરાવતી કંપનીઓને ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ્સ કે જીડીઆર ઓફર કરે છે અને તે હેતુ માટે લાઇન લગાવીને ઊભેલા અજ્ઞાત રોકાણકારોને શેર આપી ઝડપથી નાણા ઊભા કરે છે. અહીં રોકાણકારો અંગે અસ્પષ્ટતા પ્રવર્તે છે.

તેઓનું કહેવું છે કે પ્રકારના સોદા માટે કંપની કેટલીક ઓફશોર બેન્કોનો સંપર્ક સાધે છે , જેમણે નવી રચાયેલી શેલ કંપનીઓને ધિરાણ કર્યું હોય છે. રીતે કાગળિયા પર ઊભી થયેલી કંપનીઓ ગ્લોબલ ડિપોઝિટરી રિસીપ્ટ્સ ઇશ્યૂમાં રોકાણ કરે છે અને ઇશ્યૂઅર કંપની તેના પછી રકમ બેન્કને ટ્રાન્સફર કરે છે જે પ્રકારના સોદાનું મૂળ છે.

આમ અહીં નાણા એક સર્કલમાં ફરે છે , કંપનીએ વિદેશમાં ઇક્વિટી શેરો પ્રીમિયમે વેચ્યા હોવાથી ભારતીય બજારમાં તેના શેરના ભાવ વધે છે. એક વખત શેરના ભાવ વધે પછી ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ્સનું શેરમાં રૂપાંતરણ થાય છે અને જરાપણ શંકા જાય તેવા રોકાણકારોને તે પધરાવી દેવાય છે , એમ કેટલીક અગ્રણી લિસ્ટેડ બ્રોકરેજ ફર્મ્સના અધિકારીઓએ જણાવ્યું હતું.

લગભગ 20 થી પણ વધારે કંપનીઓ છેલ્લા બે વર્ષ કરતાં પણ વધારે સમયથી પ્રકારની રીતરસમ સાથે સંકળાઈ છે , એમ તેઓએ જણાવ્યું હતું.

બ્રોકરેજ ફર્મ ઇલરા કેપિટલના ચેરમેન અને સીઇઓ રાજ ભટ્ટના જણાવ્યા મુજબ કન્વર્ટિબલ બોન્ડ્સની તુલનાએ વિદેશી ઇક્વિટી ઓફરિંગના ઉદાર નિયમોના લીધે કેટલીક ભારતીય કંપનીઓ રૂટે ભંડોળ ઊભું કરવાનો વિકલ્પ અપનાવી રહી છે.

બોમ્બે શેરહોલ્ડર્સ એસોસિયેશના વડા અશોક બકલીવાલનું કહેવું છે કે જીડીઆર દ્વારા નાણા ઊભા કરનારી મોટા ભાગની કંપનીઓનો કોઈ ટ્રેક રેકોર્ડ નથી અને તેઓનું બ્રોકિંગ ફર્મ દ્વારા ટ્રેકિંગ પણ કરવામાં આવતું નથી.

2011માં શેરબજાર રેન્જ-બાઉન્ડ રહેશે : મોતીલાલ ઓસ્વાલ

ભારતીય શેરબજાર વર્ષ 2011 માં રેન્જ-બાઉન્ડ રહેશે તેવો અભિપ્રાય ટોચની એક બ્રોકિંગ કંપનીના અધિકારીએ બુધવારે વ્યક્ત

કર્યો હતો.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર રામદેવ અગ્રવાલે જણાવ્યું હતું કે , અમારી ધારણા છે કે વર્ષ 2011 માં ભારતીય બજાર રેન્જ-બાઉન્ડ રહેશે. સ્થિર નફાવૃદ્ધિને જોતા બજારમાં ઘટાડો મર્યાદિત રહેશે પરંતુ તે સાથે કિંમતોને વધારના કારણોના અભાવે વધારો પણ મર્યાદિત રહેશે.

બે વર્ષ વૃદ્ધિમાં વિરામ લીધા પછી ભારતનું કોર્પોરેટ સેક્ટર નાણાકીય વર્ષ 2011-12 માં 24 ટકાના સંયુક્ત વાર્ષિક વૃદ્ધિ દરે નફો કરશે તેવી શક્યતા છે એમ તેમણે જણાવ્યું હતું.

ક્રૂડની કિંમતમાં થઈ રહેલા વધારાને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે કોમોડિટીના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને તેની સાથે સ્થાનિક સ્તરે સતતા ઊંચા ફુગાવાના કારણે આગળ જતા નફાવૃદ્ધિમાં ઓટ આવવાનું જોખમ વધશે. જોકે , જીડીપીમાં સાધારણ વૃદ્ધિની સરખામણીમાં નફા વૃદ્ધિ ઊંચી રહેશે. તેનો અર્થ થયો કે જીડીપીના સંદર્ભમાં કોર્પોરેટ નફો તળિયે જઇને ઉપર આવશે એમ અગ્રવાલે કહ્યું હતું.

જોકે બજાર મૂડી-જીડીપીનો ગુણોત્તર અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરની નજીક છે. તેની સાથે સ્થાનિક સ્તરે તરલતાની ખેંચ પ્રવર્તે છે અને વ્યાજના દરો ઊંચા જઇ રહ્યા છે. બજારની કિંમતો સલામતીનો કોઇ ગાળો આપતો નથી એમ તેમણે કહ્યું હતું.

બજારના ભાવિ સંજોગો વિશે બોલતા અગ્રવાલે કહ્યું હતું કે સેન્સેક્સનો નફો નવા વૃદ્ધિ ચક્રમાં છે , પરંતુ તેને કોમોડિટીઝની વધતી જતી કિંમતો અને ઊંચા ફુગાવાનો અવરોધ નડે છે.

તેમણે કહ્યું હતું કે રાજકીય અને કોર્પોરેટ સંચાલન એક નવી ચિંતા બનીને સામે આવ્યું છે. જોકે ભારતની એકધારી ઊંચી આર્થિક વૃદ્ધિ વ્યાવસાયની ઝડપી વૃદ્ધિ માટેની સ્થિતિ સર્જશે , જે રોકાણ માટે આદર્શ સ્થળ બનાવશે.

છેલ્લા એક દાયકામાં અર્થતંત્રમાં 2.25 ટ્રિલિયન ડોલરની બચત થઈ છે અને આગામી દાયકામાં તે વધીને 12 ટ્રિલિયન ડોલર થઈ જશે. અગરવાલે કહ્યું હતું કે , વર્ષ 2020 સુધીમાં 10 ટ્રિલિયન ડોલરની બચત ભારતીય નાણાકીય સેવા ક્ષેત્રમાં રોકાણની અનેક તક ઊભી કરશે.

દરમિયાન , રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ , યુનિટેક અને હીરો હોન્ડાના શેરો અનુક્રમે સોથી મોટા , સોથી ઝડપી અને સૌથી સાતત્યપૂર્ણ સંપત્તિ સર્જકો રહ્યા હતા એમ મોતીલાલ ઓસ્વાલનો 15 મો વેલ્થ ક્રિયેશન સ્ટડી જણાવે છે .

દેશની ટોચની 100 સંપત્તિ સર્જક કંપનીઓએ છેલ્લાં પાંચ વર્ષમાં રૂ . 26 લાખ કરોડની સંપત્તિ સર્જી હતી , જેમાં આરઆઇએલે રૂ . 2.6 લાખ કરોડનો ફાળો આપ્યો હતો.

Friday, December 10, 2010

SEBIએ ગુજરાતની છ સહિત સાત કંપની પર પ્રતિબંધ મૂક્યો

બજાર નિયમનકાર સંસ્થા SEBI બુધવારે ગુજરાત સ્થિત કંપની અને મહારાષ્ટ્ર સ્થિત એક કંપનીને રોકાણકારોની તકરાર નિવારવામાં


નિષ્ફળ રહેવા બદલ જામીનગીરી બજારમાં કામકાજ કરતાં અટકાવી છે.

કંપનીઓમાં ઈશ્વર મેડિકલ સર્વિસિસ , નિયોન રેઝિન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ , ઇન્ડો અમેરિકન ઓપ્ટિક્સ , ભુવન ત્રિપુરા ઇન્ડસ્ટ્રીઝ , આકાર લેમિનેટર્સ , શિકાગો સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ અને હિન્દુસ્તાન ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ્સનો સમાવેશ થાય છે.

સેબીએ ઈશ્વર મેડિકલ સર્વિસિને બાદ કરતાં કંપનીઓના કેટલાક ડિરેક્ટરો પર પણ બજારમાં કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. 24 સપ્ટેમ્બર 2008 ના અંતે ઈશ્વર મેડિકલ સામે રોકાણકારોની 143 ફરિયાદો પેન્ડિંગ હતી. તેવી રીતે સેબીને નિયોન રેઝિન્સ સામે પણ કેટલાંક રોકાણકારોની ફરિયાદ મળી હતી.

સેબીએ જણાવ્યું હતું કે , સેબી નિયોન રેઝિન્સ અને તેના ડિરેક્ટર્સ - શેખર જૈન , રશ્મિ ઓઝા , હરીશ અગ્રવાલ , સંજય જૈન , સંદીપ મિત્તલ , વી એસ રાઠોડ અને જી પી સુરેખાને જામીનગીરી બજારમાં કામકાજ કરતા અટકાવે છે અને તેમના પર જામીનગીરી વેચવા , ખરીદવા કે અન્ય સોદા કરવાનો પ્રતિબંધ મૂકે છે.

સેબીએ ઇન્ડો અમેરિકન ઓપ્ટિક્સ લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ યશવંતરાય ધીરુભાઈ દેસાઈ , બીના અમિત શાહને જામીનગીરી બજારમાં કામ કરતાં અટકાવ્યાં છે. તેમની સામે જામીનગીરી બજારમાં ખરીદ , વેચાણ કે અન્ય સોદા કરવા સામે પણ પ્રતિબંધ મૂક્યો છે.

સેબીએ ભુવન ત્રિપુરા ઇન્ડસ્ટ્રીઝ અને તેના ડિરેક્ટર વૈષ્ણવ ત્રિભુવન નયનકુમાર પર પણ પ્રતિબંધ મૂક્યો છે. તેવી રીતે આકાર લેમિનેટર્સ અને તેના ડિરેક્ટર્સ હિતેષ રવીન્દ્ર શાહ , વિનોદભાઈ તારાચંદ શેઠ અને હસમુખભાઈ તારાચંદ શેઠને બજારમાં કામકાજ કરતા અટકાવ્યા છે.

ઉપરાંત શિકાગો સોફ્ટવેર અને તેના ડિરેક્ટર અરવિંદભાઈ વી શાહ , મંજુલાબેન ડી દેસાઈ , ધીરુભાઈ આર દેસાઈ , હિન્દુસ્તાન ઇન્ડસ્ટ્રીઝ અને તેના ડિરેક્ટર્સ ડી ડબલ્યુ કોકબિલ , ભાગુભાઈ પટેલ પર પ્રતિબંધ મૂક્યો છે.