નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 25.65 પોઈન્ટ વધીને 5,488.80 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.68 ટકા અને 0.33 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .
આજે સવારે કેપિટલ ગૂડ્ઝ , રિયલ્ટી તેમજ ફાર્મા શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી . આજે સવારથી જ તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા .
સોમવારે BSE સેન્સેક્સ ઉપરમાં 18,361.65 અને નીચામાં 18,058.71 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 263.78 પોઈન્ટ ઘટીને 18,222.67 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5,491.25 અને 5,408.45 પોઈન્ટની વચ્ચે ટ્રેડ થયા બાદ 75.60 પોઈન્ટ ઘટીને 5,463.15 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .
No comments:
Post a Comment