વૈશ્વિક
આર્થિક
વાતાવરણમાં
અનિશ્ચિતતા
અને યુરોપિયન
ઋણકટોકટી વધુ
વકરતાં
અમદાવાદ
,
પંજાબ
અને કેરળના
પ્રોપર્ટી
બજારોમાં
એનઆરઆઇ
રોકાણકારો
ઓછો રસ દાખવી
રહ્યા છે
,
જેના
પરિણામે ચાલુ
વર્ષે
વેચાણમાં
30
થી
40
ટકાનો
ઘટાડો
નોંધાયો છે.
આ પ્રોપર્ટી બજારોના વેચાણમાં એનઆરઆઇ રોકાણકારો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે અને અહીં આ ઘટાડો સૌથી વધુ જોવા મળ્યો છે. સામાન્ય રીતે આ બજારો યુરોપ અને અમેરિકાના રોકાણકારોને આકર્ષે છે , જેઓ દર વર્ષે મકાનોમાં સારું એવું રોકાણ કરે છે , પણ આ વખતે એનઆરઆઇ રોકાણકારો દ્વારા ખરીદીમાં ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે.
રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થવાથી ડેવલપર્સ માગમાં વધારો જોઈ રહ્યા છે તેમ છતાં રિયલ્ટર્સ માટે પશ્ચિમ એશિયા અને યુરોપના દેશોના એનઆરઆઇનું વલણ ચિંતાજનક છે. ઓનલાઇન રિયલ્ટી બ્રોકરેજ પોર્ટલ 99acres.com ના બિઝનેસ હેડ વિનીત સિંહે કહ્યું હતું કે , રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થવાથી એનઆરઆઇ ખરીદી કરી રહ્યા છે , પણ અગાઉની વિક્રમ ખરીદીની સરખામણીમાં ચાલુ વર્ષે વેચાણ ઓછું છે.
આ માટે યુરોપના એનઆરઆઇ રોકાણકારોમાં જોવા મળતું ખરીદીનું ઓછું વલણ જવાબદાર છે. યુરોપના દેશોમાં આર્થિક અનિશ્ચિતતાના પગલે આ રોકાણકારો સાવચેતીયુક્ત અભિગમ અપનાવી રહ્યા છે જ્યારે અમેરિકા અને પશ્ચિમ એશિયાના એનઆરઆઇ રોકાણકારોમાં સારી ખરીદી જોવા મળે છે.આ પોર્ટલ પર 18 ટકા ટ્રાફિક એનઆરઆઇ સેગમેન્ટનો છે.
ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચેનો સમયગાળો રિયલ એસ્ટેટ સેક્ટરમાં એનઆરઆઇ રોકાણ માટે તેજીનો ગણાય છે , ઓનલાઇન પોર્ટલ્સ , બ્રોકર્સ અને ડેવલપર્સ પણ અત્યાર સુધી નબળો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જણાવે છે. કોચી કે કેરળનું પ્રોપર્ટી બજાર મોટા પાયે એનઆરઆઇ રોકાણ પર નિર્ભર છે. અહીં એપ્રિલ 2011 થી અત્યાર સુધી પશ્ચિમ દેશોના એનઆરઆઇના રોકાણમાં ઘટાડો થયો છે.
કેરળમાં એનઆરઆઇ દ્વારા થતા કુલ રોકાણનો 60 ટકા હિસ્સો ખાડીના દેશોમાંથી આવે છે જ્યારે બાકીનો 40 ટકા હિસ્સો યુરોપ , યુકે અને અમેરિકાના બજારમાંથી આવે છે. નાયરે કહ્યું હતું કે , સ્થાનિક બજારમાં તેજી છે અને ઓછી માગ સામે બચાવવામાં મદદરૂપ થઈ રહ્યું છે.

No comments:
Post a Comment