કેરળના
ઇડુક્કી
જિલ્લાના
અંતરિયાળ
ગામમાં
રહેતી
30
વર્ષની
અનીષા
બિનુને
સમજાયું
છે
કે
સોનાના
ઘરેણા
એ
માત્ર
તહેવાર
કે
લગ્નપ્રસંગે
પહેરવાની
ચીજ
નથી
પરંતુ
બીજે
ક્યાંયથી
ધિરાણ
ન
મળે
ત્યારે
બ્યૂટી
પાર્લર
બિઝનેસ
શરૂ
કરવામાં
પણ
મદદરૂપ
છે
.
બિનુ અને તેની બહેનપણી પ્રીતિના ગામમાં કોઈ કારકિર્દી વિકસાવવાની તક ન હતી અને સામાજિક કારણોથી બીજે જઈ શકાય તેમ ન હતું . પરિવારની આર્થિક સ્થિતિ પણ એવી ન હતી કે ઉદ્યોગ સાહસિકતાનું સ્વપ્ન સાકાર કરી શકાય . અંતે બિનુ અને પ્રીતિએ સોનું ગીરવે મૂકવાનું નક્કી કર્યું .
તેઓ નજીકમાં એક ધિરાણકારની શાખાએ ગયા અને સોનું ગીરવે મૂકીને રૂ . ત્રણ લાખ ઉછીના લીધા . ત્યાર પછી તેમણે કદી પાછળ વળીને જોયું નથી . બિનુ કહે છે , અમે ઉદ્યોગ શરૂ કરવા સોનુ ગીરવે મૂકી લોન લીધી . આ પ્રક્રિયા બહુ ઝડપી છે અને ઝડપથી ઉછીના નાણાં મળે છે .
બિનુ અને મધ્યમવર્ગના બીજા લાખો લોકો અસંગઠીત ધિરાણકાર પાસે નાણાં ઉછીના લેવા જાય ત્યારે સોનું જ ગીરવે મૂકે છે . બેન્કોના રાષ્ટ્રીયકરણના લગભગ ચાર દાયકા પછી અને છેલ્લા બે દાયકામાં અનેક નવી ખાનગી બેન્કો શરૂ થયા પછી પણ અડધાથી વધુ ભારતીયો ધિરાણ માટે સોનું ગીરવે મૂકે છે .
સોના સામે ધિરાણ આપતી અગ્રણી કંપની મણપ્પુરમ ફાઈનાન્સના એક અહેવાલ પ્રમાણે લગભગ 30 ટકા લોન ઉત્પાદકીય પ્રવૃત્તિ માટે લેવાય છે , ચીજ વસ્તુઓ ખરીદવા માટે નહીં .
સોનું ગીરવે મૂકીને લેવાતા ધિરાણના આધારે ભારતમાં હજારો દુકાનો શરૂ થઈ છે અને નાના ઉદ્યોગ નખાયા છે , પરંતુ ધિરાણની આ બિનપરંપરાગત પદ્ધતિનો નાણા મંત્રાલયથી લઈને રિઝર્વ બેન્કે પણ વિરોધ કર્યો છે .
તેઓ માને છે કે લોકોમાં સોના પ્રત્યે આકર્ષણ હોવાથી રૂપિયો નબળો પડી રહ્યો છે . વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટર અમરેશ આચાર્યએ જણાવ્યું હતું કે , સોનામાં ઘણી વિશેષતા છે અને તે જોખમ ઘટાડવા તથા સંપત્તિના રક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે .
સોનું ખરીદવામાં ભારત સૌથી આગળ છે અને ગયા વર્ષે ભારતે 60 અબજ ડોલરના સોનાની આયાત કરી હતી જે કુલ આયાતનો 12 ટકા હિસ્સો હતો . સોનાની આયાત પર અંકુશ મૂકવા માટે સરકારે કિંમતી ધાતુ પરનો આયાતવેરો બે ટકાથી વધારીને ચાર ટકા કર્યો હતો .
જૂન ક્વાર્ટરમાં સોનાની માંગ ઘટીને 153 ટન થઈ હતી , પરંતુ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 223 ટન સોનાની આયાત કરવામાં આવી હતી . થ્રિસ્સુરમાં એડવર્ટાઇઝિંગ એકમ ધરાવતા એમ આર અનિલકુમારે જણાવ્યું હતું કે , હું છેલ્લા સાત વર્ષથી ગોલ્ડ લોન લઉં છું . બેન્કોમાં લાંબી પ્રક્રિયા કરવી પડે છે ત્યારે સોના સામે ઝડપથી લોન મળે છે

No comments:
Post a Comment