આજે ૮ એપ્રિલ, આજથી વિન્ડોઝ XP માટેનો માઇક્રોસોફ્ટનો ટેક્નિકલ સપોર્ટ બંધ થી રહ્યો છે. આ સાથે જ વર્ષોથી ચાલી આવતી આ ઓપરેટિંગ સિસ્ટમનો પણ અંત થવાની શરૂઆત થઈ રહી છે. આજથી વિન્ડોઝ XP યુઝરને કંપની તરફથી કોઈ જ પ્રકારના અપડેટ, ટેક્નિકલ સપોર્ટ અને વાઇરસ પ્રોટેક્શન મળતા બંધ થયા છે.
વર્ષ ૨૦૦૧માં XP ઓપરેટિંગ સિસ્ટમ લોંચ થઈ ગતી. તે વિન્ડોઝના લેટેસ્ટ વર્ઝન વિન્ડોઝ 8 કે જે વર્ષ ૨૦૧૨, ઓક્ટોબરમાં લોન્ચ થઈ હતી, તેનાથી ૧૧ વર્ષ અને ત્રણ જનરેશન પાછળનું છે.વિન્ડોઝ XP ને મળતો ટેક્નિકલ સપોર્ટ બંધ થતા એટીએમ સહિત અનેક બેંકિગ સેવાઓ પર અસર થશે. સાથે જ અનેક પર્સનલ યુઝર્સ કે જેઓ જૂના કોમ્પ્યૂટરનો ઉપયોગ કરી રહ્યા છે, તેમને પણ અપટેડ નહીં મળે. જોકે તેનાથી ઓપરેટિંગ સિસ્ટમ બંધ નહીં થાય, પરંતુ વાઇરસ સહિતના વિવિધ જોખમો વધતા સિસ્ટમમાં મુશ્કેલી આવી શકે છે.
વિન્ડોઝ XPને ટેક્નિકલ સપોર્ટ નહીં મળતા આવું થઈ શકે છે:
હૈકિંગ, વાઇરસ અને અન્ય હુમલાથી બચાવતી નવી અપડેટ નહીં મળે.
નવા બનતા હાર્ડવેર માટે સપોર્ટ નહીં
કેટલાક સોફ્ટવેરને પણ સપોર્ટ નહીં કરે, ભલે તે માઇક્રોસોફ્ટના હોય
તેમાં કોઈ નવા ફિચર્સ નહીં જોડાય, નવી સેવા નહીં મળે.
યુઝર્સે તેના કમ્પ્યૂટરની સુરક્ષા માટે બને તો નવી ઓપરેટિંગ સિસ્ટમ અપનાવી લેવી ઇચ્છનીય છે. એક્સપીનો ઉપયોગ કરનારા નબળા યુઝર્સ હેકર્સ અને વાઇરસના નિશાના પર હશે. જોકે હજી આ ઓપરેટિંગ સિસ્ટમ ક્વિકહિલને સપોર્ટ કરશે.
આમ છતાં સામાન્ય યુઝર્સ કે જેઓ ઇન્ટનેટનો ઉપયોગ ન કરતા હોય તેઓ એકાદ વર્ષ સુધી આ સેવાનો લાભ લઈ શકે છે, આમ છતાં પેનડ્રાઇવ અને મોબાઇલ ડેટાકેબલને કારણે વાઇરસનું જોખમ વધુ રહેશે
No comments:
Post a Comment