ઇક્વિટી વિશ્લેષકોના જણાવ્યા અનુસાર રોકાણકારો એવું માનતા હોય કે, સોમવારે
બોર્ડની બેઠક સાથે ઇન્ફોસિસના કોર્પોરેટ ગવર્નન્સનું પ્રકરણ પૂરું થઈ ગયું
છે તો એ તારણ ઘણું વહેલું ગણાશે. ઉલ્લેખનીય છે કે, નારાયણમૂર્તિ અને
કંપનીના અન્ય સ્થાપકોએ કોર્પોરેટ ગવર્નન્સ અંગે પ્રશ્ન કર્યા પછી સમગ્ર
પ્રકરણ ચર્ચામાં આવ્યું હતું.
ઇન્ફોસિસના બોર્ડે સોમવારે મુંબઈ ખાતેની પત્રકાર પરિષદમાં કોર્પોરેટ ગવર્નન્સ અંગેની ચિંતાઓ અંગે સ્પષ્ટતાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વિશ્લેષકોને હજુ આ પ્રકરણ લાંબું
ચાલશે એવી આશંકા છે.
મુંબઈની એક બ્રોકિંગ કંપનીના એનાલિસ્ટે જણાવ્યું હતું કે, ઇન્ફોસિસના બોર્ડે પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે, પણ અમને જાણ નથી કે, સ્પષ્ટતાથી સ્થાપકો સંતુષ્ટ થશે કે નહીં.મૂર્તિએ સોમવારે જણાવ્યું હતું કે, પત્રકાર પરિષદમાં કોઈ નવી વાત કરવામાં આવી નથી. એટલે (કોર્પોરેટ ગવર્નન્સ અંગે) ચિંતા દૂર નહીં થાય. મારા મતે આ પ્રકરણ લાંબું ચાલશે.
ET સાથેની વાતચીતમાં પાંચમાંથી ચાર એનાલિસ્ટે જણાવ્યું હતું કે, લડાઈ વધુ કેટલાક મહિના ચાલુ રહેવાની શક્યતા છે, પણ તેની કંપની પર ખાસ અસર નહીં થાય.
ભારતની એક બ્રોકિંગ કંપનીના એનાલિસ્ટે જણાવ્યું હતું કે, ગયા સપ્તાહે વિવાદની શેર પર અસર થઈ ન હતી. અમુક નિર્ણયો લેવા જરૂરી હતા એવી ધારણા કોર્પોરેટ
ગવર્નન્સના મૂળમાં હોય તો બજારને બહુ ચિંતા નહીં થાય. જોકે, વિવાદની અસર કંપનીની કામગીરી પર પડશે તો શેરમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી શકે.
અન્ય એક એનાલિસ્ટે જણાવ્યું હતું કે, તેમને સ્થાપકોની ખાસ ચિંતા નથી, પણ ઇન્ફોસિસના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ્સ ટી વી મોહનદાસ પાઈ અને વી બાલક્રિષ્નન્ના નિવેદનથી
કંપનીને વધુ નુકસાન થવાની શક્યતા છે.
એનાલિસ્ટે કહ્યું હતું કે, તાજેતરના વિવાદથી આપણને એટલું જાણવા મળ્યું છે કે ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ્સ (પાઈ, બાલક્રિષ્નન્) સ્થાપકોની નજીક છે અને તેમણે આરોપો ચાલુ રાખ્યા છે. એનો અર્થ એ થયો કે, લડાઈ લાંબી ચાલશે? જોકે, વિવાદ કાર્યશૈલીમાં તફાવત પૂરતો સીમિત રહેશે તો બજારને ખાસ ચિંતા નહીં થાય. કંપનીની કામગીરીને બજાર વધુ મહત્ત્વ આપશે અને છેલ્લાં બે ક્વાર્ટરથી ઇન્ફીની વૃદ્ધિ ઘટાડાતરફી રહી છે.
ઇન્ફોસિસના સીઇઓ વિશાલ સિક્કાએ સમસ્યાની વાતને ફગાવી પનાયા એક્વિઝિશનમાં 'બધું બરાબર' હોવાની વાત કરી હતી. મોતીલાલ ઓસ્વાલના એનાલિસ્ટ આશિષ
ચોપરાએ જણાવ્યું હતું કે, ઇન્ફીના સમગ્ર પ્રકરણે બોર્ડની સ્વતંત્રતા પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મૂર્તિ ગવર્નન્સ સામે પ્રશ્ન કરે એ સમજી શકાય
પણ CEOના પગાર તેમજ વિઝા સંબંધી પ્રોજેક્ટ્સમાં બોર્ડની દેખરેખ બંધ કરવાની વાત એ બોર્ડની સ્વતંત્રતા પર તરાપ કહી શકાય.

No comments:
Post a Comment