વર્ષો વીતતાં ગયાં તેમ તેમણે પુરવાર કર્યું કે તેમની પાસે એ બધું જ છે કે જે એક શેર રોકાણકારની પાસે હોવું જોઈએ. કેલેન્ડર વર્ષ 2017 ખાસ કરીને આ શેરબજારના પંડિત માટે સારું રહ્યું છે, ભારતના વોરન બફેટ તરીકે ઓળખવામાં આવે છે તેવા ઝુનઝુનવાલાએ તેમના શેર પોર્ટફોલિયોના એક તૃતીયાંશ શેર્સ મૂલ્યની દૃષ્ટિએ બમણા થઈ ગયા છે, જ્યારે તેમાંના અડધા શેરોએ બીએસઇ સેન્સેક્સની સરખામણીએ બે ગણા જેવું વળતર આપ્યું છે.
30 શેર્સનો ઇન્ડેક્સ બીએસઇ સેન્સેક્સ 26 ટકા વધ્યો છે ત્યારે તેની સરખામણીએ તેમના પોર્ટફોલિયોના ઓછામાં ઓછા 20 શેર્સમાં 280 ટકા સુધીનો ઉછાળો જોવાયો હતો.
તાજેતરનાં રોકાણો: 3.2 અબજ ડોલરની સંપત્તિ સાથે દલાલ સ્ટ્રીટ પરના સૌથી મોટા વ્યક્તિગત રોકાણકાર પાસે ફક્ત 10 શેર્સનું રોકાણ જ ₹9,200 કરોડથી વધારે છે તેમણે આ વર્ષે ફોર્ટિસ હેલ્થકેર, પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ તથા જેપી એસોસિયેટ્સના શેર્સમાં રોકાણ કરીને સમાચારમાં ચમક્યા હતા. આ કંપનીઓ દેવાના ભારણ હેઠળ હતી અથવા તો પછી નિયમનકારી દેખરેખ હેઠળ હતી.
પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝને 331 શંકાસ્પદ શેલ કંપનીઓની યાદીમાં સામેલ કરવામાં આવી હતી કે જેમની સામે નિયમનકારે પ્રારંભિક તબક્કે ટ્રેડિંગ બાનનું હથિયાર ઉગામ્યું હતું. સિક્યોરિટીઝ એપેલટ ટ્રિબ્યુનલે પાછળથી આ પ્રતિબંધને હટાવી લીધો હતો. ફોર્ટિસ હેલ્થકેરના સિંઘ બ્રધર્સ તથા દાઇચી ₹3,500 કરોડના દાવાના મુદ્દે લડી રહ્યા છે. જેપી એસોસિયેટ્સ બેલેન્સ શીટમાં જંગી દેવા સામે ઝઝૂમી રહી છે.
પરફોર્મિંગ સ્ટોક્સ: 30 જેટલી લિસ્ટેડ કંપનીઓ કે જેમાં ઝુનઝુનવાલા એક ટકા કરતાં વધારે ઇક્વિટી હિસ્સો ધરાવે છે તેમાં પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 277 ટકાનો ઉછાળો જોવાયો હતો. તેમના પોર્ટફોલિયોમાં જિયોજિત બીએનપી પરિબા અન્ય એવો શેર હતો કે જેણે આ કેલેન્ડર વર્ષ દરમિયાન તેમને 206 ટકા વળતર આપ્યું છે. અન્ય એક બ્રોકરેજ એડલવાઇઝ સિક્યોરિટીઝનો શેર 198 ટકા વધ્યો હતો. ઝુનઝુનવાલા આ બ્રોકિંગ કંપનીમાં 1.05 ટકા હિસ્સો ધરાવે છે જેણે હમણાં જ રેલિગેર એન્ટરપ્રાઇઝિસનો બ્રોકિંગ બિઝનેસ હસ્તગત કર્યો છે.
બેગેજ ઉત્પાદક કંપની વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝે ઝુનઝુનવાલાને 206 ટકા વળતર આપ્યું છે. ટાઇટન કંપનીનો શેર જે ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાંનો હીરો છે. તે આ કેલેન્ડર વર્ષ દરમિયાન 165 ટકા વધ્યો છે. આ શેર તેનો પ્રિય શેર છે. ઝુનઝુનવાલા તથા તેમનાં પત્ની રેખા સાથે મળીને આ કંપનીમાં 8.06 ટકા હિસ્સો ધરાવે છે, કે જેનું મૂલ્ય બુધવારની શેરની કિંમતની સ્થિતિએ ₹6,182 કરોડ થાય છે.
એસ્કોર્ટ્સ, એપટેક, ઓટોલાઇન, આયોન એક્સ્ચેન્જ એ અન્ય કેટલાક શેરો છે કે જેણે ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોને 2017માં 100 ટકા કરતાં વધારે વળતર આપ્યું છે.
સપ્ટેમ્બર ક્વાર્ટર: સપ્ટેમ્બર ક્વાર્ટરના આંકડા દર્શાવે છે કે ઝુનઝુનવાલાએ ટાઇટન કંપની, ઓરોબિન્દો ફાર્મા, ટીવી18 બ્રોડકાસ્ટ, જુબિલન્ટ લાઇફ સાયન્સિસ, ફેડરલ બેન્ક તથા જેપી એસોસિયેટ્સમાં તેનો હિસ્સો ઘટાડ્યો હતો. જોકે, કરુર વૈશ્ય બેન્ક તથા પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝમાં તેનો હિસ્સો વધાર્યો હતો.
No comments:
Post a Comment