Market Ticker

Translate

Sunday, January 9, 2011

BSE સેન્સેક્સમાં 493 પોઈન્ટનો કડાકો

વ્યાજદરમાં વધારો થશે તેવા ભયે મુંબઈ શેરબજાર આજે 2.44 ટકા ગગડીને બંધ રહ્યું હતું

.


દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 20,210.62 અને નીચામાં 19,629.22 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 492.93 પોઈન્ટ ઘટીને 19,691.81 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 6,051.20 અને 5,883.60 પોઈન્ટ વચ્ચે ટ્રેડ થયા બાદ 143.65 પોઈન્ટ ઘટીને 5904.60 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.49 ટકા અને 2.86 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE મેટલ ઈન્ડેક્સ 4.03 ટકા , BSE ઓટો ઈન્ડેક્સ 3.26 ટકા , BSE કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 3.18 ટકા ઘટ્યા હતા. આજે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.

2.91%) આજે સેન્સેક્સમાં ઘટેલા શેરોમાં હિન્દાલ્કો (- 3.78%), M&M (-3.73%), સેસા ગોવા (- 3.49%), ટાટા મોટર્સ (- અને SAIL (-2.84%) નો સમાવેશ થાય છે.

0.74%) આજે વધેલા મુખ્ય શેરોમાં સન ફાર્મા ( 1.76%), RComm(1.04%), કેઈર્ન ઈન્ડિયા ( 0.94%), ICICI બેન્ક ( અનેપાવર ગ્રીડ( 0.66%) નો સમાવેશ થયો છે.

આજે NSE માં 1882 શેરોમાં ઘટાડા અને 779 શેરોમાં વધારા સાથે માર્કેટબ્રેડ્થ નેગેટિલ રહી હતી.

12.15 વાગ્યે : મુંબઈ શેરબજાર આજે બપોરે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું હતું .ઓલરાઉન્ડ વેચવાલીને પગલે બપોરે 12.15 વાગ્યે BSE સેન્સેક્સ 218.89 પોઈન્ટ ઘટીને 19965.85 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 65.40 પોઈન્ટ ઘટીને 5982.85 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.25 ટકા અને 1.30 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે બપોરે ઓટો , મેટલ તેમજ રિયલ્ટી શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે બપોરે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

શેરબજાર ઓપનિંગ : મુંબઈ શેરબજાર આજે નીચે ગેપમાં ખૂલ્યું હતું. ટ્રેડિંગની થોડી જ મિનિટોમાં BSE સેન્સેક્સ 6.92 પોઈન્ટ ઘટીને 20177.82 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18.10 પોઈન્ટ ઘટીને 6030.15 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.08 ટકા ઘટીને અને 0.04 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે કેપિટલ ગૂડ્ઝ તેમજ બેન્ક શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

116.36 ગુરુવારે BSE સેન્સેક્સ ઉપરમાં 20,425.85 અને નીચામાં 20,107.17 પોઈન્ટની સપાટી વચ્ચે ટ્રેડ થયા બાદ પોઈન્ટ ઘટીને 20184.74 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી આજે ઈન્ટ્રા ડેમાં 6,116.15 પોઈન્ટની ટોચે અને 6,022.30 પોઈન્ટની નીચી સપાટીએ ટ્રેડ થયા બાદ 31.55 પોઈન્ટ ઘટીને 6048.25 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

Wednesday, January 5, 2011

સોશિયલ નેટવર્કિંગ 2010ની સૌથી ચર્ચાસ્પદ પ્રવૃત્તિ રહી

અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન તેમાં સામેલ છે. પ્રિયંકા અને બિપાશાને પણ તેમાં રસ છે. શશી થરૂર અને લલિત પણ તેમાં સામેલ છે. તેથી સામાન્ય લોકો અનુકરણ કરી રહ્યા હોવાનો તેમના પર ભાગ્યે જ દોષ મૂકી શકાય છે.

તે નિશંક છે કે સોશિયલ નેટવર્કિંગ 2010 ની સ્ટાર એક્ટિવિટી રહી છે. તેની સાથેનું જોડાણ આ વર્ષની ઘણી ઊંચાઈ (કેટલાંકના મત પ્રમાણે પડતી માટે પણ) માટે અસરકર્તા રહ્યું છે. એક સમય એવો હતો કે સોશિયલ નેટવર્કને મહાનુભાવોના મેળાવડા તરીકે અને ખાસ કરીને તેમાં મોડા આવવું તેમજ કેમેરા અને લોકોની વચ્ચે ઘેરાયેલા રહેવું તેવું માનવામાં આવતું હતું.

હવે ફેસબુક અને ટ્વિટરનું સોશિયલ ગેધરિંગ આવ્યું છે. તેમાં તમામ પ્રકારનો મેળાવડો થાય છે. માર્કેટિંગથી લઇને માર્કેટ રિસર્ચ , પીઆરથી લઇને ઇ-કોમર્સ , મિત્રો અને કુટુંબના સભ્યો સાથે જોડાણ સહિતની તમામ બાબતો માટે સોશિયલ મિડિયા એક જવાબ બન્યો છે.

હવે માત્ર ફેશનપરસ્ત લોકો કે બિગડા બેટા તેનાથી જોડાયેલા નથી , પરંતુ તકવાદી લોબિસ્ટ અને ઇમેજ મેનેજર્સ પણ જોડાયા છે અને રાજકીય નેતાઓ પણ તેમાંથી બાકાત રહેવા માગતા નથી.

ફ્યુચર બ્રાન્ડના સીઇઓ સંતોષ દેસાઇ જણાવે છે કે સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ માત્ર ભાવાત્મક જોડાણનું સર્જન કરતા નથી , પરંતુ સંબંધોને વધુ ગહન પણ બનાવે છે. આપણે હવે મિત્રો સાથે વાતચીત કરવા માગતા હોઈએ ત્યારે સમય અને અંતરના અવરોધ રહ્યા નથી.

સોશિયલ મીડિયા કોઈ સરહદ , ભૂગોળ , રાજકારણ કે સંકુચિતતાના બંધનમાં નથી. તેથી સાયબર સ્પેસ હવે તમામ પ્રકારના અવાજ કે તાકીદે સ્ફૂરેલા અભિપ્રાયનું માધ્યમ બન્યું છે. લોકપ્રિયતા અને સેલિબ્રિટીનું મૂલ્યાંકન હવે બોક્સ ઓફિસની આવક કે ચૂંટણીમાં વિજયી સરસાઇની જેમ સોશિયલ નેટવર્કિંગના ફોલોઅર્સની સંખ્યાને આધારે કાઢવામાં આવે છે.

પરંતુ તે દરેક કિસ્સામાં સાચુ નથી. ટ્વિટરને સતત ટ્વીટ કરતા શશી થરૂર 2009 ની ચુંટણીમાં થિરુવનંતપુરમની બેઠક પર જંગી સરરાઇથી જીતી ગયા હતા અને છ લાખ કરતા વધુ ટ્વિટર ફોલોઅર્સ ધરાવતા હોવા છતાં 2010 માં પ્રધાનપદ ગુમાવવું પડ્યું હતું.

જોકે તેમણે તેમની ટ્વિટર ફોલોઅર્સની સંખ્યાના આધારે શાહરુખ ખાન પાસેથી લોકપ્રિયતાનો ખિતાબ ખૂંચવી લીધો હતો અને એક ચેનલે આ ' સિદ્ધિ ' માટે તેમને એવોર્ડ પણ આપ્યો હતો.

રાડિયા કેસમાં તપાસના ઘેરાવામાં આવેલા કેટલાંક વરિષ્ઠ પત્રકારોને પણ ટ્વિટિંગની શક્તિ સમજાઈ હતી. પ્રથમ તેમણે સાઇટ પર પોસ્ટ મારફત પોતાનો રોષ વ્યક્તિ કર્યો હતો. આખરે તેઓ ટ્વિટરના પ્રભાવમાં આવ્યા હતા.

સોશિયલ મીડિયા પર ઘણી લડાઈ પણ જોવા મળી હતી. રાજકીય મુદ્દાથી લઇને ક્રિકેટના વિવાદ અને બોલિવૂડમાં કેટફાઇટ સહિતના તમામ મુદ્દે ટ્વિટર એક હથિયાર બન્યું હતું. આ લોકપ્રિયતાને પગલે ફેસબુકના યુઝર્સની સંખ્યા 50 કરોડ થઈ હતી , જે તેની સફળતાનો સંકેત છે.

સિક્યોરિટી કંપની નાઇપેક્સના જણાવ્યા અનુસાર ઇન્ટરનેટ સોશિયલ નેટવર્કિંગના 11 ખેલાડીઓના બિઝનેસના મૂલ્યમાં છેલ્લા છ મહિનામાં આશરે 20 અબજ કે 54 ટકાનો વધારો થયો છે. તેનાથી આવી સાઇટ માટે રોકાણકારો પણ આકર્ષાયા છે.

ભારતમાં રોકાણથી મળતા લાભથી આકર્ષાતા NRI

હવે વ્યાવસાયિકો વિદેશમાં થોડા સમય રહેવાની વાત સામાન્ય થઈ ગઈ છે. આજ કારણોસર પોતાને બિનનિવાસી ભારતીય કહેવડાવનારાનો સામનો

હવે ફાઇનાન્શિયલ એડ્વાયઝરોએ સમયાંતરે કરવું પડે છે. લેડરસેવન ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ફાઇનાન્શિયલ પ્લાનર સુરેશ સદગોપન કહે છે કે, મોટા ભાગના NRI છેવટે ભારત આવવા માંગતા હોવાથી તેઓ અહીં રોકાણ કરવા માટે આતુર હોય છે.

લાગણીવશ થવા ઉપરાંત ભારત સાથે સંપર્ક જીવંત રાખવો એટલા માટે સમજભર્યું છે કે, ભારત અત્યારે સૌથી ઝડપથી વિકસતા દેશો પૈકીનું એક હોવાથી અહીં ઊંચું વળતર મળે છે. એક બેન્કના વેલ્થ મેનેજર જણાવે છે કે, વિદેશમાં દ્વિઅંકી વળતર મેળવવું શક્ય નથી જ્યારે ભારતમાં 8-9 ટકાના વળતરની અપેક્ષા રાખી શકાય છે. ઉદાહરણ તરીકે પાછલાં થોડાં વર્ષ સુધી ભારતીય શેરબજારોએ 100 ટકા સુધીનું વળતર આપ્યું છે. વિકસિત દેશોમાં આની કલ્પના પણ કરી શકાતી નથી. નિશ્ચિત આવક રળી આપતાં રોકાણોમાં પણ 8-10 ટકાનું વળતર મળે છે, જ્યારે વિદેશમાં 3-4 ટકાનું રોકાણ પણ સારું ગણવામાં આવે છે.

ઘણા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ્સ માને છે કે, પ્રોપર્ટી માટે NRIને ઘણું આકર્ષણ હોય છે. ઓળખ ગુપ્ત રાખવાની શરતે એક ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે, મને મળતી મોટા ભાગની પૂછપરછ પ્રોપર્ટી અંગેની હોય છે. કેટલાક લોકો છેવટે ભારત આવવા માંગતા હોવાથી પ્રોપર્ટી ખરીદતા હોય છે. કેટલાક લોકો માત્ર રોકાણ માટે પ્રોપર્ટી ખરીદતા હોય છે. તાજેતરમાં જ રિયલ એસ્ટેટનો જે ફુગ્ગો ફૂટ્યો તેને ઊભો કરવામાં NRIનું યોગદાન મહત્ત્વનું હતું.

NRIને અનેકવિધ યોજનાઓમાં રોકાણ કરવાની પરવાનગી મળી હોવાથી તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે પણ આતુર હોય છે. તેઓ કહે છે કે, મ્યુચ્યુઅલમાં વધારે સારું વળતર મળતું હોવાનું તેઓ જાણતા હોવાથી તેઓ અહીં રોકાણ કરવા પણ આતુર હોય છે. આ ઉપરાંત ઓઆઇસી અને પીઆઇઓ પર રોકાણ કરવા પર કોઈ પ્રકારનું બંધન નથી. તેઓ ઇચ્છે ત્યાં રોકાણ કરી શકે છે.

જોકે, ફાઇનાન્શિયલ એડ્વાઇઝર્સની સલાહ હોય છે કે NRIએ રોકાણ કરતાં અગાઉ પોતાની વિગતવાર માહિતી આપતી વખતે તકેદારી રાખવાની રહે છે. વ્યક્તિએ પોતાની સંપૂર્ણ સ્થિતિ અંગે વિગતવાર દસ્તાવેજ રજૂ કરવા જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં અગાઉ શી તકેદારી રાખવી તેની સમજ આપતાં સુરેશ કહે છે કે, તેમણે અરજીપત્રકમાં જણાવવું જોઈએ કે તેઓ NRI છે.

તેમણે વિદેશમાંનું તેમનું સરનામું પણ આપવાનું રહે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, એફડીના કિસ્સામાં તેમને એનઆરઇ અને એનઆરઓ ખાતા વચ્ચેનો ભેદ ખબર હોવો જોઈએ. આ મહત્ત્વનું છે કારણ કે એનઆરઓ ખાતામાં રકમ વિદેશમાં પરત લઈ શકાય છે જ્યારે NRI ખાતામાં તેમ કરી શકાતું નથી. મહત્ત્વના દસ્તાવેજો દર્શાવવાને નાણાકીય નિષ્ણાતો ખૂબ મહત્ત્વ આપે છે. કોઈ વ્યક્તિ વીમો લેવા માંગતી હોય તો કંપની વર્ક પરમિટની વિગત આપે છે. જોકે, આ દસ્તાવેજોની જરૂરિયાત કંપનીએ-કંપનીએ જુદી જુદી રહે છે.

દેશમાં NRI થાપણના પ્રવાહમાં જોરદાર વધારો નોંધાયો

વિદેશમાં વસતા ભારતીયો મોટાપાયે પુનરાગમન કરીને પોતાની બચત સ્થાનિક બેન્કોમાં રોકી રહ્યા

છે. એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં વિદેશી ભારતીયો દ્વારા વિવિધ ભારતીય બેન્કોમાં રોકવામાં આવેલાં નાણા બમણા કરતાં પણ વધી ગયા હતાં.


ભારતીય બેન્કોએ એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન બિનનિવાસી ભારતીય( NRI) પાસેથી 2.7 અબજ ડોલરની થાપણ મેળવી હતી. એક વર્ષ પહેલાના સમયગાળામાં આ પ્રવાહ 1.1 અબજ ડોલરનો હતો , તેમ ભારતીય રિઝર્વ બેન્ક ( RBI) દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા છેલ્લામાં છેલ્લા આંકડામાં દર્શાવાયું હતું. જોકે , મોટાભાગનો નાણા પ્રવાહ એપ્રિલથી જુલાઇના સમયગાળામાં જોવાયો હતો.

એનઆરઆઈ ડિપોઝિટ માર્કેટમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં નોંધપાત્ર હાજરી ધરાવતી બેન્ક ઓફ બરોડાના એક અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં એનઆરઆઈનો વિશ્વાસ મળવાનો હજુ બાકી છે ત્યારે વિવિધ એનઆરઆઈ થાપણ મારફત મજબૂત નાણાપ્રવાહ જોવાઇ રહ્યો છે.

એનઆરઆઈ થાપણના પ્રમાણમાં તિવ્ર વધારો થઇ રહ્યો છે ત્યારે નિવાસી થાપણની સ્થિતિ તેનાથી વિપરીત છે. નિવાસી ભારતીય ધીમેધીમે બેન્ક થાપણથી વેગળા થવાનું શરૂ કર્યું છે. પ્રથમ છમાસિક ગાળામાં બેન્કો દ્વારા એકઠી કરવામાં આવેલી થાપણોનું પ્રમાણ રૂ. 3,57,000 કરોડ (રૂ. 3,68,000 કરોડ) હતું.

નોંધપાત્ર બાબત એ છે કે છેલ્લા છ મહિનામાં ઘરઆંગણાની બેન્કોમાં વ્યાજના દર સતત ઘટ્યા હોવા છતાં એનઆરઆઈ નાણાનો પ્રવાહ વધ્યો છે. જોકે , આરબીઆઈએ ગયા વર્ષના સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન વૈશ્વિક નાણાકીય કટોકટીની નકારાત્મક અસરને ટાળવા માટે વિદેશી ચલણના બિન નિવાસી ખાતાઓ તથા બિનનિવાસી વિદેશી રૂપી ખાતાઓ માટે વ્યાજના દર ઉપરની મર્યાદાને ત્રણવાર વધારી છે. આ મર્યાદા પ્રવર્તમાન છ મહિનાના લિબોર દર સાથે સંકળાયેલી છે.

એક જાહેર ક્ષેત્રની બેન્કના અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક વ્યાજના દર ઘટ્યા હોવા છતાં પણ ભારતને હજુ પણ સલામત સ્વર્ગ માનવામાં આવે છે. વળી , ઘરઆંગણાના વ્યાજના દર હજુ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તતા વ્યાજદરની સરખામણીએ આકર્ષક છે.

એનઆરઆઈ પોતાની થાપણ ત્રણ યોજનાએફસીએનઆર( B), એનઆરઇ( RA) અને બિનનિવાસી સામાન્ય રૂપી એકાઉન્ટમાં મુકે છે. છેલ્લી યોજનામાં નાણાનો પ્રવાહ બિનરિપેટ્રિએબલ છે , જ્યારે પ્રથમ બે યોજનામાં રિપેટ્રિએબલ છે. બે રિપેટ્રિએબલ યોજનાને જે અલગ બનાવે છે તે એ છે કે એફસીએનઆર( B) ના કિસ્સામાં એક્સ્ચેન્જનું જોખમ થાપણ મેળવનાર બેન્ક દ્વારા ઉઠાવવામાં આવે છે.

આગામી બજેટમાં એક્સાઇઝ ડ્યૂટીની રાહતોનો અંત આવી શકે

નાના ઉદ્યોગોને ઉપલબ્ધ થતી એક્સાઇઝ ડ્યૂટીની રાહતોનો આગામી બજેટમાં અંત આવવાની શક્યતા છે કેમ કે સરકાર ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લાગુ કરવા માટે તખતો તૈયાર કરી રહી છે. જોકે આ ઉદ્યોગોને નીચી કર તથા ઓછામાં ઓછી પૂર્તતાનું ભારણ ધરાવતી અન્ય યોજનાઓમાં તબદીલ થવાનો વિકલ્પ રહેશે.

વાટાઘાટોથી સુપરિચિત એવા એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે , કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પરોક્ષ વેરામાં ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના કેટલાક હિસ્સાને લાગુ કરવા માંગે છે અને તેના સંદર્ભમાં એક કમ્પોઝિશન યોજનાની ચકાસણી કરવામાં આવી રહી છે.

આની પાછળનો વિચાર નાના ઉત્પાદકોને નુકસાન પહોંચાડ્યા સિવાય જીએસટીને અનુરૂપ કરવા વ્યાપને વિસ્તારવામાં આવે. સૂચિત કમ્પોઝિશન યોજના અનુસાર નાના પાયાના ઉત્પાદકે હાલમાં પ્રવર્તી રહેલા 12 ટકાના સેનવેટ દરની સામે ઓછામાં ઓછી પૂર્તતાનું ભારણ સાથે ઘણા નીચા દરે ડ્યૂટી ભરવી પડશે.

આ દર કુલ ટર્નઓવરના એક ટકા જેવો નીચો હોઈ શકે. જોકે મેન્યુફેક્ચરર્સ પાસે સંપૂર્ણ ડ્યૂટી ભરી દઈને પછી તેના કાચા માલ માટે ભરેલી ડ્યૂટી સામે ક્રેડિટ મેળવવાનો દાવો કરવાનો વિકલ્પ હશે. આ યોજના સૂચિત જીએસટી સાથે સુસંગત છે.

હાલમાં રૂ. 1.5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા નાના પાયાના ઉદ્યોગોને એક્સાઇઝ ડ્યૂટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરંતુ જીએસટી મુક્તિના ઉંબરને ઘટાડીને રૂ. 10 લાખ કરવાની દરખાસ્ત કરે છે. સરકાર કરના વ્યાપને વિસ્તારવા માટે ટર્નઓવરના ઉંબરને નીચો કરવા આતુર છે.

તેનો અર્થ એવો થયો કે રૂ. 10 લાખથી રૂ. એક કરોડની વચ્ચેનું ટર્નઓવર ધરાવતા એકમો 12 ટકાની એક્સાઇઝ ડ્યૂટીના કરપાત્ર ટર્નઓવરના સ્થાને ઘણા નીચા દર ધરાવતી યોજનાને અપનાવી શકે. કમ્પોઝિશન યોજના અપનાવનારા મેન્યુફેક્ચરિંગ એકમે રેકર્ડ જાળવવાની જરૂરિયાત રહેશે નહીં જોકે તે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવી શકશે નહીં.

તજ્જ્ઞો કહે છે કે આવી યોજનાના કારણે જીએસટીમાં વધારે સરળતાથી સંકમણ કરી શકાશે . હિસાબી પેઢી અર્ન્સ્ટ એન્ડ યંગના ભાગીદાર બિપીન સાપરાએ જણાવ્યું હતું કે , કમ્પોઝિશન યોજના ધિરાણના પ્રવાહના સંદર્ભમાં કદાચ આદર્શ બની શકે નહીં . પરંતુ નાનાકરદાતાઓને ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના માળખામાં લાવવા માટે એક સંક્રમણની વ્યવસ્થા તરીકે કામ કરી શકે .

મુખ્ય સમાચાર


ડિસેમ્બરમાં મારુતિ સુઝુકીનું વેચાણ 17 ટકા વધ્યું

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ડિસેમ્બર 2010માં 17.01 ટકાની વૃદ્ધિ સાથે 99,225 એકમનું વેચાણ કર્યું છે...


SBI, ICICI બેન્ક અને HDFC સહિતની દેશની પ્રમુખ બેન્કોએ પોતાના લેન્ડિંગ અને ડિપોઝિટ રેટમાં 1 ટકા સુધીનો વધારો કર્યો છે...

નેટ્કો ફાર્માએ અમેરિકા સ્થિત કંપની ફાઇઝરની એચઆઇવીની દવાની નકલ બનાવીને ભારતમાં વેચવા માટે કંપની પાસેથી સ્વૈચ્છિક લાઇસન્સની માંગણી કરી છે...

દેશની સાતમા ક્રમની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર પટણી કમ્પ્યુટર્સમાં નિયંત્રણાત્મક હિસ્સો ખરીદવાની દોડમાં વધુ એક સપ્તાહનો વિલંબ થઈ શકે છે...

ગુજરાતમાં નાનાં વિમાનોનું ઉત્પાદન થશે

અમદાવાદ : એન્જિનિયરિંગ સેક્ટરમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતા ગુજરાતમાં માઇક્રોલાઇટ એરક્રાફટ અને પ્રાઇવેટ કમ્યુટર એરક્રાફટનું ઉત્પાદન થશે. ગુજરાતની નેલટેક અને ગાયરો એરક્રાફટ કંપની આ માટે રાજ્ય સરકાર સાથે વાટઘાટ કરી રહી છે. રાજ્યમાં એવિયેશન સેક્ટરના છ પ્રોજેક્ટમાં રૂ. 1,255 કરોડનાં નવાં રોકાણ આવશે.

ગુજરાતમાં એવિયેશન સેક્ટરમાં મોટા પ્રોજેક્ટ મેળવવા ગુજરાત સરકારે અગાઉ કેટલીક કંપનીઓ સાથે મંત્રણા કરી હતી. નેલ ટેક કંપની રૂ. 600 કરોડના ખર્ચે ટુ સીટર એરક્રાફટ બનાવવાનો પ્રોજેક્ટ વડોદરામાં સ્થાપશે.

ગાયરો એરક્રાફટ કંપની રૂ. 250 કરોડના ખર્ચે સ્પોર્ટિંગ એરક્રાફટ બનાવશે જે હેલિકોપ્ટર અને નાના પ્લેનનું હાઈબ્રિડ મોડલ હોય છે અને તેનો ઉપયોગ નજીકના સ્થળે ઓછી જગ્યામાં પણ લેન્ડ કરી શકાય તેવા સ્થળે જવા માટે કરી શકાય છે. આ કંપની એક વર્ષમાં 250 એરક્રાફટ બનાવવાની ક્ષમતા ધરાવશે.

આ ઉપરાંત રાજ્યની પ્રથમ એવિયેશન ઇન્સ્ટિટ્યૂટ એમ-પાવર એનર્જી ઇન્ડિયા લિમિટેડ એવિયેશન સેક્ટરમાં એકેડેમિક અને એજ્યુકેશન સર્વિસ આપશે. હાલમાં દહેરાદૂન અને દક્ષિણ ભારતમાં હાજરી ધરાવતી આ કંપની રૂ. 200 કરોડના ખર્ચે સંસ્થા સ્થાપશે.

નાઇડ્સ પ્રાઇવેટ લિમિટેડ રાજ્યના નાના એરપોર્ટ કે એર સ્ટ્રીપ પર એરોસ્પોટ્સને લગતી પ્રવૃત્તિ કરશે. એબીજે એવિયેશન નામની કંપની ફિક્સ બેઝ ઓપરેશન (એફબીઓ) નાના એરપોર્ટ પર સર્વિસ આપશે. ગુજરાત સરકાર જે નાના એરપોર્ટ વિકસાવવા જઈ રહી છે , તેના ભાગરૂપે બેથી ત્રણ સ્થળો પર આ એફબીઓ સેવા શરૂ કરશે , જેમાં કંપની રૂ. 100 કરોડનું રોકાણ કરશે.

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports