લાગણીવશ થવા ઉપરાંત ભારત સાથે સંપર્ક જીવંત રાખવો એટલા માટે સમજભર્યું છે કે, ભારત અત્યારે સૌથી ઝડપથી વિકસતા દેશો પૈકીનું એક હોવાથી અહીં ઊંચું વળતર મળે છે. એક બેન્કના વેલ્થ મેનેજર જણાવે છે કે, વિદેશમાં દ્વિઅંકી વળતર મેળવવું શક્ય નથી જ્યારે ભારતમાં 8-9 ટકાના વળતરની અપેક્ષા રાખી શકાય છે. ઉદાહરણ તરીકે પાછલાં થોડાં વર્ષ સુધી ભારતીય શેરબજારોએ 100 ટકા સુધીનું વળતર આપ્યું છે. વિકસિત દેશોમાં આની કલ્પના પણ કરી શકાતી નથી. નિશ્ચિત આવક રળી આપતાં રોકાણોમાં પણ 8-10 ટકાનું વળતર મળે છે, જ્યારે વિદેશમાં 3-4 ટકાનું રોકાણ પણ સારું ગણવામાં આવે છે.
ઘણા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ્સ માને છે કે, પ્રોપર્ટી માટે NRIને ઘણું આકર્ષણ હોય છે. ઓળખ ગુપ્ત રાખવાની શરતે એક ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટે જણાવ્યું હતું કે, મને મળતી મોટા ભાગની પૂછપરછ પ્રોપર્ટી અંગેની હોય છે. કેટલાક લોકો છેવટે ભારત આવવા માંગતા હોવાથી પ્રોપર્ટી ખરીદતા હોય છે. કેટલાક લોકો માત્ર રોકાણ માટે પ્રોપર્ટી ખરીદતા હોય છે. તાજેતરમાં જ રિયલ એસ્ટેટનો જે ફુગ્ગો ફૂટ્યો તેને ઊભો કરવામાં NRIનું યોગદાન મહત્ત્વનું હતું.
NRIને અનેકવિધ યોજનાઓમાં રોકાણ કરવાની પરવાનગી મળી હોવાથી તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે પણ આતુર હોય છે. તેઓ કહે છે કે, મ્યુચ્યુઅલમાં વધારે સારું વળતર મળતું હોવાનું તેઓ જાણતા હોવાથી તેઓ અહીં રોકાણ કરવા પણ આતુર હોય છે. આ ઉપરાંત ઓઆઇસી અને પીઆઇઓ પર રોકાણ કરવા પર કોઈ પ્રકારનું બંધન નથી. તેઓ ઇચ્છે ત્યાં રોકાણ કરી શકે છે.
જોકે, ફાઇનાન્શિયલ એડ્વાઇઝર્સની સલાહ હોય છે કે NRIએ રોકાણ કરતાં અગાઉ પોતાની વિગતવાર માહિતી આપતી વખતે તકેદારી રાખવાની રહે છે. વ્યક્તિએ પોતાની સંપૂર્ણ સ્થિતિ અંગે વિગતવાર દસ્તાવેજ રજૂ કરવા જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતાં અગાઉ શી તકેદારી રાખવી તેની સમજ આપતાં સુરેશ કહે છે કે, તેમણે અરજીપત્રકમાં જણાવવું જોઈએ કે તેઓ NRI છે.
તેમણે વિદેશમાંનું તેમનું સરનામું પણ આપવાનું રહે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, એફડીના કિસ્સામાં તેમને એનઆરઇ અને એનઆરઓ ખાતા વચ્ચેનો ભેદ ખબર હોવો જોઈએ. આ મહત્ત્વનું છે કારણ કે એનઆરઓ ખાતામાં રકમ વિદેશમાં પરત લઈ શકાય છે જ્યારે NRI ખાતામાં તેમ કરી શકાતું નથી. મહત્ત્વના દસ્તાવેજો દર્શાવવાને નાણાકીય નિષ્ણાતો ખૂબ મહત્ત્વ આપે છે. કોઈ વ્યક્તિ વીમો લેવા માંગતી હોય તો કંપની વર્ક પરમિટની વિગત આપે છે. જોકે, આ દસ્તાવેજોની જરૂરિયાત કંપનીએ-કંપનીએ જુદી જુદી રહે છે.
No comments:
Post a Comment