હીરો કોર્પોરેટ સર્વિસિસમાં ગુપ્તા એસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ તરીકે કામ કરે છે. ગુડગાંવના પોલીસ કમિશનર એસ એસ દેસવાલે જણાવ્યું હતું કે , ગુપ્તાએ હીરો ગ્રૂપની વિવિધ કંપનીઓ અને તેના પ્રમોટર્સના રૂ. 250 કરોડનું રોકાણ કર્યું હતું.
આ માટે ગુપ્તાએ બે ફાઇનાન્સ કંપનીઓ- બી જી ફાઇનાન્સ અને જીટુએસ કન્સલ્ટન્સીની રચના કરી હતી અને રકમના રોકાણ માટે સિટી બેન્કના અધિકારી પુરી પાસેથી કમિશન પેટે રૂ. 20 કરોડ મેળવ્યા હતા.
સિટી બેન્કની ગુડગાંવ શાખામાં રિલેશનશિપ મેનેજર તરીકે કામ કરતા પુરીએ સેબીના બનાવટી પત્રના આધારે લોકોને 18 ટકા જેટલું ઊંચું વળતર આપવાની ખાતરી આપી ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ વેચી હતી. તેની ગયા સપ્તાહમાં ધરપકડ થઈ હતી અને એક સપ્તાહ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો.
પોલીસે જણાવ્યા પ્રમાણે હીરો ગ્રૂપના કેટલાક કર્મચારીઓ અને પ્રમોટર્સે શિવરાજ પુરીની સ્કીમ્સમાં રોકાણ કર્યું છે. જોકે રોકાણકારોના નામ અને રોકાણનું ચોક્કસ પ્રમાણ જાણી શકાયું નથી.
ગુપ્તાની ધરપકડ બાદ પોલીસે તેની 10 દિવસની કસ્ટડી માંગી હતી , પરંતુ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કમ એડિશનલ સિવિલ જજ (સિનિયર ડિવિઝન) ડી એન ભારદ્વાજે માત્ર પાંચ દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી હતી.
પોલીસે અગાઉ ઇન્ડિયન પિનલ કોડની સેક્શન 120 બી હેઠળ તેની ધરપકડ કરી હતી જે ફોજદારી કૌભાંડ સંબંધિત છે. પોલીસે ગયા સપ્તાહમાં ગુપ્તાને શિવરાજ પુરી સાથે પૂછપરછ માટે બોલાવ્યો હતો જે સિટી બેન્કના રૂ. 300 કરોડના કૌભાંડમાં મુખ્ય આરોપી છે. દેસવાલે જણાવ્યું હતું કે , પુરીએ સ્વીકાર્યું હતું કે સેબીના બનાવટી પત્ર વિશે ગુપ્તાને જાણકારી હતી. સેબીના પત્રના આધારે હાઈ નેટવર્થ ક્લાયન્ટ્સને નાણાં રોકવા માટે લલચાવવામાં આવ્યા હતા.
દેસવાલે જણાવ્યું હતું કે અન્ય ત્રણ શકમંદ પુરીના દાદા દાદી પ્રેમનાથ ( ઉ . વ . 92) અને શીલા પ્રેમનાથ ( ઉ . વ . 86) અને પુરીની માતા દિક્ષા પુરીની ધરપકડ કરવામાં આવી નથી કારણ કે તેમની સામેલગીરી નગણ્ય જણાય છે .
ગયા સપ્તાહમાં બ્રિજમોહનલાલ મુંજાલની આગેવાની હેઠળના હીરો ગ્રૂપે સ્વીકાર્યું હતું કે તેની સાથે રૂ . 28.75 કરોડની છેતરપિંડી થઈ છે . ગ્રૂપે દાવો કર્યો છે કે તેની મુખ્ય કંપની હીરો હોન્ડાને આ છેતરપિંડી સાથે કોઈ લેવાદેવા નથી .
, પરંતુ અન્ય પેટા કંપનીઓ હીરો કોર્પોરેટ સર્વિસિસ , રોકમેન સાઇકલ્સ ઇન્ડસ્ટ્રીઝ , હીરો માઇન્ડમાઇન ઇન્સ્ટિટ્યૂટ ઇઝી બિલ અને હીરો મેનેજમેન્ટ સર્વિસિસને કૌભાંડની અસર થઈ છે કે નહીં તે વિશે મેનેજમેન્ટે ચુપકીદી સેવી છે .
જોકે ગુપ્તાના વકીલ સી એલ કક્કડે કોર્ટમાં જણાવ્યું હતું કે ગુપ્તા આરોપી નથી , પરંતુ ભોગ બનેલી વ્યક્તિ છે અને જરૂર પડે તો તે સાક્ષી બની શકે છે .
દેસવાલે અગાઉ જણાવ્યું હતું કે નાણાંનો મોટા ભાગનો હિસ્સો બ્રોકરેજ કંપનીઓ રેલિગેર અને બોનાન્ઝાને મળ્યો હતો જેના અધિકારીઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા
No comments:
Post a Comment