Translate

Saturday, November 27, 2010

ખાદ્ય ફુગાવો ઘટીને ત્રણ મહિનાની 10.15 ટકાની નીચી સપાટીએ

તાજા પાકના આગમનને પગલે શાકભાજીની કિંમતોમાં ઘટાડો થતાં 13 નવેમ્બરના રોજ


પૂર્ણ થયેલા અઠવાડિયામાં ખાદ્ય ફુગાવાનો દર ઘટીને ત્રણ મહિનાની સૌથી નીચી સપાટી 10.15 ટકા થયો હતો. તેના પગલે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) હવે ચાવીરૂપ દરોમાં વધારો નહીં કરે તેવી આશા બંધાઈ છે. દેશના બજારામાં નવા પાકના આગમનને પગલે સતત છઠ્ઠા અઠવાડિયે ઘટાડો થયો છે.

સાથેસાથે આરબીઆઇની કડક નાણાકીય નીતિની અસર પણ જોવા મળે છે , જેના પગલે માંગમાં ઘટાડો થયો છે. અગાઉના અઠવાડિયે ખાદ્ય ફુગાવો 10.30 ટકા હતો.

વાર્ષિક ધોરણે કઠોળની કિંમતમાં 7.58 ટકાનો અને બટાટાની કિંમતમાં 48.70 ટકાનો ઘટાડો થવાના પગલે શાકભાજીના ભાવમાં 3.76 ટકાનો ઘટાડો થયો હતો. ડેલોઇટ્ટ ઇન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી શાન્તો ગોષે કહ્યું હતું કે , બજારમાં ખાદ્ય ચીજવસ્તુઓના પુરવઠામાં વધારો થવાથી ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થયો છે.

ક્રિસિલના મુખ્ય અર્થશાસ્ત્રી ડી કે જોશીએ કહ્યું હતું કે , ખાદ્ય ફુગાવાના દરમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે.અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે ખાદ્ય ફુગાવો ડિસેમ્બરની મધ્ય સુધીમાં 10 ટકા કરતાં ઓછો થઈ જશે. ચાલુ વર્ષે 24 જુલાઈના રોજ છેલ્લે ફુગાવાનો દર 10 ટકા કરતાં ઓછો જોવા મળ્યો હતો.

જોશીએ ઉમેર્યું હતું કે , ડિસેમ્બર સુધીમાં ખાદ્ય ફુગાવો 10 ટકા કરતાં ઓછો રહેવો જોઈએ. માર્ચના અંત સુધીમાં સંપૂર્ણ ફુગાવાનો દર છથી સાત ટકા અને ખાદ્ય ફુગાવાનો દર છથી સાત ટકા રહેશે તેવી અપેક્ષા છે.

જથ્થાબંધ કિંમત સૂચકાંક આધારિત ફુગાવામાં ખાદ્ય ચીજવસ્તુઓનો ભાર 14 ટકા છે. ઓક્ટોબરમાં કુલ ફુગાવો 8.58 ટકા હતો , જે આરબીઆઇના અનુકૂળ સ્તર પાંચથી ટકા કરતાં વધારે છે. આરબીઆઇએ ચાલુ વર્ષે ફુગાવાના દરને નિયંત્રણમાં લેવા વખત ચાવીરૂપ નીતિગત દરો વધાર્યા છે.

આરબીઆઇએ જણાવ્યું હતું કે તે દર વધારતાં અગાઉ થોડા સમય માટે થોભશે. નીતિગત દરોમાં વધારો ખાદ્ય ફુગાવા પર પ્રત્યક્ષ અસર કરતો નથી છતાં તેના વધારાથી નાણા પુરવઠામાં ઘટાડાને પગલે કન્ઝ્યુમર માગમાં નિયંત્રણ મેળવવામાં મદદ મળે છે. જોકે પ્રોટીન આધારિત ખાદ્ય ફુગાવો હજુ પણ ઊંચો છે. ઇંડા , માંસ અને માછલી જેવી ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં 23 ટકાનો વધારો થયો છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports