Translate

Saturday, November 27, 2010

મ્યુચ્યુઅલ ફંડ્સ રિયલ એસ્ટેટમાં રોકાણ ટાળે : SEBI

મૂ઼ડીબજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) કેટલીક સ્કીમનાં નાણાંનું રિયલ એસ્ટેટના ડેટ પેપરમાં રોકાણ કરવાનું ટાળવા એસેટ મેનેજમેન્ટ કંપનીઓને જણાવ્યું છે.

મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના અધિકારીઓના જણાવ્યા અનુસાર ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટમાં નેગેટિવ સેક્ટર લિસ્ટનો ઉલ્લેખ કરવા તેમજ તેઓ નેગેટિવ સેક્ટર લિસ્ટમાં સમાવિષ્ટ ક્ષેત્રોમાં રોકાણ નહીં કરે તેવી બાંયધરી આપવા એસેટ મેનેજમેન્ટ કંપનીઓને આદેશ આપ્યો છે.

ફંડ હાઉસિસના માર્કેટિંગ અધિકારીઓના જણાવ્યા અનુસાર રિયલ એસ્ટેટનો નેગેટિવ સેક્ટર લિસ્ટમાં સમાવેશ કરવાનું સેબી ફંડ હાઉસિસ પર દબાણ કરી રહી છે. ઇટી સાથે વાતચીત કરનારા એક પણ ફંડ હાઉસિસને નેગેટિવ સેક્ટર લિસ્ટ અંગે કે રિયલ એસ્ટેટ કંપનીઓમાં તેમના રોકાણને મર્યાદિત કરવાની લેખિતમાં સૂચના મળી નથી.

ફંડ હાઉસિસને માત્ર મોખિક જાણ કરવામાં આવી છે. રિયલ એસ્ટેટનો નેગેટિવ લિસ્ટમાં સમાવેશ કરવાનો આદેશ ખાસ કરીને કેપિટલ પ્રોટેક્ટેડ સ્કીમ લોન્ચ કરતા ફંડ હાઉસિસ માટે આવી રહ્યો હોય તેમ લાગે છે.એમ બેન્કે પ્રમોટ કરેલી એક ફંડ હાઉસના ઇન્વેસ્ટમેન્ટ હેડે જણાવ્યું હતું.

એક મધ્યમ કદના ફંડ હાઉસના માર્કેટિંગ વડાએ તાજેતરમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ કંપનીઓના બોન્ડ્સમાં રોકાણ કરવા નિયમનકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. ફંડ હાઉસે એવી બાંયધરી આપી છે કે કેપિટલ પ્રોટેક્શન સ્કીમ બ્લેક લિસ્ટેડ ક્ષેત્રમાં રોકાણ કરશે નહીં.

ફંડ હાઉસિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર રિયલ એસ્ટેટ કંપનીઓની ઋણ ચુકવણીની ક્ષમતા અંગે સેબીને ચિંતા છે. રિયલ એસ્ટેટ કંપનીઓ ઘણીવાર વધુ પડતું ઋણ લેતી હોય છે.

વધુમાં મોટા ભાગની રિયલ એસ્ટેટ કંપનીઓના રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડથી પણ સેબી સંતુષ્ટ નથી. બેલેન્સશીટની મજબૂતાઈ , લેન્ડ બેન્કનું વેલ્યુએશન , માલિકીના હકની કાયદેસરતા , પ્રોજેક્ટનાં ધોરણો અને અમલીકરણ જેવા મુદ્દા સેબી માટે ચિંતાજનક છે.

ઓક્ટોબર 2008 માં ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓ નિયમ સમય મુજબ રિપેમેન્ટ કરી શકી હતી અને તેથી મ્યુચ્યુઅલ ફંડ રિડેમ્પશનને પહોંચી વળવા માટે બહારથી ઋણ લેવું પડ્યું હતું.

રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ કંપની જોન્સ લાંગ લાસેલેના અનુજ પુરી ( ઇન્ડિયા હેડ ) જણાવ્યું હતું કે , આરબીઆઇ સહિતના તમામ નિયમનકારો રિયલ એસ્ટેટ અંગે નર્વસ છે .

પુરીએ વધુમાં જણાવ્યું હતું કે , વ્યાપક સ્તરે ડેવલપર્સ માટે મુશ્કેલીની અમને કોઈ ધારણા નથી . ઋણની નોન - પેમેન્ટના સંદર્ભમાં આપણે જોયું છે કે મંદીમાં પણ રિયલ એસ્ટેટ કંપનીઓને ડિફોલ્ટર બની નથી .

ઋણનું થોડું રોલ - ઓવર થયું હતું , પરંતુ તે ટૂંકા ગાળા માટે હતું . મોટા ભાગની ધિરાણ સંસ્થાઓ વ્યક્તિગત પ્રોજેક્ટ્સ માટે ફંડ આપતી હોવાથી ક્રેડિટ જોખમમાં પણ મોટો ઘટાડો થયો છે .

એનાલિસ્ટના જણાવ્યા અનુસાર તમામ શહેરોમાં રિયલ એસ્ટેટના ભાવમાં તાજેતરના ભૂતકાળમાં નોંધપાત્ર વધારો થયો છે . હકીકતમાં કેટલાક વિસ્તારમાં ભાવ 2008 ની ઊંચી સપાટીને પણ વટાવી ગયા છે . છેલ્લા 11 મહિનામાં રિયલ એસ્ટેટ ફંડિગમાં પણ વધારો થયો છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports