ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ મિનિટોમાં BSE સેન્સેક્સ 9.83 પોઈન્ટ વધીને 17,472.87 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 2.75 પોઈન્ટ વધીને 5228.55 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.34 ટકા અને 0.17 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .
આજે સવારે રિયલ્ટી , ટેકનો અને આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે ઓટો તેમજ બેન્ક શેરોમાં લેવાલી જોવા મળી હતી .
ગુરુવારે BSE સેન્સેક્સ ઉપરમાં 17636.88 અને નીચામાં 17362.59 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 129.73 પોઈન્ટ ઘટીને 17,463.04 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5272.50 અને 5196.80 પોઈન્ટની વચ્ચે ટ્રેડ થયા બાદ 27.75 પોઈન્ટ ઘટીને 5225.80 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .
No comments:
Post a Comment