વિદેશી રોકાણકારો બજેટમાં સરકાર નાણા ખાધ , જાહેર દેવું અને માળખાગત ક્ષેત્ર માટે કેવું વલણ અપનાવે છે તેના પર આધાર રાખીને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે , તેમ CNI રિસર્ચના CMD કિશોર પી ઓસવાલે જણાવ્યું હતું.
ફેબ્રુઆરીના અત્યાર સુધીના કુલ 13 ટ્રેડિંગ સેશનમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય શેર તેમજ બોન્ડમાં 277 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
આ સમયગાળા દરમિયાન ડોલરમાં FII એ 60.98 મિલિયન ડોલરનું મૂડીરોકાણ કર્યું છે , તેમ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવાયું હતું.
No comments:
Post a Comment