એક કિલો ચાંદી આજે 7200 રૂપિયાના કડાકા સાથે 53,300 જ્યારે દસ ગ્રામ સોનાનો ભાવ 410 રૂપિયા ગગડીને 22,170 રૂપિયા નોંધાયો હતો.
મોટા ભાગના ચલણો સામે ડોલર મજબૂત થવાને પગલે વૈશ્વિક બજારમાં કિંમતી ધાતૂઓના બજારમાં કડાકો જોવાયો હતો અને તેની અસર ભારતના બુલિયન માર્કેટમાં પણ જોવા મળી હતી. મૂડીરોકાણના વિકલ્પ તરીકે સોનાની માંગમાં ઘટાડો થયો હોવાને કારણે પણ પીળી ધાતુમાં નરમાઈ જોવા મળી હતી.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનુ 0.7 ટકા ઘટીને ઔંસ દીઠ 1491 ડોલર અને ચાંદી 5.2 ટકા ઘટીને ઓંસદીઠ 33.65 ડોલર બોલાઈ હતી.
ઊંચા મથાળે સ્થાનિક બજારમાં પણ માંગ ઘટતાં સોના તેમજ ચાંદીમાં નરમાઈ જોવા મળી હતી.
સ્થાનિક બજારમાં હાજરમાં એક કિલો ચાંદી 7200 રૂપિયા ઘટીને 53,300 અને સાપ્તાહિક ડિલિવરી 7440 રૂપિયા ઘટીને 52,300 રૂપિયા નોંધાઈ હતી.
ચાંદીના 100 સિક્કાના ખરીદ તેમજ વેચાણ ભાવ પણ 9500 રૂપિયાના ઘટાડા સાથે અનુક્રમે 57,500 અને 58,500 રહ્યા હતા.
શુધ્ધ દસ ગ્રામ સોનુ અને સોનાના દાગીનાના ભાવ 410 રૂપિયા ઘટીને અનુક્રમે 22,170 રૂપિયા અઇને 22050 રૂપિયા બોલાયા હતા.
MCX માં ચાંદીનો જૂન મીની વાયદો 50,400 સુધી તૂટ્યો હતો
No comments:
Post a Comment