આ નિર્ણયથી નર્મદા કમાન્ડ એરિયા માટેની જમીન સંપાદન હેઠળના આઠ જિલ્લાના 86,13 ર ખેડૂતોને નવી જંત્રી પ્રમાણે વધુ વળતર મળશે. જૂની જંત્રી પ્રમાણે વળતર મેળવેલા પપ ,39 પ ખેડૂતોને પણ નવી જંત્રી પ્રમાણે વળતર યોજનાનો લાભ મળશે.
રાજ્યમાં નવી જંત્રીના દરના અમલ પછી કેટલાક વિસ્તારોમાં સરદાર સરોવર નિગમને અગાઉ જમીન વેચનાર ખેડૂતોમાં એવી લાગણી પેદા થઇ હતી કે તેમને રાજ્યના હિતમાં જમીન આપવા સામે ઓછા નાણા મળ્યા છે.
આ લાગણીને દૂર કરવાના ભાગ રૂપે આ નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસ અને સૌરભ પટેલે ખેડૂતોને સંપાદિત જમીનનું યોગ્ય વળતર મળે તે માટેની નીતિ વિષયક જાહેરાત કરતાં જણાવ્યું હતું કે , નર્મદા યોજનાની કેનાલો માટેની જમીન આપનારા ખેડૂતોને તાજેતરમાં નવી જંત્રી પ્રમાણેના ભાવ ઉપરાંત વધારાનું 30 ટકા સોલેસિયમ વળતર મળવાપાત્ર થશે.
No comments:
Post a Comment