ગયા વર્ષની રાજ્યની રૂ. 30 હજાર કરોડની વાર્ષિક યોજનાના કદમાં ર 6.67 ટકાની વૃદ્ધિ થઈ છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આયોજન પંચના ઉપાધ્યક્ષ ડો. મોન્ટેક સિંઘ આહલુવાલિયા વચ્ચે શુક્રવારે નવી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો એમ સરકારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આયોજન પંચના સભ્યોનાં સૂચનોને આવકારતાં જણાવ્યું હતું કે ગુજરાત 11 મી પંચવર્ષીય યોજના માટે આયોજન પંચે નિર્ધારિત કરેલા 11. ર ટકાના વિકાસદરનો લક્ષ્યાંક હાંસલ કરશે. મોદીએ જણાવ્યું કે , ગુજરાતની આ વર્ષની વાર્ષિક યોજનાના કદમાં નોંધપાત્ર વધારો થતાં રાજ્ય સરકાર આ વર્ષે કેટલીક નવી યોજનાઓનો સમાવેશ કરશે જે આ પ્રમાણે છેઃ
આદિવાસી ક્ષેત્રમાં વૈજ્ઞાનિક પશુપાલન વિકાસ માટે દુધાળાં પશુઓલાદ સુધારણા યોજનાને માટે આયોજન પંચે રૂ. 147 કરોડ મંજૂર કર્યા છે.
આદિવાસી બાળકો માટે મોડલ ડે સ્કૂલ શરૂ કરાશે જે વર્તમાન આશ્રમશાળાની પરંપરાથી ઉપર ઊઠીને નેક્સ્ટ જનરેશન આશ્રમશાળાનું નવું મોડલ પૂરું પાડશે. પ્રત્યેક મોડલ ડે સ્કૂલમાં 1,000 જેટલાં વનવાસી બાળકોને આસપાસના વનવાસી ગામોમાંથી મીની-બસની સુવિધા સાથેનું આધુનિક શિક્ષણ અપાશે. આદિવાસી ક્ષેત્રમાં કૃષિ વિકાસને વેગ આપવા મોટા પાયે ડ્રિપ ઇરિગેશનની યોજનાઓ હાથ ધરાશે.
ડાંગ અને દાહોદ સહિત વનવાસી ક્ષેત્રમાં મોડલ રોડ નેટવર્ક અને પીવાના પાણી પુરવઠાની વિશેષ યોજનાઓનો અમલ કરી શકાશે. શહેરી સ્વાસ્થ્ય સંભાળ પ્રોજેક્ટમાં રાજ્યના 1 પ 9 મ્યુનિસિપલ શહેરોમાં સ્વાસ્થ્ય સેવાઓ વધારવામાં આવશે.
No comments:
Post a Comment