જીઆઇડીબી 2009 માં એસઆઇઆર ધારો ઘડનારી દેશની સૌ પ્રથમ સંસ્થા હતી. ગુજરાત સરકારે પીસીપીઆઇઆર-દહેજ , હાલોલ-સાવલી પટ્ટો અને સાંતલપુર ખાતે વધુ ચાર એસઆઇઆર વિકસાવવા માટે પણ જાહેરનામું જારી કર્યું હતું.
ધોલેરા એસઆઇઆર 903 ચોરસ કિમીમાં આકાર લેવાનો છે અને તેમાં રર ગામોનો સમાવેશ થાય છે. આ ગામોના સ્થળાંતર વગર આધુનિક નગરરચનાનું આયોજન કરવામાં આવશે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ર 009 અને ર 011 માં ધોલેરા સરના વિકાસ માટે ખાનગી રોકાણકારોએ વિવિધ પ્રોજેક્ટ માટે સારો પ્રતિસાદ આપીને ર 0 સમજૂતી કરાર કર્યા છે. ધોલેરા સરમાં કેન્દ્ર સરકારના સહયોગને જોતાં આ સમગ્ર ખારાપાટનો પ્રદેશ આર્થિક અને ઔદ્યોગિક વિકાસની નવી વૈશ્વિક ક્ષિતિજો સર કરશે.
બુધવારે મુખ્યમંત્રીના વડપણ હેઠળ યોજાયેલી બેઠકમાં ધોલેરા એસઆઇઆરની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં ભૂકંપ અને સુનામી અંગેના અભ્યાસ , જળવ્યવસ્થાપન અંગેનું આયોજન અને અભ્યાસ , અમદાવાદથી ધોલેરા સુધી 110 કિમીના એક્સપ્રેસ-વેની પથરેખાનો અભ્યાસ , નવા આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું નિર્માણ અંગેનાં આયોજનોમાં કેટલી પ્રગતિ થઈ છે.
તેની માહિતી આપવામાં આવી હતી. ધોલેરા સર , દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર (ડીએમઆઇસી) અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએફસી)ના ભારત-જાપાનના સંયુક્ત વિકાસ પ્રોજેક્ટ અન્વયે મંજૂર થયેલો છે અને ભારત સરકારે ડીએમઆઇસીના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિકાસ માટે ગુજરાત સરકારે કરેલી પૂર્વતૈયારીઓની પ્રશંસા કરી છે , એટલું જ નહીં , ધોલેરા નિર્માણ-આયોજન અને વ્યવસ્થાપનની દષ્ટિએ સર્વશ્રેષ્ઠ શહેરી નગરરચના તથા આર્થિક પ્રગતિનું કેન્દ્ર બની શકે તેવી પૂરી ક્ષમતા ધરાવે છે એમ જીઆઇડીબીની બેઠકમાં ધોલેરા એસઆઇઆરની પ્રગતિની સમીક્ષામાં જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં દરિયાકાંઠે સમુદ્રના પાણીને મીઠું કરવાના રૂપાંતરણના ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા ઔદ્યોગિક જળવ્યવસ્થાપન અને સરદાર સરોવર નર્મદા કેનાલ ઉપર સૌર ઊર્જાશક્તિની યોજનાઓ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે હાથ ધરવા તેમજ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ખંભાતના અખાતમાં દહેજ-ઘોઘા રોરો ફેરી સર્વિસના પ્રોજેક્ટ અંગેની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
No comments:
Post a Comment