Translate

Wednesday, September 21, 2011

સોનું GOLD @ નેશનલ સ્પોટ એક્સચેન્જ કોમોડિટીઝ




ભારત ટનના હિસાબે વિશ્વમાં સોનાનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. 2007માં અંદાજે 800 ટન સોનાની આયાત થઈ હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર 2007માં સોનાનાં આભૂષણોની વૈશ્વિક માગમાં ભારતનો હિસ્સો 22.9 ટકા અને સિક્કા તથા લગડી સ્વરૂપે રોકાણમાં 53.8 ટકા રહ્યો હતો. લગડી સ્વરૂપે સોનાના સંગ્રહ સામે પ્રતિબંધ લાદતો 1990ના ગોલ્ડ કંટ્રોલ એક્ટ નાબૂદ થયા બાદ સોનાની વાર્ષિક માગ સરેરાશ 10 ટકાના દરે વધી રહી છે.


કોઠો 1 - 1996થી 2005 દરમિયાન સોનાની સરેરાશ વાર્ષિક માગ* (ટનમાં)

ભારત

675.0

યુનાઈટેડ સ્ટેટ્સ

462.5

ચીન

262.5

તુર્કી

175.0

સાઉદી અરેબિયા

175.0

યુએઈ

87.5

* ઝવેરાત, સિક્કા અને લગડી, ચંદ્રકો અને ઇમિટેશન સિક્કા, ઔદ્યોગિક અને સજાવટસંબંધી ઉપયોગ

અંદાજોમાં એકમત નથી, છતાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર ભારત પાસે અત્યારે લગભગ 15,000 ટન અથવા તો ધરતીની ઉપર જેટલું સોનું છે તેનો 10 ટકા હિસ્સો છે.
ભારતમાં સોનાની આયાતઃ
1991માં દાણચોરી તથા હવાલા માર્કેટને ડામવા તેમ જ સરકાર માટે મહેસૂલી આવક ઊભી કરવાના હેતુસર સોનાની આયાતનું ઉદારીકરણ કરવામાં આવ્યું. એ જ વર્ષે એનઆરઆઈ રૂટ મારફત પણ સોનાની સત્તાવાર આયાતની છૂટ આપવામાં આવી અને તેને કારણે સોનાની આવકમાં જંગી વધારો થયો. 1997-98માં બૅન્કોને ઓપન જનરલ લાઈસન્સ (ઓજીએલ) હેઠળ સોનાની આયાત કરવાની છૂટ આપવામાં આવી. આ રીતે સોનાની આયાતના ઉદારીકરણ સાથે દર વર્ષે આયાતમાં નોંધપાત્ર વધારો થવા માંડ્યો.

ભારતમાં સોનાની આયાત (પ્રમાણ અને મૂલ્ય)
વર્ષ
આયાત (ટનમાં)
મૂલ્ય (કરોડ રૂ.માં)

2001

593.61

24156.38

2002

410.29

19839.88

2003

441.93

23657.52

2004

591.92

35105.06

2005

748.04

45811.19

2006

703.91

61432.90

2007

773.60

61412.50

સ્રોતઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ

ઉપર આપણે જોયું કે સોનાની આયાત સતત વધી રહી છે. 2002માં આયાત 410 ટન હતી તે 2005માં વધીને 748 ટન સુધી પહોંચી હતી. માત્ર 2006માં તેમાં સાધારણ ઘટાડો થયો હતો. એ જ રીતે, વધતી આયાત સાથે વિદેશી હૂંડિયામણનો ખર્ચ રૂ।. 19,840 કરોડથી વધીને રૂ।. 61,433 કરોડ સુધી પહોંચ્યો હતો.
સ્થાનિક માગ-પુરવઠાની સ્થિતિ
  • ભારત વિશ્વનો સૌથી મોટો ગ્રાહક છે. 2007માં 773.6 ટનની આયાત થઈ હતી. સ્થાનિક ઉત્પાદન 2006-07માં માત્ર 3.05 ટનનું રહ્યું હતું, જે તેના અગાઉના વર્ષે 3.56 ટન હતું. જોકે, 2007ના ચોથા ત્રિમાસિક ગાળામાં સોનાના વધતા ભાવને કારણે માગમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને તે માત્ર 83.9 ટન નોંધાઈ હતી, જે 2006ના ચોથા ત્રિમાસિક ગાળામાં 230.1 ટનની સપાટીએ હતી.
  • ભારતે 2007માં અદાજે 14,451 મિલિયન ડૉલરના સોનાની આયાત કરી હતી. જો છેલ્લા ત્રિમાસિક ગાળામાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો ન આવ્યો હોત તો આયાતનો આંકડો વધુ ઊંચો હોત.
  • સ્થાનિક વપરાશ પર વરસાદ, પાકની કાપણી અને લગ્નસરાની મોસમની અસર રહે છે.
ભાવને અસરકર્તા મુખ્ય પરિબળો
  • વૈશ્વિક ચલણો, ખાસ કરીને ડૉલરની મજબૂતી અને નબળાઈ
  • ક્રૂડના ભાવની ચંચળતા રોકાણકારોને રોકાણનું સલામત માધ્યમ ગણાતા સોના તરફ હેજિંગ માટે દોરે છે.
  • જ્વેલરીની માગ
  • વિવિધ સેન્ટ્રલ (કેન્દ્રીય) બૅન્કોની સોનાનો સંગ્રહ રાખવાની નીતિ અને તેમના બૅન્ક દરોની પણ સોનાના ભાવ પર અસર પડે છે.
  • વૈશ્વિક સ્તરે ફુગાવાજન્ય દબાણ વધવાને કારણે પણ રોકાણકારો પોતાના રક્ષણ માટે સોનામાં રોકાણ વધારી દે છે.
  • ભારત અને ચીન જેવા દેશો તરફથી નીકળતી મોસમી માગ પણ ભાવને અસર કરે છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports