સીઆઇઆઇની વાર્ષિક પાર્ટનરશિપ સમિટ બાદ અદી ગોદરેજે પત્રકારોને જણાવ્યું હતું કે અમને અપેક્ષા છે કે દસ વર્ષના સમયમાં રિયલ એસ્ટેટ અમારો સૌથી મોટો વ્યવસાય બની જશે . તેમણે ઉમેર્યું હતું કે આ ક્ષેત્રમાં નરમાઈ હોવા છતાં પણ કંપનીનો રિયલ એસ્ટેટ વ્યવસાય લગભગ 100 ટકા વિકસ્યો છે .
ગોદરેજે વધુમાં ઉમેર્યું હતું કે આ અમારો સૌથી વધારે ઝડપથી વિકસતો વ્યવસાય છે . આ વ્યવસાયમાં નરમાઈ હોવાની વાસ્તવિકતા હોવા છતાં પણ તે દર વર્ષે 50-100 ટકાના દરે વિકસે છે . ગયા વર્ષે અમે લગભગ 100 ટકા વૃદ્ધિ કરી હતી તથા ચાલુ વર્ષે પણ અમે મજબૂત વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ . ગોદરેજે પ્રોપર્ટી બિઝનેસને મોટી તક તરીકે ગણાવ્યો હતો તથા ઉમેર્યું હતું કે કોઈ પણ કંપની બજારનો પાંચ ટકા હિસ્સો પણ ધરાવતી નથી .
રિયલ એસ્ટેટ બિઝનેસ ગોદરેજ પ્રોપર્ટીઝે એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળામાં રૂ .458.85 કરોડની આવક મેળવી હતી જ્યારે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ હેઠળ જૂથના એફએમસીજી વર્ટિકલે આ સમયગાળા દરમિયાન રૂ .2 , 992.43 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું .
એફએમસીજી બિઝનેસ અંગે ટિપ્પણી કરતાં ગોદરેજે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં તેની આવકનો 40 ટકા હિસ્સો વિદેશી બજારમાં મળવાની કંપનીને અપેક્ષા છેગોદરેજ જૂથને અપેક્ષા છે કે તેનું રિયલ એસ્ટેટ ડિવિઝન આગામી દસ વર્ષમાં તેનો સૌથી મોટો બિઝનેસ બની જશે, જે તેના મુખ્ય વ્યવસાય એફએમસીજી કરતાં પણ આગળ નીકળી જશે...
No comments:
Post a Comment