ફુગાવાનો
દર
ઘટીને
4.89
ટકાની
41
મહિનાની
નીચી
સપાટીએ
પહોંચી
ગયો
હતો
.
માર્ચમાં
ફુગાવો
5.96
ટકા
નોંધાયો
હતો
.
ET
નાઉના
5.3
ટકાના
અંદાજની
સરખામણીમાં
પણ
એપ્રિલનો
ફુગાવાનો
દર
નીચો
રહ્યો
હતો
.
નવેમ્બર , 2009 બાદ પ્રથમવાર જથ્થાબંધ આધારિત ફુગાવો આટલી નીચી સપાટીએ પહોંચ્યો છે . ફેબ્રુઆરીનો ફુગાવાનો આંક અગાઉના 6.84 ટકાથી સુધારીને 7.28 ટકા કરવામાં આવ્યો છે .
માર્ચના 8.73 ટકાની સરખામણીમાં એપ્રિલમાં ખાદ્ય ફુગાવો ઘટીને 6.08 ટકા નોંધાયો હતો જ્યારે પ્રાથમિક ચીજવસ્તુઓનો ફુગાવો 7.6 ટકાની સરખામણીમાં ઘટીને 5.75 ટકા થયો હતો .
શાકભાજી , ખાદ્ય તેલ અને પ્રોટિન આધારિત ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે એપ્રિલમાં રિટેલ ફુગાવો સતત બીજા મહિને ઘટીને 9.39 ટકા થયો હતો .
અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચમાં કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ આધારિત ફુગાવો 10.39 ટકા નોંધાયો હતો .
છેલ્લા કેટલાંક મહિનાઓથી ફુગાવામાં ઘટાડા છતાં ભારતીય રિઝર્વ બેન્ક દેશની ચાલુ ખાતાની ખાધને લઈને ચિંતિત છે . દેશની આર્થિક સ્થિતિ દાયકાની નીચી સપાટીએ આવી ગઈ હોવાથી રિઝર્વ બેન્કના ગવર્નર ડી સુબ્બારાવ સાવચેત વલણ અપનાવી રહ્યા છે .
ચાલુ વર્ષે આરબીઆઈએ ત્રીજા વાર રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ હવે વ્યાજદરમાં વધુ ઘટાડાની કોઈ તક નહી હોવાનો સંકેત આપ્યો હતો .

No comments:
Post a Comment