Translate

Tuesday, July 9, 2013

નવા ફીચર્સ સાથે માઈક્રોમેક્સ કેનવાસ ૪ લોન્ચ

માઈક્રોમેક્સે સોમવાર, ૮ જુલાઈએ પોતાનો નવો સ્માર્ટફોન Canvas 4 લોન્ચ કર્યો છે. ૧૭,૯૯૯ રૂપીયાની કિંમતનાં આ ફોનમાં 720×1280 રિઝોલ્યૂશનવાળા પાંચ ઈંચનાં ડિસ્પ્લે, ૧.૨Ghz કોર પ્રોસેસર અને ૧GB રેમ છે. આમાં ૧૬GB ઈન્ટરનલ સ્ટોરેજ છે અને ૩૨GBની એક્સપેંડેબલ મેમરી છે.
કેનવાસ ૪નો ઉપરનો ભાગ વાઈ-ફાઈ, જીપીએસ અને બ્લ્યૂટૂથ, જ્યારે નીચેનો ભાગ જીએસએમ નેટવર્ક માટે એન્ટીનાની જેમ કામ કરે છે. આ ફોનનો પાછળનો ભાગ પ્લાસ્ટિકનો બનેલો છે. આમાં ૧૩ મેગાપિક્સલવાળો બેક કેમેરા અને ૫ મેગાપિક્સલવાળો ફ્રન્ટ કેમેરા છે. બર્સ્ટ મોડમાં ફક્ત એક ક્લિકથી કેમેરા ૧૫ સેકન્ડમાં ૯૯ ફોટો પાડી શકે છે.
માઈક્રોમેક્સે આ સ્માર્ટફોનમાં ‘બ્લો-ટુ-અનલોક’ ફીચર રાખ્યું છે, જેનાથી આને એક ફૂક મારીને અનલોક કરી શકાય છે. આ ફોનમાં કોર્નિગ ગ્લાસ લાગેલો છે. આ ફોન માટે એક સ્પેશિયલ ગ્લાસ એલ્યૂમિનિયમ કવર પણ છે પરંતુ તેના માટે તમારે ૩,૦૦૦ રૂપિયા વધારે આપવા પડશે. એટલું જ નહી ગ્લવ્સ પહેરીને પણ આ ફોનનો ઉપયોગ કરી શકાશે.
Canvas 4માં વીડિયો પિન્ડ ફીચર પણ છે જેનાથી આ ફોન પર વીડિયો જોતા મેસેજ કે ઈમેઈલ પણ કરી શકાય છે. એક વીડિયો જોતા બીજા વિડીયોનો પ્રિવ્યૂ જોઈ શકાય છે. વીડિયો જોતા સ્ક્રીન પર સ્વાઈપ કરીને વોલ્યૂમ ઘટાડી કે વધારી પણ શકાય છે.
ઉલ્લેખનીય છે કે, માઈક્રોમેક્સે પોતાના આ નવા ફોન Canvas 4નો વધારે પ્રચાર નહોતો કર્યો, પરંતુ આમ છત્તા આ જ અઠવાડીયામાં ઓછામાં ઓછા ૧૧,૫૦૦ લોકો ફોનનું બુકિંગ કરાવી ચુક્યા છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports