સરકારનું
વાર્ષિક
અંદાજપત્ર
(
બજેટ
)
ઘરેલુ
બજેટથી
બહુ
અલગ
નથી
,
ફક્ત
તેમાં
ચોક્કસ
શબ્દપ્રયોગો
પુષ્કળ
જોવા
મળે
છે
.
પાંચ
ભાગની
શ્રેણીમાં
ઇકોનોમિક
ટાઇમ્સ
વાચકોને
મહેસૂલી
ખાતાથી
લઈને
જેની
ખૂબ
ચર્ચા
થાય
છે
તે
રાજકોષીય
ખાધ
સુધીના
મહત્ત્વના
શબ્દો
કે
શબ્દસમૂહો
અંગે
સરળ
સમજ
ઉપલબ્ધ
કરવામાં
મદદ
કરશે
.
અહીં
પ્રથમ
ભાગમાં
બજેટના
પાયાના
માળખાને
સમજાવ્યું
છે
.
એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ
વાર્ષિક બજેટ માટે નાણાપ્રધાનના બજેટ પ્રવચનથી સામાન્ય માણસ મૂંઝાય છે . પરંતુ બંધારણમાં જણાવ્યા અનુસાર , બજેટ એટલે વાસ્તવમાં 13-15 અન્ય દસ્તાવેજો સાથે સંસદમાં રજૂ કરવામાં આવેલું વાર્ષિક નાણાકીય નિવેદન છે . તેમાં ત્રણ ભાગ હોય છે - કોન્સોલિડેટેડ ફંડ , કન્ટિજન્સી ફંડ અને પબ્લિક એકાઉન્ટ . તેમાં આવક અને જાવકની વિગતો હોય છે .
કોન્સોલિડેટેડ ફંડ
સરકાર પાસેના નાણાકીય ભંડોળ પૈકી આ મુખ્ય ભંડોળ છે . તમામ મહેસૂલી આવક , ઉછીના લેવામાં આવેલાં નાણાં અને તેણે આપેલી લોન્સમાંથી મળતી આવક તે તમામ આ ખાતામાં આવે છે . તમામ સરકારી ખર્ચ આ ભંડોળમાંથી કાઢવામાં આવે છે . આ ભંડોળમાંથી કોઈ પણ ખર્ચ કરવા માટે સંસદની મંજૂરી લેવાની જરૂર પડે છે .
કન્ટિજન્સી ફંડ
તાકીદના અથવા અણધાર્યા તમામ ખર્ચ આ રૂ .500 કરોડના ભંડોળમાંથી કરવામાં આવે છે . તે રાષ્ટ્રપતિને આધીન હોય છે . આ ભંડોળમાંથી ઉપાડવામાં આવતી કોઈ પણ રકમ કોન્સોલિડેટેડ ફંડમાંથી સરભર કરવામાં આવે છે .
પબ્લિક એકાઉન્ટ
આ ભંડોળમાં રહેલા તમામ નાણાં અન્યોના , જેમ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડનાં હોય છે . સરકાર આ ફંડ માટે એક બેન્કર તરીકે જ કાર્ય કરે છે .
રેવન્યુ રિસીટ / ખર્ચ
કરવેરા જેવી તમામ આવકો અને પગારો , સબસિડીઝ તથા વ્યાજની ચુકવણીઓ , જેમાં મિલકતોનું વેચાણ કે સર્જન થતું નથી , તે તમામ આ ખાતા હેઠળ આવે છે .
કેપિટલ રિસીટ / ખર્ચ
કેપિટલ એકાઉન્ટ એસેટ્સના લિક્વિડેટિંગમાંથી ( એટલે કે કોઈ જાહેર સાહસની કંપનીના શેરોના વેચાણ ) માંથી થતી તમામ આવક તથા મિલકતોના સર્જન ( વ્યાજ મેળવવા આપવામાં આવતું ધિરાણ ) પાછળ થતા ખર્ચને બતાવે છે .
રેવન્યુ વિરુદ્ધ કેપિટલ
બજેટે મહેસૂલી ખાતા પરની તમામ આવક / ખર્ચને અન્ય ખર્ચથી અલગ બતાવવી પડે . આમ , તમામ આવકો , એટલે કે કોન્સોલિડેટેડ ફંડને રેવન્યુ બજેટ ( રેવન્યુ એકાઉન્ટ ) અને કેપિટલ બજેટ ( કેપિટલ એકાઉન્ટ ) માં વિભાજિત કરવામાં આવે છે . કેપિટલ એકાઉન્ટમાં મહેસૂલી સિવાયની આવક અને ખર્ચનો સમાવેશ થાય છે .
રેવન્યુ / કેપિટલ બજેટ
સરકારે રેવન્યુ બજેટ ( જેમાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચની વિગતો હોય ) અને કેપિટલ બજેટ ( જેમાં મૂડીની આવક અને મૂડીખર્ચ હોય ) તૈયાર કરવા પડે છે

No comments:
Post a Comment