ઇન્ફોસિસે ચાલુ વર્ષે ત્રીજા એક્વિઝિશન સાથે નોઆહ કન્સલ્ટિંગને સાત કરોડ
ડોલરમાં હસ્તગત કરવાની જાહેરાત કરી છે. કંપની ઓઇલ-ગેસ સેક્ટરમાં ઇન્ફર્મેશન
મેનેજમેન્ટ કન્સલ્ટિંગ સર્વિસિસ પૂરી પાડે છે. 2008માં શરૂ થયેલી નોઆહ
કન્સલ્ટિંગ ૧૨૨ કર્મચારી ધરાવે છે. અમેરિકાના હ્યુસ્ટન અને ટેક્સાસ તેમજ
કેનેડાના કેલગારીમાં તેની ઓફિસ છે.
નોઆહ કન્સલ્ટિંગના સ્થાપક જ્હોન રુડીએ Consultingmag.comને 2012માં આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, કંપનીની આવક (2012માં) 1.25 કરોડ ડોલરે પહોંચશે અને 2015 સુધીમાં તે પાંચ કરોડ ડોલરનો લક્ષ્યાંક હાંસલ કરવાની યોજના ધરાવે છે.
જોકે, ઇન્ફોસિસે નોઆહ કન્સલ્ટિંગ્ની આવક અંગે માહિતી આપી નથી. ઇન્ફોસિસના એનર્જી, કમ્યુનિકેશન્સ અને સર્વિસિસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને ગ્લોબલ હેડ રાજેશ મૂર્તિએ જણાવ્યું હતું કે, "ઓઇલ-ગેસ એક્સ્પ્લોરેશન કંપનીઓ મોટા પડકારોનો સામનો કરી રહી છે. તેને લીધે આ કંપનીઓને રોકાણ પર સારું વળતર મેળવવા વિવિધ વિકલ્પો જરૂરી છે. જેમાં યોગ્ય ઇન્ફર્મેશન અને ડેટા મેનેજમેન્ટ સ્ટ્રેટેજીનો સમાવેશ થાય છે.
નોઆહ કન્સલ્ટિંગના એક્વિઝિશન સાથે અમે ઓઇલ-ગેસ કંપનીઓને વૈશ્વિક સ્તરે સંપૂર્ણ ડેટા મેનેજમેન્ટ સર્વિસિસ પૂરી પાડી શકીશું." એન્જલ બ્રોકિંગના વાઇસ પ્રેસિડન્ટ અને રિસર્ચ (આઇટી) સરબજિત કૌર નાંગ્રાએ જણાવ્યું હતું કે, "એક્વિઝિશન નાનું હોવાથી કંપનીની નાણાકીય કામગીરી પર તેની નોંધપાત્ર અસર નહીં થાય."
સોદો 2015-16ના ત્રીજા ત્રિમાસિક ગાળા પહેલાં પૂરો થવાની ધારણા છે. ફેબ્રુઆરીમાં ઇન્ફોસિસે ઓટોમેશન સ્ટાર્ટ-અપ પનાયાને 20 કરોડ ડોલરમાં હસ્તગત કરી હતી. એપ્રિલમાં તેણે ડિજિટલ અને મોબાઇલ કોમર્સ સોલ્યુશન્સ પ્રોવાઇડર કેલિડસ ઇન્ક.ને 12 કરોડ ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી.

No comments:
Post a Comment