Translate

Tuesday, October 20, 2015

RIL એમેઝોન અને ફ્લિપકાર્ટને ટક્કર આપશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ફ્લિપકાર્ટ, એમેઝોન અને સ્નેપડીલની સ્પર્ધાને પહોંચી વળવા ઇ-કોમર્સ માર્કેટપ્લેસ મોડલને આખરી ઓપ આપી રહી છે. કંપની તેના ઇ-ટેલિંગ મોડલ માટે 1,50,000 વેન્ડર્સ સાથે જોડાણની યોજના ધરાવે છે.

શુક્રવારે ત્રિમાસિક પરિણામની જાહેરાત પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કંપનીને ચાલુ નાણાકીય વર્ષ પૂરું થતા સુધીમાં લગભગ 1,50,000 નાના અને મધ્યમ વેન્ડર્સની નોંધણી માટે સક્રિય છે. જેમાંથી 30,000 વેન્ડર્સ તો ચાલુ મહિને જ કંપની સાથે જોડાશે.

ભારતના ઇ-કોમર્સ બિઝનેસને જોતાં આ આંકડો આક્રમક કહી શકાય. કારણ કે જૂન 2013માં બિઝનેસ શરૂ કરનાર એમેઝોન તેના માર્કેટપ્લેસ પર 45,000 અને સ્નેપડીલ લગભગ ત્રણ વર્ષ પછી બે લાખ સક્રિય વેન્ડર્સ ધરાવે છે.

ભારતના ઝડપથી વધી રહેલા ઓનલાઇન રિટેલ બિઝનેસને જોતાં ટાટા જૂથ પણ તેના માર્કેટપ્લેસ મોડલને લોન્ચ કરવાની યોજના ધરાવે છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ અને રિટેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાનો ફેબ્રુઆરીનો અહેવાલ જણાવે છે કે, ભારતના ઇ-કોમર્સ માર્કેટનું કદ (જેમાં ટ્રાવેલ અને અન્ય સર્વિસિસ સામેલ છે) 2014માં લગભગ 17 અબજ ડોલર હતું, જે 2019 સુધીમાં 60-70 અબજ ડોલર થવાનો અંદાજ છે.

જોકે, ઇ-કોમર્સ બિઝનેસ ભલે આકર્ષક જણાતો હોય, પડકારોથી ભરપૂર છે. જાણકારોના મતે ભારતની એક પણ પરંપરાગત રિટેલ કંપની ઇ-કોમર્સ બિઝનેસનું વિસ્તરણ કરી શકી નથી.

જેમકે, દેશની સૌથી મોટી લિસ્ટેડ રિટેલર ફ્યુચર ગ્રૂપે ઘણી વખત ફ્લેગશિપ ઇ-કોમર્સ કંપની Futurebazarr.comના મોડલમાં ઘણી વખત ફેરફાર કર્યો. છતાં અત્યારે આ બિઝનેસ તેના પોતાના ફોર્મેટ્સ માટે માત્ર ગિફ્ટ વાઉચર સાઇટ પૂરતો મર્યાદિત થઈ ગયો છે. એવી રીતે દેશના સૌથી મોટા ડિપાર્ટમેન્ટ સ્ટોર શોપર્સ સ્ટોપને તેનો ઓનલાઇન રિટેલ બિઝનેસ વિકસાવવામાં મુશ્કેલી પડી રહી છે.

રિલાયન્સ અત્યારે ભારતના 250થી વધુ શહેરમાં 2,857 સ્ટોર્સનું સંચાલન કરે છે. કંપની હાલ ઓનલાઇન ફેશન અને લાઇફસ્ટાઇલ ઇ-કોમર્સ સાહસ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

કંપની તેના પ્રાઇવેટ લેબલ્સનું વિસ્તરણ કરવા સાથે સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, રશિયા, સ્વિટ્ઝર્લેન્ડ, ચીન અને તુર્કીની ફેશન બ્રાન્ડ સાથે પણ જોડાણ કરવાની યોજના ધરાવે છે. જોકે, કંપનીએ આ બ્રાન્ડ્સના નામ આપવાનો ઇનકાર કર્યો હતો. રિલાયન્સે વિશ્લેષકોને જણાવ્યું હતું કે, "વેરહાઉસિંગની આધુનિક સુવિધા તૈયાર છે. ઓર્ડર પૂરા કરવાની પ્રક્રિયા અને ઓટોમેશનના ટૂલ્સની ચકાસણી ચાલુ છે.

લોજિસ્ટિક્સ પાર્ટનર્સ સાથે કરાર થઈ ચૂક્યા છે." કંપની અધિકારીઓના જણાવ્યા અનુસાર કરિયાણાના ઓનલાઇન વેચાણ માટેના સેન્ટર્સ સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. કંપની ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કોમર્શિયલ લોન્ચિંગની યોજના ધરાવે છે. જોકે, કંપની કયા શહેરોમાં બિઝનેસ શરૂ કરશે તે હજુ સ્પષ્ટ નથી

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports