અમેરિકામાં નવેમ્બર માસનું વિઝા બુલેટિન જાહેર થયું છે. ઓક્ટોબર
મહિનાની સરખામણીમાં નવેમ્બર મહિનાનું બુલેટિન અત્યંત નિરાશાજનક જણાય છે.
ફેમિલી સ્પોન્સર્ડ તથા એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ વિઝાની મોટાભાગની એપ્લિકેશન
અંદાજે એક વર્ષ સુધી પાછી ઠેલાઇ છે. લેટેસ્ટ વિઝા બુલેટિન અનુસાર વિવિધ
કેટેગરીના વિઝાનું કરંટ સ્ટેટસ આ પ્રમાણે છેઃ
ફેમિલી સ્પોન્સર્ડ વિઝામાં પહેલી કેટેગરી 14 માસ પાછળ ખસી છે, જ્યારે
F2A કેટેગરી સાડ દસ મહિના પાછી ઠેલાઇ છે. તે સિવાય F2B કેટેગરી દોઢ વર્ષ
પાછી ખેંચાઇ છે. જ્યારે ફેમિલી સ્પોન્સર્ડ વિઝામાં ત્રીજી કેટેગરી દસ
મહિના જ્યારે ચોથી કેટેગરી 11 મહિના પાછી ઠેલાઇ છે.
એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ કેટેગરીમાં પ્રોફેશનલ ડિગ્રી ધરાવનારાની E-2
કેટેગરી અંદાજે ત્રણ વર્ષ જેટલી પાછી ઠેલાતા યુવાનોમાં ભારે નિરાશા છે.
જ્યારે E-3 કેટેગરી પણ 14 મહિના પાછી ઠેલાઇ છે. તે સિવાય અન્ય કેટેગરીઓ
એપ્રિલ-2015 માસ પ્રમાણે યથાવત્ છે.
ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરી સંપૂર્ણ વિઝા ઇન્ફર્મેશન
F1- યુએસ સિટીઝનશિપ ધરાવનાર વ્યક્તિના 21 વર્ષથી વધુ વયના અપરણીત દીકરાઓ તથા દીકરીઓ
F2A- કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્ની તથા અપરણીત બાળકો
F2B- કાયમી વસવાટ કરનારાઓના 21 વર્ષથી વધુ વયના અપરણીત દીકરાઓ તથા દીકરીઓ
F3- યુએસ સિટીઝનશિપ ધરાવનાર વ્યતકિતના પરિણીત પુત્રો અને પુત્રીઓ
F4- યુએસ સિટીઝનના એડલ્ટ બ્રધર અને સિસ્ટર
F2A- કાયમી વસવાટ કરનારાઓના પતિ-પત્ની તથા અપરણીત બાળકો
F2B- કાયમી વસવાટ કરનારાઓના 21 વર્ષથી વધુ વયના અપરણીત દીકરાઓ તથા દીકરીઓ
F3- યુએસ સિટીઝનશિપ ધરાવનાર વ્યતકિતના પરિણીત પુત્રો અને પુત્રીઓ
F4- યુએસ સિટીઝનના એડલ્ટ બ્રધર અને સિસ્ટર
નવેમ્બર-2015 માસની ફેમિલી સ્પોન્સર્ડ કેટેગરીની વિગતો
કેટેગરી | કટ-ઓફ ડેટ |
F1 | 22 ફેબ્રુઆરી 08 |
F2A | 15 મે 14 |
F2B | 08 ફેબ્રુઆરી 09 |
F3 | 15 જૂન 04 |
F4 | 01 માર્ચ 03 |
એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સિસના વિઝાની વિગતો
E1 - પ્રાયોરિટી વર્કર્સ (ચઢિયાતા કામદારો)
E2 - પ્રોફેશનલ ડિગ્રી ધરાવનાર વ્યક્તિ
E3 - સ્કિલ્ડ અને પ્રોફેશનલ વર્કર
E4 - સ્પેશિયલ ઇમિગ્રન્ટ્સ
E5 - ખાસ પ્રોગ્રામ, નક્કી કરેલા વિભાગમાં રોજગાર ઉત્પન્ન કરનાર અને ખાસ પ્રકારની નોકરીઓની તક
E2 - પ્રોફેશનલ ડિગ્રી ધરાવનાર વ્યક્તિ
E3 - સ્કિલ્ડ અને પ્રોફેશનલ વર્કર
E4 - સ્પેશિયલ ઇમિગ્રન્ટ્સ
E5 - ખાસ પ્રોગ્રામ, નક્કી કરેલા વિભાગમાં રોજગાર ઉત્પન્ન કરનાર અને ખાસ પ્રકારની નોકરીઓની તક
નવેમ્બર-2015 માસની એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ વિઝાની ઇન્ફર્મેશન
કેટેગરી | કટ-ઓફ ડેટ |
E1 | કરંટ ડેટ |
E2 | 01 ઓગસ્ટ 06 |
E3 | 01 એપ્રિલ 04 |
E4 | કરંટ ડેટ |
E5 | કરંટ ડેટ |
No comments:
Post a Comment