Translate

Tuesday, April 26, 2016

બોલ્ડ & ઇરોટિક ચીજોની ઓનલાઇન ધૂમ ખરીદી

કામસૂત્રના દેશમાં સ્ત્રી-પુરુષો બોલ્ડ બની રહ્યાં છે અને જાતીય આનંદ વધારતી ચીજવસ્તુઓ તથા ગિફ્ટની ધૂમ ખરીદી કરી રહ્યાં છે. ઇરોટિક ફિલ્મો અને વેબસાઇટ્સ પરથી પ્રેરણા લઈને તેઓ લ્યુબ્રિકન્ટ્સ, કોન્ડમ, હેન્ડકફ્સ, લોન્જરી, જેલ, વસ્ત્રો, મસાજ કેન્ડલ અને ઇનરવેર વગેરેની ખરીદી કરે છે.

તેના કારણે આ ચીજવસ્તુઓનું વેચાણ કરતા ઉદ્યોગસાહસિકો માટે પણ બજાર ખૂલ્યું છે. દિવ્યા ચૌહાણ આવાં પ્રથમ મહિલા સાહસિક છે જેમણે ઓનલાઇન સ્ટાર્ટ-અપ spleazure.comની સ્થાપના કરી છે જે એડલ્ટ સેક્સ પ્રોડક્ટ વેચે છે. તેઓ લ્યુબ્રિકન્ટ્સથી લઈને મેસેજર્સ, એડિબલ લોન્ચરી અને સેક્સ ગેમનું વેચાણ કરે છે. તેઓ કહે છે કે તેમની 40 ટકા ગ્રાહકો મહિલા છે અને મહિલાઓ પોતાની જાતીયતા અંગે કોન્ફિડન્ટ બની છે.

ભારતમાં આ બજારમાં મહિલાઓ સહભાગી થઈ હોવાથી સેક્સ્યુઅલ ચીજવસ્તુઓનું બજાર ~૨,૫૦૦ કરોડને સ્પર્શી ગયું છે. એડ્વર્ટાઇઝિંગ એજન્સી કરી-નેશનનાં સ્થાપક પ્રીતિ નાયર કહે છે કે જાતીયતા અને સેક્સ્યુઅલ આનંદ હવે માત્ર પુરુષોનો ઇજારો નથી.

ગયા વર્ષે ઓક્ટોબરમાં બેંગલુરુ ખાતે સેક્સ્યુઅલ વેલનેસ સ્ટાર્ટઅપ લવટ્રીટની સ્થાપના કરવામાં આવી હતી અને તે વર્ષે ૫૦ ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે. તેનાં મુખ્ય બજારોમાં બેંગલુરુ, મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી એનસીઆર અને ચેન્નાઈ સામેલ છે. તે મુખ્યત્વે વાઇબ્રેટર્સ, ફ્લેશ લાઇટ્સ, બોડી પેઇન્ટ, વેડિંગ હેમ્પર વગેરેનું વેચાણ કરે છે.

લવટ્રીટના સ્થાપક યુટે પોલિન વિમર કહે છે કે ભારતીય સેક્સ્યુઅલ વેલનેસ માર્કેટમાં મહિલાઓની હાજરી ઓછી હતી તે હવે વધી છે. જોકે એડલ્ટ પ્લેઝર માટેના માર્કેટમાં પુરુષોનું જ વર્ચસ છે અને તે પોતાના આનંદ તથા ફેન્ટસી પર વધારે ધ્યાન આપે છે.

સેક્સ્યુઅલ પ્રોડક્ટ સાઇટ આઇએમ બેશરમના સહસ્થાપક રાજ અરમાની કહે છે કે ઇરોટિક-કોમર્સ બિઝનેસમાં મહિલાસાહસિકોનું આગમન સ્વાભાવિક છે. અરમાનીએ 2013માં આ સાઇટની સ્થાપના કરી હતી અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સની લિયોનીને પસંદ કરી હતી. તેઓ કહે છે કે તેમની ટીમમાં મોટા ભાગે મહિલાઓ છે.

ભારતીય કામગીરીનું વડપણ પણ સોનિકા કોહલી નામની મહિલા સંભાળે છે. તેઓ કહે છે અમારા 38 ટકા ગ્રાહકો મહિલા છે. વેબસાઇટ શરૂ થઈ ત્યારે આ પ્રમાણ ફક્ત 13 ટકા હતું.

આઇએમ બેશરમ દર મહિને 10,000થી વધારે પ્રોડક્ટ રવાના કરતી હોવાનો દાવો કરે છે. ગયા વર્ષે તેના વેચાણમાં 150 ટકાનો વધારો થયો હતો. પહેલી મેથી તેની મોબાઇલ સાઇટ શરૂ થશે ત્યારે વેચાણમાં 200 ટકાના વધારાની શક્યતા છે.

2012માં આવું એક સ્ટાર્ટઅપ ધેટ્સપર્સનલ શરૂ થયું હતું જે 2,600પ્રોડક્ટ ધરાવે છે અને મહિને 18,000 પ્રોડક્ટનું વેચાણ કરે છે. તેણે 32 વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે એક્સ્ક્લુઝિવ વિતરણ માટે કરાર પણ કર્યા છે. ટોપનાં બજારોમાં મુંબઈ અને બેંગલુરુ ઉપરાંત જયપુર, સુરત અને લખનૌ પણ સામેલ છે.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports