બુલિયન બુલેટિન - મયૂર મહેતા, દુબઈ
વર્લ્ડની ટૉપ-લેવલની કંપનીના ટેક્નિકલ ડિપાર્ટમેન્ટે ચાલુ વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ વધીને ૧૪૫૦ ડૉલર એટલે કે ભારતીય માર્કેટમાં ૩૪,૧૯૦ રૂપિયા થવાની આગાહી કરી હતી. અમેરિકન ફેડરલ રિઝર્વની બે દિવસની મીટિંગના આઉટકમ પર હવે બધાની નજર મંડાયેલી છે. અમેરિકા જૂનમાં ઇન્ટરેસ્ટ-રેટ વધારશે કે કેમ એના સંકેત એપ્રિલની મીટિંગમાં ફેડની કમેન્ટ પરથી નીકળી શકશે એવી બધાને ધારણા છે.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ફેડરલ રિઝર્વની બે દિવસની મીટિંગ મંગળવારથી શરૂ થઈ રહી છે. આ મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટ વધવાના ખાસ કોઈ ચાન્સિસ નથી, પણ ગ્લોબલ ઇકૉનૉમી અને મૉનિટરી પૉલિસી વિશે ફેડની કમેન્ટ સોનાની માર્કેટ માટે બહુ જ મહત્વની બની રહેશે. જપાને નેગેટિવ ઇન્ટરેસ્ટ-રેટ લોન માટે પણ એપ્લાય કરવાનું નક્કી કરતાં ડૉલર શૉર્ટ ટર્મ સુધર્યો હતો. ચીનના ઇકૉનૉમિસ્ટોએ સરકારને આર્થિક બેહાલી માટે ચેતવણી આપી હતી, કારણ કે સરકારી દેવું GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના ૨૩૭ ટકાએ પહોંચ્યું છે. જપાનની સરકારી દેવાની સ્થિતિ ૧૯૯૦માં હતી એ સ્થિતિએ ચીન આવી ચૂક્યું હોવાથી ઇકૉનૉમિસ્ટો સરકારને વધુ આર્થિક બરબાદી માટે ચેતવી રહ્યા છે.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
સોનામાં લૉન્ગ ટર્મ તેજી થવાની આગાહી અનેક ટેક્નિકલ ઍનલિસ્ટો અને માર્કેટ ગુરુઓ દ્વારા થઈ રહી છે. વર્લ્ડની ટૉપ-લેવલની રિસર્ચ કંપનીના ટેક્નિકલ ઍનલિસ્ટે સોના વિશે નવી આગાહી કરતાં જણાવ્યું હતું કે ૨૦૧૬ના અંત સુધીમાં સોનાનો ભાવ વધીને ૧૪૫૦ ડૉલર (૩૪,૧૯૦ રૂપિયા) થશે. હાલના ભાવથી ૨૦૦થી ૨૧૫ ડૉલરની તેજી થવાની આગાહી કરાઈ હતી. હાલ સોનાનો ભાવ વિદેશમાં ૧૨૩૪.૩૬ ડૉલર અને ઘરઆંગણે ૨૯,૧૦૦ રૂપિયા ચાલે છે. ટેક્નિકલ ઍનલિસ્ટની આગાહી અનુસાર સોનું ૧૨૮૦ ડૉલર (૩૦,૧૫૦ રૂપિયા) પાર કરી ગયા બાદ નવી બાઇંગ પૅટર્ન જોવા મળશે અને સોનામાં ઝડપી તેજીનો નવો તબક્કો શરૂ થશે.
સોનાની ઇમ્પોર્ટ ૨૦૧૫-’૧૬માં આઠ ટકા ઘટી
વર્લ્ડ લેવલે સોનાનો ભાવ ઘટતાં અને છેલ્લા બે મહિના દરમ્યાન જ્વેલરોની સ્ટ્રાઇકની અસરને કારણે ગયા નાણાકીય વર્ષ ૨૦૧૫-’૧૬માં સોનાની ઇમ્પોર્ટ આઠ ટકા ઘટીને ૩૧.૭૨ અબજ ડૉલરની થઈ હતી. આગલા નાણાકીય વર્ષમાં સોનાની ઇમ્પોર્ટ ૩૪.૩૮ અબજ ડૉલરની નોંધાઈ હતી. સોનાની ઇમ્પોર્ટનું મૂલ્ય ઘટતાં દેશની કરન્ટ અકાઉન્ડ ડેફિસિટ માર્ચમાં પાંચ વર્ષની નીચી સપાટીએ ૫.૦૭ અબજ ડૉલરની હતી જે ગયા વર્ષે માર્ચમાં ૧૧.૩૯ અબજ ડૉલરની રહી હતી.
ભાવ-તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૨૯,૨૬૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૨૯,૧૧૫
ચાંદી (.૯૯૯ ટચ કિલોદીઠ) : ૪૦,૨૫૦
(સોર્સ : ધ બૉમ્બે બુલિયન અસોસિએશન લિમિટેડ)

No comments:
Post a Comment