Translate

Thursday, May 12, 2016

મોરેશિયસના રોકાણ પર 2017થી કેપિ. ગેઈન્સ ટેક્સ લાગશે

મોરિશિયસમાંથી થતી કરચોરી અટકાવવા ભારતે 1 એપ્રિલ, 2017 પછીના શેર વેચાણ પર કેપિટલ ગેઇન્સ ટેક્સ વસૂલવા માટે કરાર કર્યો છે. મોરિશિયસ
સાથે ડબલ ટેક્સેશન એવોઇડન્સ કન્વેન્શન (DTAC) પર હસ્તાક્ષરને પગલે ભારતીય રેસિડન્ટ કંપનીના શેર વેચાણ પર 1 એપ્રિલ, 2017થી 31 માર્ચ 2019ના ગાળામાં નિર્ધારિત દરનો 50 ટકા ટેક્સ લાગશે.

સંપૂર્ણ કેપિટલ ગેઇન્સ ટેક્સ 1 એપ્રિલ, 2019થી લાગુ થશે. ડબલ ટેક્સેશન ટાળવા અને કરચોરી અટકાવવા ભારત અને મોરિશિયસ વચ્ચે મંગળવારે મોરિશયસના પોર્ટ લુઇ ખાતે હસ્તાક્ષર કરાયા હતા.

નાણામંત્રાલયે જણાવ્યું હતું કે, "પ્રોટોકોલને પગલે લાંબા સમયથી થઈ રહેલા કરારના દુરુપયોગની ખામીઓ અને ફંડ્સનું રાઉન્ડ ટ્રિપિંગ દૂર થશે." મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે, કરારમાં ફેરફારથી વિદેશી રોકાણકારોની ટેક્સ બાબતોમાં સ્પષ્ટતા આવે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતે 1983માં માત્ર 13 લાખની વસતી ધરાવતા મોરિશિયસ સાથે ડબલ ટેક્સેશન એવોઇડન્સ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે ભારતમાં સીધા વિદેશી રોકાણ (FDI)નો બહુ મોટો સ્રોત બન્યો હતો. ભારત સરકારે ઘણી વખતે કરારની શરતો અંગે ફરિયાદ કરી હતી, કારણ કે રોકાણનો મોટો હિસ્સો વાસ્તવિક વિદેશી રોકાણ ન હતું, પણ ભારતીયો સ્થાનિક ટેક્સ ટાળવા મોરિશિયસ દ્વારા નાણાં દેશમાં લાવતા હતા. આ પ્રક્રિયાને રાઉન્ડ ટ્રિપિંગ તરીકે ઓળખવામાં આવે છે.

મંગળવારે થયેલા કરારનો હેતુ ભારતમાં રોકાણ કરતી મોરિશિયસની કંપનીઓ વાસ્તવિક હોય એ નિશ્ચિત કરવાનો છે. અત્યાર સુધી DTAC હેઠળ મોરિશિયસમાં નોંધાયેલી કંપનીઓને ભારતમાં એસેટ્સના વેચાણમાંથી થયેલો કેપિટલ ગેઇન્સ મોરિશિયસમાં જ કરપાત્ર બનતો હતો. જ્યારે ભારતમાં લાગુ 10 ટકાના શોર્ટ-ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સને મોરિશિયસમાં મુક્તિ હતી. એટલી આવી કંપનીઓ બંને દેશમાં ટેક્સની ચુકવણીમાંથી છટકી જતી હતી.

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports