પનામા પછી ધનાઢ્ય ભારતીયો અને એનઆરઆઇ માટે સેશેલ્સના કારણે સમસ્યા વધી શકે
છે. ઘણા ધનિક લોકો ઇસ્ટ આફ્રિકાના ટાપુ સેશેલ્સમાં રોકાણ ધરાવે છે અને હવે આ
રોકાણ તથા બેન્ક એકાઉન્ટની વિગતો જાહેર થઈ શકે છે.આ લોકો શેલ કંપનીઓમાં
ડિરેક્ટર અથવા શેરહોલ્ડર છે. આવી કંપનીઓ ઇન્ટરનેશનલ બિઝનેસ કંપનીઓ અથવા
આઇબીસી તરીકે ઓળખાય છે જેઓ સેશેલ્સ કે અન્ય ટેક્સ હેવન દેશોના બેન્ક
એકાઉન્ટમાં ફંડ ધરાવે છે.
એક ટેક્સ પ્રોફેશનલે ઇટીને જણાવ્યું હતું કે, "અમને સંભવિત લિક વિશે એલર્ટ કરવામાં આવ્યા છે. મોસેક ફોન્સેકાના કિસ્સામાં પણ આવું જ થયું હતું. એક્ટિવિસ્ટ હેકર્સ અથવા નારાજ કર્મચારીઓએ ફોન્સેકાના ડેટાબેઝમાંથી સેશેલ્સ વિશેની માહિતી ચોરીને લિક કરી હોય તેવી શક્યતા છે. અમને લાગે છે કે આ માહિતી પહેલેથી એકત્ર કરાઇ હશે અને હવે ટૂંક સમયમાં જાહેર થઈ જશે."
પત્રકારોના એક જૂથે પનામા સ્થિત કાનૂની પેઢી મોસેક ફોન્સેકાના ક્લાયન્ટ્સના રોકાણોની માહિતી જાહેર કરી ત્યારથી આ કંપની મિડિયામાં ચમકી છે. એક વરિષ્ઠ વકીલે જણાવ્યા કાયદેસરનું રોકાણ ધરાવતા કેટલાક એનઆરઆઇ તેમની ઓળખ ગુપ્ત રાખવામાં નિષ્ફળ જવા બદલ ફોન્સેકા સામે કેસ કરવાની તૈયારીમાં છે.
ઇટીએ બે ટેક્સ પ્રેક્ટિશનર્સ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે તેમના ક્લાયન્ટને બીક છે કે આવકવેરા વિભાગ દ્વારા સેશેલ્સમાં તેમના રોકાણ અને ડિરેક્ટરશિપ વિશે તપાસ થઈ શકે છે. આ પ્રેક્ટિશનર્સ હવે કાનૂની બચાવ માટે તૈયારી કરી રહ્યા છે.
ટ્રસ્ટ અને ફાઉન્ડેશન સ્થાપવામાં સેશેલ્સના કાયદા મદદરૂપ છે તથા બેરર શેર્સના કારણે તેના ડિરેક્ટર્સ પોતાની ઓળખ છુપાવી શકે છે. આવી સિક્યોરિટી કોઇ માલિકના નામે હોતી નથી.
પરંતુ સેશેલ્સ પ્રમાણમાં ઓછું મહત્ત્વનું ટેક્સ હેવન છે કારણ કે તે રાજકીય સ્થિરતામાં પાછળ છે. ચાઇનીઝ ધનિકોએ ટેક્સ એવોઇડન્સ ટ્રીટી ટાળીને ઇન્ડોનેશિયામાં રોકાણ કરવા માટે ઘણી વખત સેશેલ્સનો ઉપયોગ કર્યો છે. ભારત સેશેલ્સ સાથે ડિપ્લોમેટિક સંબંધ ધરાવે છે અને તેને ક્રેડિટ લાઇન પૂરી પાડેલી છે. પરંતુ ટેક્સ અંગેની માહિતી માટે બંને દેશો વચ્ચે કોઈ કરા નથી. એક વકીલે જણાવ્યું કે ભારત સેશેલ્સ સાથેના હાલના સંબંધોનો ઉપયોગ કરીને માહિતી કઢાવી શકે છે કે નહીં તે નક્કી નથી. તેમાં કદાચ મોટા લોકોના નામ ન હોય તેવી પણ શક્યતા છે.

No comments:
Post a Comment