ડોએચ્ચ બેન્કના ભૂતપૂર્વ કો-સીઇઓ અંશુ જૈન ભારતમાં નોન બેન્કિંગ ફાઇનાન્સ
કંપની લોન્ચ કરવા માટે ભૂતપૂર્વ સહયોગી ભૂપિન્દર સિંઘ સાથે ભાગીદારી કરી
રહ્યા છે. ભારતમાં હજુ કરોડો લોકોને બેન્કિંગ સુવિધા મળી નથી જેથી એનબીએફસી
માટે બિઝનેસની તક હોવાનું માનવામાં આવે છે.
એનબીએફસી દ્વારા વ્યક્તિઓ, નાનાં અને મધ્યમ સાહસો તથા ઉદ્યોગસાહસિકોને ધિરાણ કરવામાં આવશે અને તે સાન ફ્રાન્સિસ્કો સ્થિત ફિન્ટેક સ્ટાર્ટઅપ સોફીના મોડલ પર આધારિત હશે જેમાં જૈન સલાહકાર છે. જાપાનની સોફ્ટબેન્ક દ્વારા તેને ફાઇનાન્સ કરવામાં આવે તેવી શક્યતા છે જેણે સોફીને પણ આર્થિક ટેકો આપ્યો છે.
એક વ્યક્તિએ કહ્યું કે, "ટેક્નોલોજી આ કંપનીનો મુખ્ય આધાર હશે. ભારતમાં ઓછી હાજરી ધરાવતા અને અર્ધવિકસિત ધિરાણ બજારમાં તેને સારી તક તરીકે જોવામાં આવે છે. તે ક્રેડિટ સ્કોર અને આધાર પ્રોજેક્ટના ડેટાના વિશ્લેષણનો ઉપયોગ કરશે."
તેમનો વિચાર SoFiનું દેશી વર્ઝન તૈયાર કરવાનું છે જે 2011માં સોશિયલ ફાઇનાન્સ તરીકે શરૂ થયું હતું. તેમાં સ્ટેન્ફર્ડમાં અભ્યાસ કરવા માંગતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ લોન્ચ કરવાની યોજના હતી. તેમાંથી તે હવે પૂર્ણ કક્ષાના એનબીએફસીમાં રૂપાંતરિત થઈ છે અને વિદ્યાર્થીઓન સસ્તી લોન, મોર્ગેજ, પર્સનલ લોન અને વેલ્થ મેનેજમેન્ટ સર્વિસનું કામ કરે છે.
જૈને જૂન 2015માં જર્મન બેન્કમાં નફો ઘટવાથી ડોએચ્ચે છોડી હતી. યુરોપિયન બેન્કો દ્વારા બેન્ચમાર્ક રેટમાં કથિત ચેડાંના કારણે કાનૂની ખર્ચ વધી રહ્યો હોવાથી તેમણે ડોએચ્ચ બેન્કમાંથી રાજીનામું આપ્યું હતું. ફેબ્રુઆરીમાં જર્મન નાણાકીય નિયમનકારે ડોએચ્ચ બેન્ક ખાતે સ્પેશિયલ ઓડિટ બંધ કર્યાં હતાં અને જૈનને ગોટાળાના આરોપોમાંથી મુક્તિ અપાવી હતી. પ્રસ્તાવિત એનબીએફસી ભારતમાં નાણાકીય સેવા સેક્ટરમાં જૈનનું પ્રથમ સાહસ હશે.
જૈનનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પોતાના ભાગીદાર સિંઘથી વાત કરવા કહ્યું હતું. સિંઘે આ વિશે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સિંઘ ડોએચ્ચે બેન્કના કોર્પોરેટ બેન્કિંગ બિઝનેસમાં એશિયા પેસિફિક ખાતે કો-હેડ રહી ચૂક્યા છે. તેમણે એક વર્ષ કરતાં ઓછા સમય અગાઉ બેન્ક છોડી હતી. તેઓ નવા સાહસ માટે સ્થાપક સીઇઓ બને તેવી શક્યતા છે જ્યારે જૈન તેમાં મુખ્ય રોકાણકાર હશે. તે SoFiનું ભારતીય વર્ઝન હોવાની શક્યતા છે કારણ કે તેમાં શાખાઓ સ્થાપવી જરૂરી હશે. જોકે, તેમાં મોટા ભાગનો બિઝનેસ ઓનલાઇન થશે.

No comments:
Post a Comment