બ્રેક્ઝિટ બાદ શુક્રવારે વિશ્વભરના બજારોની સાથે ભારતના શેરબજારમાં પણ 605
પોઈન્ટનો જંગી કડાકો બોલી ગયો હતો. ઈન્ટ્રા ડેમાં એક તબક્કે સેન્સેક્સ 1000 પોઈન્ટ ગગડી ગયો હતો પણ બપોર પછી બજારમાં નીચા મથાળે ફરી લેવાલીથી થોડી રિકવરી જોવા મળી હતી.
બ્રિટન બહાર થયા બાદ યૂરોપિયન સંઘના સિંગલ કરન્સી બ્લોકના અસ્તિત્વ સામે જ પ્રશ્ન ઉપસ્થિતિ થતાં વિશ્વભરના બજારોમાં ગભરાટનું વાતાવરણ જોવા મળ્યું હતું.
શુક્રવારે મુંબઈ શેરબજારનો બેન્ચમાર્ક સેન્સેક્સ ઉપરમાં 26435.85 અને નીચામાં 25911.33 પોઈન્ટની સપાટી વચ્ચે ટ્રેડ થયા બાદ 604.51 પોઈન્ટ અથવા તો 2.24 ટકાના ગાબડાં સાથે 26,397.71 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 8,100.70 અને નીચામાં 7,927.05 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 181.85 પોઈન્ટ અથવા તો 2.20 ટકા ગગડીને 8088.60 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.07 ટકા અને 1.46 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં BSE રિયલ્ટી ઈન્ડેક્સ 3.74 ટકા, BSE મેટલ ઈન્ડેક્સ 3.59 ટકા, BSE કેપિટલ ગૂડ્ઝ ઈન્ડેક્સ 3.30 ટકા, BSE બેન્કેક્સ 2.69 ટકા અને BSE ઓટો ઈન્ડેક્સ 2.63 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
નાણાપ્રધાન અરુણ જેટલી અને ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજને બ્રેક્ઝિટથી ગભરાવાની કોઈ જરૂર નથી તેવી ધરપત આપી હતી ત્યાર બાદ બજારમાં નીચા મથાળે લેવાલી નીકળતા બપોર પછી બજાર રિકવર થયું હતું.

No comments:
Post a Comment