બિટકોઇન 'બબલ ઝોન'માં છે કે નહીં એ હજુ ચર્ચાનો વિષય છે. જોકે, નવેમ્બર 2010માં બિટકોઇનમાં ₹1 લાખનું રોકાણ કરનારની સંપત્તિ માત્ર સાત વર્ષમાં અધધ ₹625 કરોડે પહોંચી છે. સમાન ગાળામાં ભારતમાં એક બિટકોઇનનું મૂલ્ય ₹10થી વધીને ₹6,20,000 કરોડને વટાવી ગયું છે.
વૈશ્વિક બજારોમાં બિટકોઇનનો ભાવ 10,000 ડોલરથી થોડોક જ દૂર છે. નવેમ્બર 2010માં તે 0.22 ડોલરના સ્તરે ટ્રેડ થતો હતો, જે વધીને હાલ 9,650 ડોલરની સપાટીએ પહોંચ્યો છે. એટલે કે, સૂચિત ગાળામાં બિટકોઇનના મૂલ્યમાં 43,86,264 ટકા (ડોલરની રીતે) ઉછાળો નોંધાયો છે. BNP પારિબાના જણાવ્યા અનુસાર બિટકોઇનમાં 'બબલ'નાં ઘણાં ચિહ્નો દેખાય છે.
મહત્ત્વનો સંકેત એ છે કે, લોકો તેને માત્ર એટલા માટે ખરીદી રહ્યા છે કારણ કે તેનો ભાવ વધી રહ્યો છે. બિટકોઇન ઇશ્યૂ કરવાની મર્યાદા 2.1 કરોડ છે, જે 2040માં પૂરી થવાનો અંદાજ છે. આ કારણથી પણ ક્રિપ્ટોકરન્સી 'બબલ ઝોન'માં પ્રવેશી હોવાની આશંકા છે.
હાલના તબક્કે બિટકોઇનની સંખ્યા 1.7 કરોડ છે. નિષ્ણાતોના મતે વધુ લોકો બિટકોઇનને અપનાવશે તો તેના મૂલ્યમાં વધુ વૃદ્ધિનો અંદાજ છે. કારણ કે આ ક્રિપ્ટોકરન્સીનો સપ્લાય મર્યાદિત છે. મર્યાદિત સપ્લાયને કારણે જ કરન્સીમાં મોટા પાયે સટ્ટો થઈ રહ્યો છે. BNP પારિબાના અહેવાલમાં જણાવ્યા અનુસાર બબલનો અર્થ એ નથી કે, તે ટૂંક સમયમાં ફૂટશે. બબલ ઘણાં પરિબળો પર આધાર રાખે છે.
આપણે અગાઉ ડોટકોમ બબલને ફૂટતો જોયો છે, પણ એ મૂડી જે સેક્ટર તરફ વળી હતી તેને લીધે આજે એમેઝોન અને ગૂગલનું સર્જન થયું છે. અમારા મતે ક્રિપ્ટોકરન્સીનું અસ્તિત્વ રહેશે.તાજેતરમાં ચીને એક્સ્ચેન્જિસ બંધ કરવા પગલાં લીધાં છે, પણ અહેવાલ અનુસાર 70 ટકા કે વધુ ખાણકામ ચીનમાં જ થાય છે. સસ્તી વીજળી તેનું એક મહત્ત્વનું કારણ છે.

No comments:
Post a Comment